મ્યુનિ. કોર્પોરેશન બોડકદેવમાં પ્રતિ ચો.મી. રૂા.ર.ર૮ લાખના ભાવથી પ્લોટ વેચાણ કરશે
(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના અને લોકડાઉનના કારણે મ્યુનિ. કોર્પોરેશનની તિજાેરી ખાલી થઈ ગઈ છે તેવા સમયે “વિકાસ” તો દુરની વાત રહી પરંતુ પ્રજાકીય સુવિધાઓ માટે પણ તંત્ર પાસે નાણા રહયા નથી જેના કારણે મ્યુનિ. કોર્પોરેશનના નવનિયુક્ત હોદ્દેદારોએ રીઝર્વ પ્લોટના વેચાણ કરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે નિર્ણય કર્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૬ રીઝર્વ પ્લોટના વેચાણ કરવામાં આવશે, જે પૈકી ત્રણ પ્લોટ “કોમશીયલ” હેતુના છે.
ચોંકાવનારી બાબત એ છે કે તંત્ર એ બોડકદેવના કોમર્શીયલ હેતુના પ્લોટ માટે રૂા.ર લાખ ર૮ હજારના ભાવ નકકી કર્યા છે.
અમદાવાદ મ્યુનિ. કમિશ્નરે શહેર કરેલા ડ્રાફટ બજેટમાં રૂા.૧૪૦૦ કરોડ જેટલી માતબર રકમનો ઘટાડો કરવામાં આવ્યો છે. મ્યુનિ. તિજાેરીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કમિશ્નરે બજેટમાં કોઈ જ ખોટા દાવા કે વાયદા કર્યા નથી.
કમિશ્નર ડ્રાફટ બજેટમાં સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સુધારા રજુ કરવામાં આવશે. તંત્રની ખાલી તિજાેરીના કારણે શાસક પક્ષ મોટા સુધારા સુચવી શકે તેમ નથી તેથી મ્યુનિ. રીઝર્વ પ્લોટ ૯૯ વર્ષના ભાડા પટ્ટે આપી રૂા.પ૦૦ કરોડની આવક મેળવી શકે છે જેના કારણે ખાલી તિજાેરી ભરાશે અને બજેટમાં ફુલ ગુલાબી વાયદા પણ થઈ શકશે
મ્યુનિ. કોર્પોરેશનમાં હોદ્દેદારોની નિયુક્તિ બાદ ૧૩ પ્લોટના વેચાણ (ભાડા પટ્ટે) માટે નિર્ણય કરવામાં આવ્યો છે જેને સુચક માનવામાં આવે છે વધુમાં મોટાભાગના પ્લોટ ર૦૦૬-૦૭ બાદ મ્યુનિ. હદમાં ભેળવાયેલ વિસ્તારના છે. તંત્ર દ્વારા ૧૩ પ્લોટ રહેણાંક હેતુના છે, જયારે ૦૩ પ્લોટ કોમર્શીયલ હેતુના ભાડાપટ્ટે આપવા ઈ-ઓકશન કરવામાં આવશે.
જેમાં બોડકદેવની ટી.પી. સ્ક્રીમ પ૦ ના પ્લોટ સૌથી મોઘા છે. સદ્દર ટી.પી.માં કોમર્શીયલના પ્લોટ માટે પ્રતિ ચો.મી. રૂા.ર.ર૮ લાખ તથા રહેણાંક હેતુ માટે પ્રતિ ચો.મી. રૂા.૧.૮૮ લાખ તળિયાના ભાવ નકકી કરવામાં આવ્યા છે. જયારે નરોડા- હંસપુરા- કઠવાડાની ટી.પી. સ્કીમ નંબર ૧૩૪/ર, ૧ર૬, ૧૦૦ તેમજ ૧પ૧માં તળિયાના ભાવ પ્રતિ ચો.મી. રૂા.૬ર હજાર નકકી કરવામાં આવ્યા છે મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ૧૬ પ્લોટના ઈ-ઓકશન માટે વિધિવત મંજુરી આપવામાં આવી છે.