મ્યુનિ. કોર્પો.ના સુએજ પ્લાન્ટ અપગ્રેડ કરવામાં આવશે
વિંઝોલ અને વાસણા પ્લાન્ટમાં મશીનરી બદલવામાં આવશે : જુના પેરામીટરના પ્લાન્ટ હોવાથી નદીમાં અશુધ્ધ પાણી છોડવામાં આવી રહ્યુ હોવાની ચર્ચા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરની આગવી ધરોહર સમાન સાબરમતી નદીને માત્ર ચાર મહિનામાં જ શુધ્ધ કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નરે જે દાવા કર્યા હતા તે સાવ ખોટા સાબિત થઈ રહ્યા છે. દેશની સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં સાબરમતી નદીનો પણ સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કમિશ્નરે જુનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં નદી સ્વચ્છ થઈ જશે એવી જાહેરાત કરીહ તી. તથા તેના માટે ખાસ શ્રમયજ્ઞનું આયોજન પણ કરાયુ હતુ.
પરંતુ તેનો કોઈ જ નક્કર ફાયદો શહેરીજનોને થયો નથી. તથા નદીની સ્વચ્છતામાં લેશમાત્ર સુધારો થયો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ નદીને દુષિત કરવામાંઅ ાવી રહ્યુ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ટ્રીટેડ વાટર માટે જે પેરામીટર નક્કી કરવામાં આવ્યા છે તેનો ભંંગ મનપા દ્વારા જ થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોેરશનના મોટાભાગના સુએરજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સબ-સ્ટાન્ડર્ડ છે. તથા તેને અપગ્રેડ કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. પરંતુ તેમાં ૬ મહિના કરતા પણ વધુ સમય થાય તેમ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને સુઅરેજ વાટરને ટ્રીટ કરવા માટે વાસણા, વિંઝોલ તથા પીરાણામાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા છે. આ તમામ પ્લાન્ટમાં સુઅરેજ વાટરને ટ્રીટ કર્યા બાદ જ નદીમાં છોડવામાં આવે છે એવો નિયમ છે પરંતુ તેનો અમલ થતો નથી. તે અલગ બાબત છે. મ્યુનિસીપલ કોર્પોેરશને જે તે સમયે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પેરામીટર મુજબ એસટીપી બનાવ્યા હતા. જેમાં ટ્રીટેડ વાટરમાં બીઓડીની માત્ર ૩૦ અને સીઓડીની માત્રા ૧૦૦ને માન્ય રાખવામાં આવી હતી.
પરંતુ સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ દ્વારા બીઓડી અને સીઓડીની માત્રામાં ફેરફાર કરવામાં આવ્યા છે નવા નિયમ મુજબ એસટીપીમાંથી ટ્રીટ કરવામાં આવેલ સુએરજ વાટરમાં બીઓડીની માત્રા ૧૦ અને સીઓડીની માત્ર પ૦ થી વધુ હોવી જાઈએ નહીં. મનપા ના ૦૬ એસટીપી પ્લાન્ટમાં જુના પેરામીટર મુજબ ચાલી રહ્યા છે. તથા મંદીમાં દુષિત પાણી છોડવામાં આવી રહ્યુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા અનુસાર વાસણા ૪૮ એમએલડી એસટીપીમાં જ નિયમ મુજબ સુઅરેજ વાટર ટ્રીટ થઈ રહ્યુ છે.
જ્યારે પીરાણા વિંઝોલ તથા વાસણાના એસટીપીમાં જુના પેરામીટર મુજબ પરીણામ મળી રહ્યા છે. વિંઝોલમાં કેમિકલયુક્ત એસિડીક પાણી વધુ પ્રમાણમાં આવ્યુ હોવાથી પ્લાન્ટ ખવાઈ ગયા છે. તેથી ૭૦ એમએલડી પ્લાન્ટમાં નવી મશીનરી, નાંખવામાં આવશે. જેના માટે રૂ.પાંચ કરોડનો ખર્ચ થશે. વાસણા ર૮પ એમએલડી એસટીપીમાં પણ રૂ.ર.પ૦ કરોડના ખર્ચથી નવી મશીનરી નાંખવામાં આવી રહી છે. તેથી આ બંન્ને પ્લાન્ટ આપોઆપ અપગ્રેડ થઈ જશે.
તે સિવાયના અન્ય એસટીપીને અપગ્રેડ કરવા માટે સર્વે પ્રક્રિયા ચાલી રહી છે સર્વેના રીપોર્ટના આધારે પીરાણા તથા અન્ય એસટીપીને અપગ્રેડ કરવામાં આવશે. જેના માટે લગભગ છ મહિનાનો સમય થઈ શકે છે.વિંઝોલમાં ૩પ એમેઅલ ડી ક્ષમતાનો નવો પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે. જેના ટ્રાયલ ચાલી રહ્યા છે જ્યારે ૧૦૦ એમએલડી પ્લાન્ટનું કામ ચાલી રહ્યુ છે. મ્યુનિસિપલ કોર્પોેરેશનના સુએરજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપગ્રેડ થયા બાદ જ બીઓડી અને સીઓડીની માત્રામાં ઘટાડો થશ તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.