મ્યુનિ. કોર્પો.એ માત્ર બીયુ ઈશ્યુ થઈ હોય તેવી મિલ્કતોની આકારણી શરૂ કરી
રહેણાંક મિલ્કતોના બીલમાંથી કબજેદારનું નામ દુર કરવા ચાલી રહેલી વિચારણા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ દ્વારા નવી આવક માટેના તમામ સ્ત્રોત તરફ ધ્યાન આપવામાં આવી રહયુ છે. જેના પરીણામરૂપ બી.યુ. પરમીશન ઈસ્યુ થઈ હોય તેવી મિલ્કતોની આકારણી શરૂ કરવામાં આવી છે.
તદ્પરાંત વાહનવેરામાં કિમતી ગાડીઓ પર ટેક્ષમાં વધાોર કર્યા બાદ આવકમાં નોધપાત્ર વધારો થયો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રહેણાંક મિલ્કતોમાંથી ભાડુઆત ફેકટર દુર કરવામાં આવ્યુ છે. આગામી સમયમાં રહેણાંક મિલ્કતોના બીલમાંથી “કબજેદાર”ના નામ દુર કરવા માટે પણ નિર્ણય થઈ શકે છે.
મ્યુનિ. રેવન્યુ કમીટી ચેરમેન જૈનિકભાઈ વકીલના જણાવ્યા મુજબ નવા બાંધકામોમાં બી.યુ. પરમીશન ઈસ્યુ થયા બાદ તેની આકારણી થતી નહતી તથા વપરાશ શરૂ થયા બાદ જ આકારણી કરવામાં આવતી હતી જેના કારણે મ્યુનિ. કોર્પોરેશન કરોડો રૂપિયાની આવક ગુમાવી રહયુ હતુ.
મ્યુનિ. રેવન્યુ કમીટીમાં ચર્ચા થયા બાદ એસ્ટેટ વિભાગ સાથે સંકલન કરીને ર૦૧૯-ર૦ અને ર૦ર૦-ર૧માં બી.યુ. ઈસ્યુ થઈ હોય પરંતુ આકારણી કરવામાં આવી ન હોય તેવી મિલ્કતો શોધવામાં આવી હતી તથા તેની આકારણી કરવામાં આવી છે. તંત્ર દ્વારા ર૦૧૯-ર૦ની ૬પ૬ પૈકી ૬પર નવી મિલ્કતોના એસેસમેન્ટ કરવામાં આવ્યા છે જેના કારણે રૂા.૩.૧૮ કરોડની નવી ડીમાન્ડ આવી છે.
જયારે ર૦ર૦-ર૧ માં ૬૭૧ પૈકી ૬પ૯ મિલ્કતોના એસેસમેન્ટ કરતા રૂા.ર.પ૩ કરોડની ડીમાન્ડ ઉભી થઈ છે. છેલ્લા બે વર્ષમાં બી.યુ. ઈસ્યુ થઈ હોય પરંતુ આકારણી ન થઈ હોય તેવી માત્ર ૧૬ મિલ્કતો જ બાકી રહે છે.
મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષના બીલોમાં કબજેદારના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. જે અંગે ઘણી ફરીયાદો થતી રહે છે તેથી ફરીયાદોની સંખ્યામાં ઘટાડો થાય તે આશયથી રહેણાંક મિલકતના બીલમાંથી “કબજેદાર”ના નામ દુર કરવા માટે ચર્ચા થઈ છે. પરંતુ લીગલ અને ટેકનીકલ અભિપ્રાય લેવામાં આવ્યા બાદ જ તેનો અમલ થશે. નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ની સરખામણીએ ર૦૧૧-રરમાં ટેક્ષની કુલ આવકમાં રૂા.પપ કરોડનો નોધપાત્ર વધારો થયો છે.
પાછલા નાણાકીય વર્ષમાં ર૬ ઓકટોબર સુધી કુલ આવક રૂા.૭૦ર.૩૯ કરોડ થઈ હતી જેમાં મિલ્કતવેરા પેટે રૂા.પ૭પ.૧૪ કરોડ, વ્યવસાય વેરાની રૂા.૯પ.૧૦ કરોડ તથા વાહનવેરા પેટે રૂા.૩ર.૧૪ કરોડ આવક થઈ હતી જેની સરખામણીએ ર૦ર૧-રરમાં રૂા.૭પ૭.૦ર કરોડ આવક થઈ છે. જેમાં મિલ્કતવેરાની રૂા.પ૭૭.૯૭ કરોડ, વ્યવસાયવેરાની રૂા.૧૧૦.ર૮ કરોડ તથા વાહનવેરાની રૂા.૬૮.૭૭ કરોડ આવકનો સમાવેશ થાય છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.SSS