Western Times News

Gujarati News

મ્યુનિ. ટેક્ષ વિભાગે ત્રણ હજાર મિલ્કતો સીલ કરી રૂા.ર૩ કરોડની આવક મેળવી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષના અંતે મિલ્કતવેરાના બાકી લેણા વસુલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મિલ્કતવેરાના નાના-મોટા દેવાદારોની મિલ્કતો સીલ કરી છે લેણાની વસુલાત થઈ રહી છે. માર્ચ મહીનાના માત્ર ૦૬ દિવસમાં જ તંત્ર દ્વારા ત્રણ હજાર કરતા વધુ મિલ્કતો સીલ કરવામાં આવી છે જેની સામે રૂા.ર૩ કરોડના બાકી ટેક્ષની વસુલાત કરવામાં આવી છે.

સીલ કરવામાં આવેલ મિલ્કતો

૧. ડોકટર હાઉસ એલીસબ્રીજ
ર. વર્લ્ડ બિઝનેસ સેન્ટર એલીસબ્રીજ
૩. સાકાર-૯ નવરંગપુરા
૪. મંગલમૂર્તિ કોમ્પલેક્ષ સરદારનગર
પ. ગણેશ મેરેડીયન (સોલા) ૪૮ મિલ્કત
૬. વંદેમાતરમ આર્કેડ (ગોતા) ૧પ મિલ્કત
૭. ક્રિષ્ના પાર્ટી પ્લોટ ગોતા

મ્યુનિ. મિલ્કતવેરા વિભાગે માર્ચ મહીનામાં સપાટો બોલાવ્યો છે. પ્રોપર્ટી ટેક્ષની વસુલાત માટે ખાતા દ્વારા બીજી માર્ચથી સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં આઠ માર્ચ સુધી ૩૦પ૪ મિલ્કતો સીલ કરી છે. સુત્રોએ જણાવ્યા મુજબ ટેક્ષ વિભાગે બીજી માર્ચે ૬૦ મિલ્કત સીલ કરી હતી.

જયારે ત્રણ તારીખે પપપ, ચોથીએ પપ૩, પાંચમી તારીખે ૪૭૩, ૬ઠ્ઠીએ ૬ર૦ અને આઠ તારીખે સૌથી વધુ ૭૮૮ મિલ્કતો સીલ કરી છે. સાત તારીખે રજા હોવાથી સીલીંગ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તંત્ર દ્વારા મધ્યઝોનમાં ૪૭૮, ઉત્તરઝોનમાં ૪૪૦, દક્ષિણઝોનમાં ૩ર૭, પૂર્વઝોનમાં ૩૭ર, પશ્ચિમ ઝોનમાં પ૭ર, ઉ.પ.ઝોનમાં ૪૯૭ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૩૬૮ મિલ્કત સીલ કરી છે.

મ્યુનિ. મિલ્કતવેરા વિભાગ. ૩૦પ૪ મિલ્કત સીલ કરી રૂા.ર૩.૪૦ કરોડની આવક મેળવી છે. આઠ તારીખે ૭ર૮ મિલ્કત સીલ સામે રૂા.૪.ર૯ કરોડની આવક થઈ છે. ગત્‌ નાણાકીય વર્ષમાં ૧ એપ્રિલથી આઠ માર્ચ સુધી મિલ્કત વેરાની આવક રૂા.૧૦ર૪.૪૯ કરોડ થઈ હતી

જેની સામે ચાલુ નાણાકીય વર્ષમાં આ જ સમયગાળા દરમ્યાન રૂા.૯૦૩.પ૧ કરોડની આવક થઈ છે. જે ગત્‌ વર્ષ કરતા રૂા.૧ર૦.૯૮ કરોડ ઓછી છે. પરંતુ સરકાર તરફથી પરત આપવામાં આવેલા રૂા.૮પ કરોડનો ઉમેરો કરવામાં આવે તો ચાલુ વર્ષમાં મિલ્કતવેરાની આવક રૂા.૯૮૮.પ૧ કરોડ થાય છે.

કોરોના અને લોકડાઉનના કારણે નાણાકીય વર્ષના પ્રથમ બે માસમાં પ્રોપર્ટી ટેક્ષ પેટે માત્ર રૂા.૩.૧ર કરોડની આવક થઈ હતી. ર૦૧૯-ર૦માં પ્રોપર્ટી ટેક્ષ પેટે કુલ રૂા.૧૦૭ર.પ૭ કરોડની આવક થઈ હતી. જયારે પ્રોફેશનલ ટેક્ષની આવક રૂા.૧૮ર.૮૪ કરોડ અને વ્હીકલ ટેક્ષની આવક રૂા.૮૮.૩૩ કરોડ હતી જેની સામે ચાલુ વર્ષમાં પ્રોફેશનલ ટેક્ષની આવક રૂા.૧પ૬.૭૩ કરોડ અને વ્હીકલ ટેક્ષની આવક રૂા.૮૦.૭૬ કરોડ થઈ છે.

ર૦૧૯-ર૦માં વિવિધ ટેક્ષ પેટે રૂા.૧૩૪૦.૪ર કરોડ મનપાની તિજાેરીમાં જમા થયા હતા જેની સામે વર્તમાન નાણાકીય વર્ષમાં રૂા.૧૧૪૧ કરોડ જમા થઈ ચુકયા છે. નવા હોદ્દેદારોની વરણી થયા બાદ છેલ્લા ૧પ દિવસ માટે પણ રીબેટ યોજના જાહેર થાય તેવી શક્યતા છે. રીબેટ યોજના જાહેર થશે તો પ્રોપર્ટી ટેક્ષની કુલ આવક રૂા.૧૧૦૦ કરોડને આંબી શકે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.