Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પો.એ પ્રિ મોન્સુશન પ્લાન અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં પપ હજાર કેચપીટ સફાઈ કરી

૧ર૯પ સીસીટીવી કેમેરાની મદદથી કંટ્રોલ રૂમ ખાતે ડાયરેકટ મોનીટરીગ થઈ શકશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા લગભગ કાયમી બની ગઈ છે. યુપીએ સરકારના જેએનએનયુઆરએમ પ્રોજેકટ અંતર્ગત શહેરમાં અંદાજે ૯૦૦ કિ.મી.ની સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવી છે જેની ડીઝાઈન મુજબ એક કલાકમાં એક ઈંચ વરસાદી પાણીનો નિકાલ થાય છે.

પરંતુ જયારે એકાદ કલાકમાં બે થી ત્રણ ઈંચ વરસાદ આવે છે ત્યારે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સદર પરિસ્થિતિ નિવારવા માટે મ્યુનિ. કોર્પો. દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે પ્રિમોન્સુન એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે નવી કેચપીટો બનાવી કેચપીટોની સફાઈ સ્ટ્રોમ વોટરની સફાઈ, વગેરે કામ કરવામાં આવે છે.

ચાલુ વર્ષે પણ મનપા દ્વારા કેચપીટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો છે જેમાં પપ હજાર કરતા વધુ કેચપીટોની સફાઈ કરી હોવાના દાવા થયા છે.

 

અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે અંદાજે ૯૩૦ કિ.મી.ની સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી છે જેમાં અસંખ્ય ગેરકાયદેસર જાેડાણો થઈ ગયા છે તેવી જ રીતે ડ્રેનેજ લાઈનોમાં પણ પરવાનગી વગર જાેડાણ થતા રહયા છે જેના કારણે વરસાદી પાણીનો સમયસર નિકાલ થતો નથી તેમજ ચોમાસામાં તેની ઉપર ૧૦૦ટકા ભરોસો રાખી શકાય તેમ નથી.

મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ કેચપીટ સફાઈઓ કરવામાં આવી છે તેમજ નવી ૩૪૩૬ કેચપીટો બનાવવામાં આવી છે.

પ્રાપ્ય માહિતી મુજબ પૂર્વ ઝોનમાં ર૧૮, પશ્ચિમ ર૧પ, ઉત્તર પશ્ચિમમાં ૧રપ૪, દ.પ.માં પ૯ર, ઉત્તર ઝોનમાં પ૮૮, દક્ષિણ ઝોનમાં પ૪૭ અને મધ્ય ઝોનમાં રર નવી કેચપીટ તૈયાર કરવામાં આવી છે. પ્રિ મોન્સુન એકશન પ્લાન અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં કુલ પ૧૧૧ અને બીજા રાઉન્ડમાં ૮૧૮પ કેચપીટની સફાઈ કરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટે ઈજનેર વિભાગ દ્વારા મશીન હોલ સફાઈ પણ કરવામાં આવે છે.

શહેરના જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની ગંભીર સમસ્યા હતી તેના નિરાકરણ માટે તંત્ર દ્વારા ઝડપથી કામ પુરા કરવામાં આવ્યા હોવાના દાવા થઈ રહયા છે જે મુજબ ઉત્તર ઝોનમાં બાપા સીતારામ ચોકઠાથી સત્યમ પપીંગ સ્ટેશન સુધી ડ્રેનેજ લાઈનની કામગીરી રૂા.૪પ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે.

જયારે સૈજપુર વોર્ડમાં ગાયત્રીનગર વિસ્તારમાં સમ્પ બનાવી સ્ટ્રોમ વોટર ડ્રેઈન નાંખવાની કામગીરી રૂા.૧ર.૩૩ કરોડના ખર્ચથી કરવામાં આવી છે. પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં ડ્રેનેજ બેકીગની સમસ્યા હલ કરવા રૂા.૧૬.પ૩ કરોડના ખર્ચથી નવું પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવી રહયું છે જયારે ઓઢવ ફાયર સ્ટેશન પાસે વરસાદી પાણીના નિકાલ માટે પમ્પીંગ સ્ટેશન બનાવવાની કામગીરી કરવામાં આવી છે.

ચોમાસાની સીઝનમાં નાગરિકોને હાલાકી ન થાય તે માટે ૧૯ સ્થળે કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવશે. જયારે વરસાદ માપવા માટે હાલ ૧૭ સ્થળે રેઈનગેજ મુકવામાં આવ્યા છે તેમજ વધુ ૧૮ સ્થળે રેઈનગેજ મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ ઈનસ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી કંટ્રોલરૂમ ખાતેથી સીધુ મોનીટરીંગ થઈ શકશે. શહેરમાં હાલ ૮૧ સ્થળે ર૧૯ પોલીસ કેમેરા છે. ૬૯ સ્થળે ૧૦૭૯ સ્માર્ટ કેમેરા અને ૮ સ્થળે અંડરપાસના ૭ કેમેરા મુકવામાં આવ્યા છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સ્ટાફને પણ વાયરલેસ સેટ સાથે હાજર રાખવામાં આવે છે જેથી ભારે વરસાદના સંજાેગોમાં ટ્રાફિક ડાયવર્ઝન તથા જંકશનો પરની ટ્રાફિક સમસ્યા તાત્કાલિક હળવી થઈ શકે તેમ છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.