Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પો. અને પોલીસતંત્રના વાંકે ફુટપાથો પાર્કિગ ઝોન બની

અકસ્માતમાં રાહદારી જીવ ગુમાવે તો કોણ જવાબદાર ?  : નાગરિકોમાં ચર્ચાતો સવાલ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં શરૂ કરાયેલી ટ્રાફિક ઝુંબેશમાં અનેક વિસંગતતાઓ રહેલી છે શહેરમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાડી નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઈ મેમા ઘરે પહોંચાડવામાં આવી રહયા છે શહેરના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં જ આ ટ્રાફિક નિયમોનો અમલ થઈ રહયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહયો છે બીજીબાજુ શોપિંગ સેન્ટરોમાં તથા કેટલાક સ્થળો પર પા‹કગની જગ્યા હજુ પણ ખુલ્લી કરવામાં નહી આવી હોવાનો આક્ષેપ થઈ રહયો છે.

નાના વહેપારીઓના ઓટલા તોડયા બાદ બધુ યથાવત છે તેવી વાતો કરવામાં આવતી હતી પરંતુ હકીકત એ છે કે આજે મ્યુનિ. કોર્પો. અને પોલીસતંત્રના કારણે શહેરમાં આવેલી ફુટપાથો પા‹કગ ઝોન બની ગઈ છે જેના પરિણામે રાહદારીઓને જાહેર રોડ પર જ ચાલવા મજબુર બનવુ પડે છે અને ઘણી વખત અકસ્માતમાં રાહદારીઓને જીવ પણ ગુમાવવો પડે છે આ માટે જવાબદાર કોણ તેવો પ્રશ્ન નાગરિકોમાં ચર્ચાઈ રહયો છે.

અમદાવાદ શહેરમાં રિલીફ રોડ સહિત અનેક વિસ્તારોમાં દિવસભર ભારે ટ્રાફિક જાવા મળતો હોય છે જેના પરિણામે આ રસ્તા પર યોગ્ય ટ્રાફિક નિયમન કરાવવાના બદલે શહેરના અન્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. શહેરભરમાં તમામ સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવ્યા બાદ જ તેનો અમલ શરૂ કરવામાં આવવો જાઈએ તેવી નાગરિકોની લાગણી છે.

પરંતુ શહેરના નદી પારના વિસ્તારોમાં જ આ નિયમનો અમલ શરૂ કરી દેવાયો છે બીજીબાજુ શહેરની ફુટપાથો રાહદારીઓ માટે હવે ઉપયોગી રહી નથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ફુટપાથો પર વાહનો પાર્ક થયેલા જાવા મળી રહયા છે.

શહેરમાં ટ્રાફિક ઝુંબેશના પગલે હવે વાહનચાલકો જાખમી રીતે પોતાના વાહનો ફુટપાથ પર ચડાવતા હોય અને ત્યાં જ પાર્ક કરતા હોવાથી હવે આ ફુટપાથો પા‹કગ સ્ટેન્ડ તરીકે જાણીતી બની ગઈ છે.

શહેરના પાંજરાપોળ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પોઈન્ટની નજીક જ આવા દ્રશ્યો જાવા મળતા હોય છે. માત્ર ટુ વ્હીલરો સામે જ કાર્યવાહી થતી હોવાની લાગણી વાહનચાલકોમાં જાવા મળી રહી છે પોલીસતંત્ર દ્વારા ટ્રાફિક નિયમન અંગે થતી કામગીરીનો નિયમિત રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી નાગરિકોની લાગણી છે અને ફુટપાથો રાહદારીઓ માટે ખુલ્લી કરાય તો જ અકસ્માતોની સંખ્યા ઘટશે તેવુ નાગરિકો માની રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.