Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પોેરેશનની ચૂંટણીના વર્ષમાં યમદૂત સમાન રપ૦ બસો રોડ ઉપર દોડશે

File

નવી ઈલેકટ્રીક બસોની ડીલીવરી સમય અનિશ્ચિત તથા એએમટીએસનું ટેન્ડર રદ થતાં નાગરીકોની જીંદગીના ભોગે ચૂંટણી જીતવા પ્રવાસ થશે : જનમાર્ગની ૧ર૦ અને એએમટીએસની ૧૩૦ બસના આયુષ્ય પૂરા થયા હોવા છતાં દોડાવવા નિર્ણય

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી સતાધારી પાર્ટીના હોદ્દેદારો અને કોર્પોરેટરો સફાળા જાગૃત થઈ ગયા છે  તથા વહીવટી તંત્ર પાસે કામના હિસાબ અને સમય મર્યાદાની માંગણી પણ કરી રહ્યા છે. જેના માઠા પરિણામ પણ ગત સપ્તાહે જાવા મળ્યા હતા એ અલગ બાબત છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી પ્રજાના કામો માટે આંખ આડા કાન કરતા સતાધીશો દોડતા થઈ ગયા છે. તથા ત્રણ ત્રણ વર્ષથી પડતર કામોની યાદી સાથે લઈને ફરી રહ્યા છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર કોઈપણ રીતે સતા જાળવી રાખવા માંગે છે. તેથી રોડ, પાણી, ડ્રેનેજ, લાઈટો તથા ‘નજરે દેખાય’ એવા કામો ઝડપથી પૂર્ણ કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નર પર દબાણ કરશે.

ત્ો પણ નિશ્ચિત છે. પરતુ ચૂંટણી વર્ષમાં મ્યુનિસિપલ શાસકો અને કમિશ્નર ‘જાહેર પરિવહન સેવા’ને લગભગ ભૂલી જ ગયા છે. જનમાર્ગ અને એએમટીએસની લગભગ રપ૦ જેટલી બસો સ્ક્રેપ કરવા માટેે નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ નવી બસો મળવાની શક્યતાઓ ઓછી હોવાથી સાક્ષાત યમદૂત સમાન રપ૦ બસો રોડ ઉપર દોડાવવામાં આવશે.ે

શહેરીજનોની જીંદગીના ભોગે પણ આયુષ્ય અને કિલોમીટર પૂરા થઈ ગયા હોવા છતાં રપ૦ બસ દોડાવવા માટે કરવામં આવેલ નિર્ણય ટીકાપાત્ર પણ બની રહ્યો છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ૧૦૦ બસ ખરીદવા પ્રયાસ થઈ રહ્યા છે. જ્યારે કમિશ્નરે ટાટાની ૩૦૦ બસો માર્ચ સુધીમાં મળી જવાના દાવા કર્યા છે.
પરંતુ જે કંપનીને ઓર્ડર આપવામાં આવ્યા છે તે સંસ્થાઓ દ્વારા ડીલીવરી માટે કોઈ જ નિશ્ચિત સમયમર્યાદા આપવામાં આવી નથી.

અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા ગત સપ્તાહ દરમ્યાન ૩૦૦ ઈલેકટ્રીક બસના ઓર્ડર બે સંસ્થાઓને આપવામાં આવ્યો છે. જેમાં ૧૮૦ બસ (ચાઈના મેઈડ) નો કોન્ટ્રાક્ટ ર સ્થાનિક કંપનીને તથા ૧ર૦ બસનો કોન્ટ્રાક્ટ ટાટા કંપનીને પ્રતિ કિલોમીટર દીઠ રૂ.પ૪.૯૦ ના ભાવેથી આપવામાં આવ્યો છે. અગાઉ, મ્યુનિસિપલ કમિશ્નરે ટાટા કંપનીને જ પ્રતિ કિલોમીટર રૂ.૬ર ના ભાવથી કોન્ટ્રાર્ક્ટ આપવામાં આવ્યો છે. જેમાં અગમ્ય કારણોસર કેન્દ્ર સરકારની સબસીડી લેવામાં આવી નથી.

