Western Times News

Gujarati News

મ્યુનિ. ટેક્ષ વિભાગે સીલ કરેલ મિલ્કતો પૈકી રર૦૦ મિલ્કત ધારકોએ પેમેન્ટ વિના સીલ તોડ્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ૨૨ એપ્રિલથી તબક્કાવાર એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે.

જેને નાગરિકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહયો છે જયારે ર૦ર૧-રર માં મિલ્કતવેરાની આવક વધારવા માટે જે મિલ્કતો સીલ કરવામાં આવી હતી તે પૈકી ૧૦ ટકા મિલ્કતો બાકી રકમ ભરપાઈ કર્યાં વિના જ ખુલી ગઈ છે જયારે માર્ચ મહિનામાં બારોબાર બીજાના ખાતામાં રકમ જમા ન થવાનું જે કૌભાંડ થયું છે તે મામલે તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અંદાજિત ૨.૩૬ લાખ લોકોએ લાભ લીધો છે. ૧ એપ્રિલ ૨૦૨૨થી ૧૩ મે સુધીમાં રૂ. ૨૪૩ કરોડની આવક થઈ છે.

 

જેમાં ૫૬ ટકા લોકોએ ઓનલાઈન પેમેન્ટ કર્યું છે. જેથી કહી શકાય કે એડવાન્સ ટેક્સ રિબેટ યોજનામાં ૫૦ ટકા લોકો હવે ઓનલાઇન માધ્યમથી પેમેન્ટ કરતા થયા છે. રૂ. ૨૪૩ કરોડની આવકમાં સૌથી વધુ ટેક્સ પશ્ચિમ ઝોનમાં રૂ. ૬૮ કરોડનો ભરાયો છે. જયારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં રૂા.પ૦ જયારે દ.પ. ઝોનમાં રૂા.૩૪ કરોડની આવક થઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)ના ટેક્સ વિભાગમાં માર્ચ મહિનામાં ૨૮૧ લોકોના રૂ. ૨.૨૬ કરોડ કોર્પોરેશનના ખાતામાં જમા થયા જ ન હોવાના કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવા આજે રેવન્યુ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. ટેક્સ વિભાગ અથવા ઇ ગર્વનન્સ વિભાગના અધિકારી ફરિયાદી બની પોલીસ ફરિયાદ નોંધાવશે. આ ઉપરાંત વિજિલન્સ તપાસ ઝડપથી કરવા માટે જણાવવામાં આવ્યું છે.

જાે ૧૫ દિવસમાં વિજિલન્સ કે પોલીસ ફરિયાદ નહીં થાય તો રેવન્યુ કમિટી ચેરમેન ફરી પત્ર લખી કાર્યવાહીની માગ કરશે. માર્ચ મહિનામાં ૨૮૧ લોકોના રૂ. ૨.૨૬ કરોડ કોર્પોરેશનના ખાતામાં જમા થયા ન હોવાના કૌભાંડ મામલે અધિકારીઓને પોલીસ ફરિયાદ કરવા માટે સૂચના આપી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં પ્રોપર્ટી ટેક્સની બાકી રકમની વસૂલાત માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૨૨૯૩૪ જેટલી મિલકતોને સીલ મારવામાં આવ્યા હતા જે પૈકી ૧૩૬ર૪ મિલ્કત ધારકોએ પુરેપુરુ ટેક્ષ ભરપાઈ કરતા તે મિલ્કતો ખોલવામાં આવી છે જયારે પ૩૧૧ મિલ્કતોનો ટેક્ષ બાકી હોવાથી જેમા હયાત સીલ છે જયારે ૨૨૧૨ જેટલી મિલકતોમાં અડધી રકમ ભરી છે અથવા રકમ ભર્યા વગર સીલ નથી કરવામાં આવી. આ મિલકતોને નોટીસ આપી અને ૧૫ દિવસમાં ટેક્સ નહીં ભરે તો તેમની સામે સિલિંગની કાર્યવાહી કરવામાં આવશે. ૧૩૬૨૪ જેટલી મિલકતોમાં પૂરા પૈસા નાગરિકોએ ભરી દેતાં તેમની મિલકતોના સીલ ખોલી દેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.