Western Times News

Gujarati News

મ્યુનિ. ટેક્ષ વિભાગે એક સપ્તાહ પહેલા જ લક્ષ્યાંક પૂર્ણ કર્યા : ૧૯૭૦ર મીલ્કતો સીલ કરી રૂા.૩૧૯ કરોડની આવક મેળવી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગની રીબેટ અને સીલીંગ યોજના સફળ થઈ છે. મ્યુનિ. કોર્પોરેશનના અંદાજપત્રમાં ટેક્ષ પેટે જે આવક થવાનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો તે લક્ષ્યાંક નાણાકીય વર્ષ પુર્ણ થવાના એક સપ્તાહ પહેલા જ પૂર્ણ કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન જે ઝોનમાંથી સૌથી વધુ આવક મેળવે છે તે ઝોનમાં સીલ કરવામાં આવેલી મિલ્કતોની સંખ્યા પણ વધારે છે.

મ્યુનિ. રેવન્યુ કમીટી ચેરમેન જૈનિકભાઈ વકીલના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧માં પ્રોપર્ટી, પ્રોફેશનલ તથા વ્હીકલ ટેક્ષ પેટે રૂા.૧૪ર૦ કરોડની આવકનો લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો હતો પરંતુ ટેક્ષ ખાતાના કર્મચારીઓની અથાક્‌ મહેનતના પરીણામે સદ્‌ર લક્ષ્યાંક ર૪ માર્ચે જ પ્રાપ્ત કરવામાં આવ્યો છે તથા નાણાકીય વર્ષ પૂર્ણ થતા સુધી વિવિધ ટેક્ષ પેટે રૂા.૧પ૦૦ કરોડની આવક થાય તેવી શક્યતા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોેરશને પ્રથમ વખત સૌથી લાંબી રીબેટ યોજના ૧લી જાન્યુઆરીથી જાહેર કરી હતી. સદ્‌ર યોજનાનો ૧ જાન્યુઆરીથી ર૪ માર્ચ સુધી કુલ ર,ર૬,૦૬ર કરદાતાઓએ લાભ લીધો હતો જેમાં રૂા.૩૧૮.૯૬ કરોડની આવક થઈ છે. જયારે કરદાતાઓને રૂા.૩૯.૦૪ કરોડનું વ્યાજ રીબેટ આપવામાં આવ્યુ છે.

પ્રોપર્ટી ટેક્ષની ઝડપી રીકવરી માટે ૧ ફેબ્રુઆરીથી સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં ર૪ માર્ચ સુધી ૧૯ર૦૭ મિલ્કતો સીલ થઈ છે શહેરના મધ્યઝોનમાં ર૭૦૬, ઉત્તરઝોનમાં ર૮પ૩, દક્ષિણઝોનમાં ૧૮૮પ, પૂર્વઝોનમાં ૧૮પપ, પશ્ચિમ ઝોનમાં ૪૦ર૩, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૩૦૯પ તથા દ.પ. ઝોનમાં ૩ર૮પ મિલ્કતો સીલ કરવામાં આવી છે.

મ્યુનિ. કોર્પોરેશનના બજેટમાં મિલ્કતવેરા માટે રૂા.૧૧૩૦ કરોડ, વ્યવસાય વેરા માટે રૂા.૧૯૦ કરોડ તથા વ્હીકલ ટેક્ષ પેટે રૂા.૧૦૦ કરોડની આવકનો અંદાજ મુકવામાં આવ્ય્‌ હતો. જેની સામે ર૪ માર્ચ સુધી મિલ્કતવેરા પેટે રૂા.૧૧૦ર કરોડ, વ્યવસાયવેરા પેટે રૂા.૧૯૧.૩૯ કરોડ તથા વાહનવેરા પેટે રૂા.૧ર૭.૭૦ કરોડની આવક થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.