Western Times News

Gujarati News

મ્યુનિ.ચૂંટણી મતદાર યાદી પ્રસિદ્ધઃ વટવા વોર્ડમાં સૌથી વધુ ૧ લાખ ૨૬ હજાર મતદારો

નવરંગપુરા અને પાલડી વોર્ડમાં પુરૂષ કરતાં સ્ત્રી મતદારોની સંખ્યા વધારે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ફેબ્રુઆરી માસમાં યોજાનાર ચૂંટણી માટે નવી મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. ૨૦૨૦ની મતદારયાદી મુજબ શહેરમાં ૬ લાખ કરતા વધુ નવા મતદારોનો વધારો થયો છે. ૨૦૧૧ની વસ્તી-ગણતરીને ધ્યાનમાં લઈને નવી મતદારયાદી જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ.ચૂંટણી માટે જાહેર થયેલ મતદારયાદી મુજબ શહેરમાં કુલ ૪૫ લાખ ૫૨ હજાર ૨૩૪ મતદારોની નોંધણી થઈ છે. જેમાં ૨૩,૭૬,૬૭૬ પુરુષ મતદારો અને ૨૧૭૫૫૦૯ સ્ત્રી મતદારો છે. જ્યારે અન્ય જાતિના ૧૪૯ મતદાર છે. ૨૦૧૫ની ચૂંટણીમાં મતદારોની સંખ્યા ૩૮,૯૧,૩૫૧ હતી. આમ, પાંચ વર્ષમાં નવા ૬,૬૦,૯૮૩ મતદારો નોંધાયા છે. નવી મતદારયાદી મુજબ સૌથી વધુ મતદારો વટવા વોર્ડમાં છે. વટવા વોર્ડમાં ૧,૨૬,૦૧૪ મતદાર છે. જે પૈકી ૬૭૪૦૯ પુરૂષ અને ૫૮૬૦૨ સ્ત્રી મતદાર છે.

શહેરના ૪૮ વોર્ડ પૈકી દસ વોર્ડમાં એક લાખ કરતા વધુ મતદાતાઓ છે. જેમાં ચાંદખેડામાં ૧,૦૧,૬૨૯ થલતેજ વોર્ડમાં ૧,૦૬,૦૬૮, સરદારનગર વોર્ડમં ૧,૦૮,૧૬૩, નરોડામાં ૧૦૬૪૫૬, ઠક્કરબાપા નગરમાં ૧૦૦૯૭૬, નિકોલમાં ૧,૧૯,૦૮૩, ગોમતીપુરમાં ૧૦૦૧૨૦, વસ્ત્રાલમાં ૧,૦૭,૫૨૦, વટવામાં ૧૨૬૦૧૪ તથા રામોલ-હાથીજણમાં ૧૧૪૪૬૦ મતદારો છે. શહેરના નવરંગપુરા વોર્ડમાં પુરૂષ કરતા સ્ત્રી મતદારોની સંખ્યા વધુ છે. આ વોર્ડમાં પુરૂષ મતદારો ૪૬૬૧૨ની સામે સ્ત્રી મતદારની સંખ્યા ૪૬૩૬૬ છે.

ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી નાના દરીયાપુર વોર્ડમાં ૯૮૯૮૨ મતદાર છે. જે સૌથી મોટા ગોતા વોર્ડ કરતા વધુ છે. લાંભા વોર્ડ (પૂર્વ)નો હિસ્સો વટવામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા બાદ વટવામાં મતદારોની સંખ્યા વધી છે. જે ૪૮ વોર્ડમાં સૌથી ઓછા મતદાર ઓઢવમાં ૭૦૨૯૬ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.