મ્યુનિ. કોર્પોરેશન કે જુલમી જમીનદાર ?
લોનના વ્યાજ સામે AMTS પર ૮પ૦ કર્મચારીઓના પગારનો બોજ : AMTS પર વાર્ષિક રૂા.૪ર કરોડનું ભારણ
(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ: અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન “લાલ બસ” તેનું અસ્તિત્વ ગુમાવી રહી છે. AMTS એક દાયકા કરતા પણ વધુ સમયથી મ્યુનિ. કોર્પોરેશનની લોન પર નિર્ભર છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર મહીને રૂા.ર૬.પ૦ કરોડની માતબર રકમ આપવામાં આવી રહયા હોવાથી જ લાલ બસના પૈંડા દોડી રહયા છે.
સંસ્થા પર દેવાનો બોજ વધી રહયો હોવાથી મનપા દ્વારા વ્યાજ માફ કરવામાં આવી રહયુ છે. મ્યુનિ. શાસકો અને વહીવટીતંત્ર દ્વારા જાહેરમાં વ્યાજ માફીના દાવા થઈ રહયા છે પરંતુ મનપા દ્વારા પરોક્ષ રીતે દર મહીને તગડી રકમ વસુલ કરવામાં આવી રહી છે. મ્યુનિ. તંત્ર જે રીતે AMTS પાસેથી વ્યાજની વસુલાત કરી રહયુ છે તે જાેતા ફિલ્મોના “શાહુકારો” કે જુલ્મી જમીનદારોની યાદ આવતી હોવાના કટાક્ષ પણ થઈ રહયા છે.
શહેરની જીવાદોરો સમાન AMTS ની આર્થિક સ્થિતી દિન પ્રતિદિન કથળી રહી છે. કોરોના કાળ પહેલા લાલબસની સરેરાશ દૈનીક આવક રૂા.૩પ લાખ રહેતી હતી. પરંતુ ર૦ર૧-ર૧માં સંસ્થાની અંદાજિત આવકમાં રૂા.૯૬ કરોડનો માતબર ઘટાડો થયો છે. આવા સંજાેગોમાં સંસ્થા ૧૦૦ ટકા મ્યુનિ. કોર્પોરેશનની લોન પર નિર્ભર છે.
મ્યુનિ. તંત્ર દ્વારા અગાઉ દર વરસે રૂા.૩૦૦ કરોડની લોન આપવામાં આવતી હતી જેમાં ઉતરોતર વધારો થઈ રહયો છે તથા હાલ દૈનિક રૂા.એક કરોડની રકમનો ચેક ઈસ્યુ થયા બાદ જ લાલ બસના પૈંડા ગતિમાન થાય તેવી પરિસ્થિતિ જાેવા મળે છે. મ્યુનિ. તંત્ર દ્વારા આપવામાં આવતી લોનનું વ્યાજ માફ કરવામાં આવે છે પરંતુ તેની સામે પરોક્ષ રીતે સંસ્થાનો કસ કાઢવામાં આવી રહયો છે. તેમજ વ્ય્જ કરતા વધારે રકમની વસુલાત થઈ રહી છે.
સુત્રોએ જણાવ્યા મુજબ AMTS નું ખાનગીકરણ થયા બાદ મોટી સંખ્યામાં ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ ફાજલ થયા હતા. સંસ્થા દ્વારા આ તમામ કર્મચારીઓને મનપામાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે. AMTS ના અંદાજે ૮પ૦ કર્મચારીઓહાલ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવી રહયા છે. જેમાં ર૦૦ ડ્રાયવર-કંડકટર છે. જયારે વર્કશોપના પ૦ કર્મચારીઓ છે
જે કંડકટર ગ્રેજયુએટની લાયકાત ધરાવે છે તેઓ મનપામાં કલાર્ક તરીકે ફરજ બજાવી રહયા છે. જયારે સેન્ટ્રલ વર્ક શોપમાં ૩પ૦ જેટલા ડ્રાયવર અને ૩૦ જેટલા હેલ્પર કામ કરી રહયા છે. ફાયર બ્રિગેડમાં પણ AMTS ના ડ્રાયવરોની ફાળવણી કરવામાં આવી છે.
આમ, સંસ્થાના ૮પ૦ જેટલા કર્મચારી મનપાના વિવિધ વિભાગોમાં છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહયા છે. પરંતુ તેનો પગાર ખર્ચ છસ્જી દ્વારા કરવામાં આવે છે. AMTS તરફથી દર મહીને રૂા.૩.પ૦ કરોડ મનપામાં ફરજ બજાવતા કર્મચારીઓને આપવામાં આવે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લોનનું વ્યાજ માફ કરવાના દાવા કરવામાં આવે છે પરંતુ તેની સામે દર વરસે પરોક્ષ રીતે રૂા.૪ર કરોડની વસુલાત થઈ રહી છે.
મ્યુનિ. કોર્પોરેશનની આ પધ્ધતિને કેટલાક લોકો ફીલ્મી “શાહુકાર” કે “જમીનદાર” સાથે સરખાવીને મજાક કરી રહયા છે. મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે AMTS નું દેવું વધી રહયુ છે.
તેવા સંજાેગોમાં ૮પ૦ કર્મચારીઓનો પગાર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચુકવવામાં આવે તે જરૂરી છે. મ્યુનિ. શાસકો લોનનું વ્યાજ માફ કરવાના દાવા કરી રહયા છે. પરંતુ પરોક્ષ રીતે દર વરસે કરોડો રૂપિયાની વસુલાત કરી રહયા છે. આવા સંજાેગોમાં AMTS ના ફાજલ કર્મચારીઓનો મનપામાં સમાવેશ કરવો જાેઈએ.
વી.એસ.ના મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફને જે રીતે એસ.વી.પી.માં લેવામાં આવ્યા છે તે પધ્ધતિથી જ AMTS ના કર્મચારીઓને મ્યુનિ. કોર્પોરેશનમાં લેવામાં આવે તો તેના આર્થિક ભારણમાં ઘટાડો થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.