Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પોરેશને પ૧૦૦ સોસાયટીઓમાં આર.સી.સી. રોડના કામ પૂરા કર્યા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરની સોસાયટીઓમાં આર.સી.સી. રોડ, લાઈટ, પાણી અને ડ્રેનેજ લાઈન માટે રાજય સરકારની ૭૦ઃર૦ઃ૧૦ ની સ્કીમમાં લગભગ ૯૦ ટકા કામ પૂર્ણ થઈ ગયા છે. મ્યુનિ. કોર્પોરેશને સદ્દર યોજના અંતર્ગત ૮૭૭૬ અરજીઓ મળી હતી જે પૈકી આઠ હજાર અરજી (ફાઈલ) ના કામ પુરા થયા છે.

રાજય સરકારે જાહેર કરેલી ૭૦ઃર૦ઃ૧૦ યોજનાને બહોળો પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદ શહેરમાંથી ૮૭૭૬ અરજીઓ રોડ, લાઈટ, પાણીના કામ માટે મનપાને મળી હતી. જેની સામે ૮પ૪૭ સોસાયટીઓની અરજી મંજૂર કરવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યા મુજબ સદ્દર યોજનાનો સામાન્ય વિસ્તાર અને ગરીબ-પછાત વિસ્તાર એમ બે ભાગમાં અમલ કરવામાં આવ્યો છે. ગરીબ-પછાત વિસ્તારમાં લોકફાળાની રકમ લેવામાં આવી નથી.

સામાન્ય વિસ્તારમાં આર.સી.સી. રોડ બનાવવા માટે પ૦૭૯ અરજીઓ મળી હતી. જેમાં માત્ર એક અરજીને નામંજુર કરી પ૦૭૮ ફાઈલોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. મ્યુનિ. ઈજનેર ખાતા દ્વારા પ૦ર૪ સોસાયટીઓમાં આર.સી.સી. રોડ માટે ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે.

જેની રકમ રૂ.૬૮૦ કરોડ થાય છે. મ્યુનિ. કોર્પોરેશને નકકી કરેલી કોન્ટ્રાકટરોની પેનલ દ્વારા ૪૮૮૭ સોસાયટીઓમાં રોડના કામો પુરા કર્યા છે. જેમાં રાજય સરકારની ગ્રાન્ટ પેટે રૂ.૩પર કરોડ, મનપાની ગ્રાન્ટ ના રૂ.પ૭ કરોડ, ધારાસભ્ય ગ્રાન્ટ ના રૂ.ર૭ કરોડ તથા લોકભાગીદારી ના રૂ.૮૭ કરોડ મળી કુલ રૂ.પર૩ કરોડનો ખર્ચ આર.સી.સી. રોડ માટે થયો છે. જયારે રૂ.૪૪.૩૦ કરોડના કામ ચાલી રહયા છે. સામાન્ય વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ માટે ર૦૬૬ અરજી તંત્રને મળી હતી જે પૈકી બે હજાર અરજીને વહીવટી તંત્રને મળી હતી જે પૈકી બે હજાર અરજીને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

જેના માટે રૂ.૪૪.૬૮ કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. મ્યુનિ. લાઈટવિભાગે બે હજાર અરજી પૈકી ૧૮૧પ સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઈટના કામ પૂર્ણ કર્યા છે. જેના માટે રૂ.૩પ.૬૮ કરોડનો ખર્ચ થયો છે. જયારે ૭૪સોસાયટીમાં કામ ચાલી રહયા છે. શહેરની સોસાયટીઓમાં ઘરે-ઘરે પાણી આપવાની યોજનાનો અમલ કરવા માટે તંત્ર દ્વારા ૭૩૮ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

જેના માટે રૂ.૩પ.૪૦ કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. મ્યુનિ. ઈજનેરખાતાએ સપ્ટે-ર૦૧૯ સુધી ૬૯૧ સોસાયટીમાં પાણી જાડાણના કામ પુરા કર્યા છે. જેના પેટે રૂ.રર.૪પ કરોડનો ખર્ચ થયો છે. તથા ર૦ સોસાયટીમાં કામ પ્રગતી હેઠળ છે. ખાનગી સોસાયટીઓમાં ડ્રેનેજ સદ્દર યોજના અંતર્ગત ફેબ્રુઆરી-ર૦૧પપછી ડ્રેનેજ નેટવર્કના કામો માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં તંત્રને ર૪પ અરજી મળી હતી

જેની સામે ર૩૧ અરજીને માન્ય રાખવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશને રૂ.૭.ર૬ કરોડના ખર્ચથી ર૦૩ કામ પુરા કર્યા છે. સામાન્ય વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશને ૮રપ૯ અરજીઓ મળી હતી. જેની સામે ૮૦૪૮ સોસાયટીઓના વિવિધ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જેના માટે રૂ.૭૭૮ કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી રૂ.પ૮૯ કરોડ ના કામ સામાન્ય વિસ્તારોમાં પુરા થઈ ગયા છે. જેમાં રોડના ૪૮૮૭,સ્ટ્રીટલાઈટના ૧૮૧પ, ગટરના ર૦૩ તથા પાણીની પાઈપ લાઈનના ૬૯૧ મળી ૭પ૯૬ કામોનો સમાવેશ થાય છે.

રાજય સરકારે જાહેર કરેલી યોજનામાં ગરીબ-પછાત વિસ્તારોમાં શૂન્ય લોકફાળાથી કામ કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાંથી મ્યુનિ.કોર્પોરેશનને પ૧૭ અરજીઓ મળી હતી જેની સામે ૪૯૯ અરજીઓને મંજૂર કરવામાં આવી હતી. જેની સામે રૂ.પ૬ કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. સ્લમ વિસ્તારમાં આર.સી.સી.રોડના ૩૦પ કામો માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા હતા.

જેની સામે રૂ.૩૭ કરોડના ખર્ચથી ર૮૧ કામો પુરા થયા છે. જયારે સ્ટ્રીટલાઈટના ૭ર પૈકી ૬૪, ડ્રેનેજ લાઈનના ર૩ પૈકી ૧૮ તથા પાણી લાઈનના પ૯ પૈકી ૪૭ કામ પુરા થઈ ગયા છે. રાજય સરકારની ૭૦ઃર૦ઃ૧૦ યોજનામાં સપ્ટેમ્બર-ર૦૧૯ સુધી રૂ.૬ર૮ કરોડના કામો થયા છે. જેમાં સામાન્ય વિસ્તારમાં રૂ.પ૮૯ તથા ગરીબ-પછાત વિસ્તારોમાં રૂ.૩૯ કરોડના કામ પુરા થયા છે.

સામાન્ય વિસ્તારમાં ૭પ૯૬ કામ રૂ.પ૮૯ કરોડના ખર્ચથી થયા છે. જેમાં રાજય સરકારના રૂ.૩૯૬ કરોડ અને મનપાના રૂ.૬૪.પ૦ કરોડની ગ્રાન્ટનો સમાવેશ થાય છે. મ્યુનિ.કોર્પોરેશને કુલ ૮પ૪પ કામો ને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. તથા તેના માટે રૂ.૮૩૭ કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. જેના પેટે રાજય સરકાર તરફથી રૂ.પ૦૯.૪પ કરોડની ગ્રાન્ટ કોર્પોરેશને મળી છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.