Western Times News

Gujarati News

મ્યુનિ.ટેકસ વિભાગમાં અપુરતા સ્ટાફથી અરજીઓના નિકાલમાં વિલંબ

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં વધારો થતાં વીસ વર્ષમાં શહેરમાં કરપાત્ર મિલ્કતોની સંખ્યા વધીને ૨૨ લાખ સુધી પહોંચી ગઈ છે.આમ છતાં અપુરતા સ્ટાફના અભાવે અરજીઓનો સમયસર નિકાલ થતો નથી.લોકોને હાડમારી પહોંચી રહી છે.ટેકસ વિભાગમાં પુરતો સ્ટાફ મુકવા રેવન્યુ કમિટીના ચેરમેનને જ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજુઆત કરવી પડી છે.

અમદાવાદમાં વર્ષ-૨૦૦૧થી કારપેટ એરીયા બેઝથી મિલ્કતવેરાની વસુલાત કરાઈ રહી છે.વર્ષ-૨૦૦૧માં અંદાજે ૧૨ લાખ જેટલી મિલક્તો હતી.વર્ષ-૨૦૦૬-૦૭માં શહેરની હદમાં ત્રીસ ગ્રામ પંચાયત અને ૧૯ નગર પાલિકાઓનો સમાવેશ કરાતા પાંચ લાખ મિલ્કતો વધતા નવા પશ્ચિમ ઝોનની રચના કરાઈ હતી.આ વર્ષે બોપલ-ઘુમા,નાના ચિલોડા અને કઠવાડાનો સમાવેશ થતા વધુ ૭૫ હજાર મિલ્કતોનો ઉમેરો થયો છે.

રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે મ્યુનિ.કમિશનરને કરેલી લેખિત રજુઆત મુજબ,હાલ ટેકસ વિભાગમાં એક વોર્ડ ઈન્સપેકટર પાસે બેથી ત્રણ વોર્ડની કામગીરી છે.જેથી અરજીઓનો સમયસર નિકાલ ના થવા ઉપરાંત ટેકસના બીલો લોકો સુધી સમયસર પહોંચી શકતા નથી.હાલની પરિસ્થિતિમાં ટેકસ વિભાગમાં ૪૪૦ ઈન્સપેકટરો અને ૫૭ ડીવીઝનલ સુપ્રિટેન્ડન્ટની જરૃર છે.જાે પુરતો સ્ટાફ મુકવામાં આવે તો ટેકસ વિભાગની રીકવરી પણ વધુ ઝડપી બનશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.