Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પોેરશન દ્વારા એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના મામલે ટુંક સમયમાં નિર્ણય લેવાશે

File

સિવિક સેન્ટરો શરૂ કરવા માટે પણ ચાલી રહેલી વિચારણા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનો મુખ્ય આધાર ટેક્ષ વિભાગ પર છે. તંત્રને મિલકત વેરા તથા વ્યવસાય વેરા પેટે વાર્ષિક રૂ.૧ર૦૦ કરોડની આવક થાય છે. દેશભરમાં રપમી માર્ચથી લોકડાઉન ચાલી રહ્યુ હોવાથી મનપાને ટેક્ષ પેટે અત્યંત નજીવી કહી શકાય એટલી આવક થઈ છે. તેથી જૂન મહિનાની શરૂઆતથી મિલકતવેરાની આવકમાં વધારો થાય તે માટે પ્રયાસ શરૂ કરવામાં આવશે. જેના માટે રીબેટ યોજના પણ જાહેર થઈ શકે છે.

મ્યુનિસિપલ કોર્પોેરશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર પૂર્ણ થયેલ નાણાંકીય વર્ષમાં મનપાને મિલકત વેરા પેટે રૂ.૧૧૦૦ કરોડની આવક થઈ હતી. રપમી માર્ચથી લોકડાઉન જાહેર થયુ હોવાથી નાણાંકીય વર્ષના અંતિમ સપ્તાહમાં મિલકત વેરાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ દ્વારા દર વચ્ચે એપ્રિલ અને મે મહિનામાં એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહેર કરવામાં આવે છે.ે મ્યુનિસિપલ કોર્પોરેશનને સદર યોજના અંતર્ગત રૂ.૬૦૦ કરોડની આવક થાય છે. પરંતુ લોકડાઉન અને કોરોનાના કારણે તંત્ર દ્વારા એડવાન્સ ટેક્ષ યોજના જાહેર થઈ નથી.

મ્યુનિસિપલ સિવિક સેન્ટરો પણ માર્ચ મહિનાથી બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે મિલકત વેરાની આવકના નામે શૂન્ય બરાબર છે. તેથી સામાન્ય નાગરીકની જેમ મનપાને નાણાંકીય ભીંસ આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. તથા વેપાર-ધંધા શરૂ થાય તે માટે પુરતા પ્રયાસ થઈ રહ્યા છે. મ્યુનિસિપલ હોદ્દેદારોએ પણ આ દિશામાં કામ કરી રહ્યા છે. તથા ૧લ્‌ જૂનાથી તંત્રમાં અગાઉની માફક જ કામ થાય તેના પ્રયત્ન પણ ચાલી રહ્યા છે. સાથે સાથે. ત્રણ મહિનાથી આવકમાં થઈ રહેલા ઘટાડાને સરભર થાય એ માટે પણ જાહેરાત થઈ શકે છે.

મ્યુનિસિપલ સુત્રોએ જણાવ્યા અનુસાર દર વરસે સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહેર થાય છે. ૧લી જૂન બાદ સ્ટેન્ડીંગ કમિટિની જે પ્રથમ બેઠક મળશે એમાં એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહરે થઈ શકે છે. સાથે સાથે બંધ કરવામાં આવેલા સિવિક સેન્ટર શરૂ કરવા માટે પણ નિર્ણય થશે. સિવિક સેન્ટર શરૂ કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નિર્ણય લેવામા આવશે. લોકડાઉનના કારણે નવા નાણાંકીય વર્ષમાં મિલકત વેરા પેટે માત્ર રૂ.ર.૭પ કરોડની આવક થઈ છે.

સામાન્ય રીતે આ અરસામાં પ્રોપર્ટી ટેક્ષની આવક રૂ.૪પ૦થી રૂ.પ૦૦ કરોડ થાય છે. વિકાસના તથા પ્રજાકીય કામો કરવા માટે તંત્રને નાણાંની જરૂરીયાત રહેશે. સાથે સાથે કર્મચારીઓના પગાર અને અન્ય સ્થાયી ખર્ચ પણ ચુકવવાના રહે છે. જેના માટે આવક  તરફ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. તેથી ૩૧મી મે બાદ મ્યુનિસિપલ વહીવટી તંત્ર અને હોદ્દેદારો દ્વારા આ મુદ્દાને અગ્રીમતા આપવામાં આવી શકે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.