મ્યુનિસિપલ કમિશ્નરે અગમ્ય કારણોસર કરેલી ભૂલના પરિણામે જનમાર્ગ લીમીટેડને અંદાજે રૂ.૧પ૦ કરોડનું નુકશાન થઈ શકે છે. મ્યુનિસિપલ કમિશ્નરે પ્રથમ ૩૦૦ બસની ડીલીવરી માટે ૬ માસની સમયમર્યાદા નક્કી કરી છે. જેને તરણ મહિના પુરા થઈ ગયા છે. જનમાર્ગ લીમીટેડની મીટીંગ બાદ કમિશ્નરે ત્રણથી ચાર મહિનામાં ૩૦૦ બસની ડીલીવરી મળી જશે એવા દાવા કર્યા છે.

જેને નિષ્ણાંતો નકારી રહ્યા છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે ટાટા કંપની પણ ત્રણ મહિનામાં ડીલીવરી આપવાના દાવા કરી શકે તેમ નથી. તથા પ્રથમ ઓર્ડરની ૩૦૦ બસની ડીલીવરી ર૦ર૧ પહેલાં મળી શકે તેમ નથી. જ્યારે બીજી ૩૦૦ બસ પણ ર૦રરમાં જ મળશે. ૧૮૦ બસનો કોન્ટ્રાક્ટ જે કંપનીને આપવામાં આવ્યો છે તેના તમામ પાર્ટસ ચાઈનામાં તૈયાર થાય છે. તથા ભારતમાં તેને એસેમ્બલ કરવામાં આવે છે. જનમાર્ગની ૬૦૦ ઈલક્ટ્રીક બસ પૈકી ૪ર૦ બસના ઓર્ડર માત્ર ટાટા કંપનીને આપવામાં આવ્યા છે.

ટાટા કંપનીમાં પણ હાલ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવી પરિÂસ્થતિ છે. ઈન્દોરમાં ટાટા કંપનીને દૈનિક ૧પ૦ કિલોમીટરનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેની સામે સરરેશ ૧૦૦ થી ૧૧૦ કિલોમીટર જ પૂરા થાય છે. બેટરી ચાર્જીંગ પુરા થઈ જતાં હોવાથી દૈનિક ૪૦ થી પ૦ કિલોમીટરનો તફાવત આવે છે. અમદાવાદમાં પણ લેલેન્ડ કંપનીની બસ દૈનિક ૧પ૦ કિલોમીટરનો ટાર્ગેટ પૂર્ણ કરતી નથી. અશોક લેલેન્ડ કંપનીને બે વર્ષ પહેલાં માત્ર પ૦ બસનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે પૈકી માત્ર ૧૮ બસ જ મળી છે. મ્યુનિસિપલ કમિશ્નર ની જીદ તથા ઢીલાશના કારણે જનમાર્ગ લીમીટેડને ર૦ર૦માં ૩૦૦ ઈલેક્ટ્રીક બસો મળે એવી શક્યતા ઓછી છે. તેથી ચૂંટણી વર્ષ હોવાથી આયુષ્ય, કિલોમીટર અને કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયા હોવા છતાં ચાર્ટર્ડ સ્પીડની ૧ર૦ બસ રોડ ઉપર મુકવામાં આવશે. આ જ પરિÂસ્થતિ એએમટીએસમાં પણ જાવા મળે છે.

મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા લગભગ ૦૬ માસ પહેલા ૩૦૦  સીએનજી બસના ટૈન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર અને તત્કાલિન ટ્રાન્સપોર્ટ મેનેજરે વિચિત્ર શરતો રાખી હોવાથી માત્ર એક જ સંસ્થાએ રસ દાખવ્યો હતો. અને ૩૦૦ બસનું ટેન્ડર રદ કરવાની ફરજ પડી છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં૧૩૧ ફીડર બસો અગીયાર વર્ષથી ચાલી રહી છે.

નવી ૩૦૦ સીએનજી બસની સામે ૧૩૧ બસ સ્ક્રેપ કરવાની હતી. પરંતુ ટેન્ડર રદ થયુ હોવાથી આયુષ્ય, કોન્ટ્રાક્ટ અને કિલોમીટર પૂર્ણ થયા હોવા છતાં ત્ેને રોડ ઉપર દોડાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સંસ્થાના સુત્રોએ જણાવ્યા અનુસાર માર્ચ ર૦ર૦ સુધી નવી ૧૦૦ બસ લેવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે. નવી ૧૦૦ બસ મળી જશે તો ૧૩૧ બસો સ્ક્રેપ કરવામાં આવશે. અન્યથા તેને રોડ ઉપર મુકવામાં જ આવશે. એપ્રિલ-ર૦ર૦ થી યુરો-૬ પ્રકારની બસ ફરજીયાત છે. તેથી મોટાભાગની કંપનીઓએ નવી બસના ઉત્પાદન બંધ કર્યા છે.

તેથી સંસ્થાને ૧૦૦ બસ મળે એવી શક્યતાઓ નહીંવત છે. ચોકાવનારી બાબત એ છે કે જુલાઈ-ર૦ર૦માં વધુ ૧પ૦ બસનો કોન્ટ્રાક્ટ પણ પૂર્ણ થઈ રહ્યો છે. આ ૧પ૦ બસને ૬ વર્ષ પૂરા થશે તેથી સ્ક્રેપમાં નહીં જાય. પરંતુ નવા કોન્ટ્રાકટ આપવામાંં પણ જાખમની શક્યતા રહે છે.

જનમાર્ગ લીમીટેડ અને એએમટીએસ માટે ર૦૦૮માં જે બસ ખરીદ કરવામાં આવી હતી તેને વાર્ષિક ૭ર હજાર કિલોમીટરના ટાર્ગેટ આપવામાં આવ્યા હતા. જેની સામે તમામ બસ લગભગ ૯૦ હજાર કિલોમીટર ચાલી હતી. જે સમયે બસોની સંખ્યા ઓછી હોવાથી તથા કોરીડોર અને રસ્તા ખુલ્લા હોવાના કારણે વધુ કિલોમીટર દોડાવવામાં આવી હતી.

તેથી તમામ બસના આયુષ્ય અને કિલોમીટર પુરા થઈ ગયા છે. તે બાબતચ પણ મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારો ભલીભાંતિ જાણે છે. પરંતુ ચૂંટણી વર્ષના કારણે કોઈપણ સંજાગોમાં પુરતી સંખ્યામાં બસો દોડાવવા માટે નિર્ણય કરવામાં આવ્યા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભા બક્ષીએ અંગે તીવ્ર પ્રતિક્રેયા આપતા જણાવ્યુ હતુ કે માત્ર ચૂંટણી જીતવા માટે પ્રજાની જીંદગી સાથે ચેડા કરી શકાય નહીં. મ્યુનિસિપલ કમિશ્નર અને શાસકોની ભૂલનો ભોગ નાગરીકો શા માટે બને? જનમાર્ગ અને એએમટીએસમાં આ પ્રકારની બસો દોડાવવામાં આવશે તો એ એક પ્રકારનું ગુનાહિત કૃત્ય જ માનવાં આવશે. ઈલેકટ્રીક બસ માટે ઓર્ડર આપતા પહેલાં જરૂરીયાત પુરતી સીએનજી બસ કે ડીઝલ બસની ખરીદી કરવી જરૂરી હતી. ૩૦૦ બસ સમયસર નહીં મળે તો હવે એપ્રિલ બાદ સીએનજી તથા ડીઝલ બસમાં બસદીઠ રૂ.૧પ થી ર૦ લાખનો વધારો થશે. જેના માટે કમિશ્નર અને શાસકો જ જવાબદાર રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.