Western Times News

Gujarati News

મ્યુનિ.તિજાેરીમાં વિવિધ ટેક્ષ પેટે રૂા.૯૬૦ કરોડ જમા થયા

મિલ્કતવેરા વ્યાજ રીબેટ યોજના દરમ્યાન ૨૫ દિવસમાં રૂા.૧૦૧ કરોડની આવક થઈ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા વ્યાજ રીબેટ યોજના જાહેર કરવામાં આવ્યા બાદ મિલ્કતવેરાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. રીબેટ યોજનાના અમલીકરણ દરમ્યાન એક મહિના કરતા પણ ઓછા સમયમાં મિલ્કતવેરા પેટે રૂા.૧૦૦ કરોડની આવક થઈ છે. જ્યારે ગત વર્ષની કુલ આવકના ૭૦ ટકા કરતા વધુ આવક ટેક્ષ વિભાગને થી છે. નોંધનીય બાબત એ છે કે કોરોના અને લોકડાઉનના કારણે નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ટેક્ષ વિભાગને અત્યંત ઓછી આવક થઈ હતી. રાજ્ય સરકારની આત્મનિર્ભર યોજના અંતર્ગત આપવામાં આવેલા વળતરની રકમની ગણતરી કરવામાં આવે તો પ્રોપર્ટી ટેક્ષ પેટે ગત વર્ષ કરતા પણ વધુ આવક થઇ છે.

વૈશ્વિક મહામારી અને વૈશ્વિક મંદીના સમયગાળા દરમ્યાન મ્યુનિ.મિલ્કતવેરાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ૧૪ ડિસેમ્બર ૨૦૨૦થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૧ સુધી વ્યાજ રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ૧૨ જાન્યુઆરી સુધી મિલ્કતવેરા પેટે રૂા.૧૦૧ કરોડની આવક થઈ છે. નિષ્ણાંતોના મંતવ્ય મુજબ રીબેટ યોજના દરમ્યાન દૈનીક સરેરાશ રૂા.ચાર કરોડની આવક થાય છે. નાણાંકીય વર્ષની શરૂઆતના પ્રતમ ત્રણ માસ દરમ્યાન મિલ્કતવેરા પેટે માત્ર રૂા.૨.૩૭ કરોડની આવક થઈ હતી. અનલોકની શરૂઆત સાથે મનપા દ્વારા ૧લી જૂન ૨૦૨૦થી એડવાન્સ વ્યાજ રીબેટ યોજના જાહેર કરવામાં આવી હતી. તદુપરાંત રાજ્ય સરકારે પણ આત્મનિર્ભર યોજના અંતર્ગત કોમર્શીયલ મિલ્કતોનો ૨૦ ટકા રીબેટ આપવા જાહેરાત કરી હતી. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. તથા ૧લી જૂનથી ૧ ઓગસ્ટ દરમ્યાન માત્ર ત્રણ મહિનામાં જ મિલ્કતવેરા પેટે રૂા.૫૫૦ કરોડની નોંધપાત્ર આવક થઈ હતી.

સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી પ્રોપર્ટીટેક્ષની આવકમાં ઘટાડો જાેવા મળ્યો હતો. પરંતુ ૧૪ ડીસેમ્બરથી અમલી રીબેટ યોજનામાં રૂા.૧૦૧ કરોડની આવક થઇ છે. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષમાં ૧ એપ્રિલ-૨૦૨૦થી ૧૨ જાન્યુઆરી સુધી મિલ્કતવેરાની કુલ આવક રૂા.૭૬૯.૭૧ કરોડ થઇ છે. ગત નાણાંકીય વર્ષમાં આ જ સમયગાળા દરમ્યાન મિલ્કતવેરા પેટે રૂા.૮૧૧.૫૯ કરોડની આવક થઈ હતી. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત રૂા.૮૫ કરોડનું વળતર કરદાતાઓને ચૂકવ્યું છે. સદર રકમનો પ્રોપર્ટી ટેક્ષની આવકમાં ઉમેરો કરવામાં આવે તો ગત વર્ષ કરતા ચાલુ નાણાંકીય વર્ષમાં આવક વધુ થાય છે.

મ્યુનિ.ટેક્ષ ખાતાને ૨૦૧૯-૨૦માં કુલ રૂા.૧૩૪૦ કરોડની આવક થઈ હતી. જેમાં પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.૧૦૭૨.૯૪ કરોડ, પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂા.૧૮૨.૮૪ કરોડ તથા વ્હીકલ ટેક્ષ પેટે રૂા.૧૮૨.૮૪ કરોડ તથા વ્હીકલટેક્ષ પેટે રૂા.૮૪.૨૪ કરોડની આવક હતી. જેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં ૧૨ જાન્યુઆરી-૨૦૨૧ સુધી મિલ્કતવેરા પેટે રૂા.૭૬૯.૬૧ કરોડ, વ્યવસાય વેરા પેટે રૂા.૧૨૯.૬૯ કરોડ તથા વ્હીકલ ટેક્ષ પેટે રૂા.૬૧.૦૫ કરોડની આવક મળી કુલ રૂા.૯૬૦.૩૪ કરોડની આવક થઈ છે. આમ, ગત નાણાંકીય વર્ષની કુલ આવક સામે લગભગ ૭૨ ટકા આવક ૧૨ જાન્યુઆરી સુધી થઈ છે. ૩૧ જાન્યુઆરી સુધી રીબેટ યોજના ચાલુ રહેશે. તેથી પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.૫૦થી ૬૦ કરોડની આવક થવાનો અંદાજ છે. ફેબ્રુઆરી માસના અંતમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને નવી પાંચ સત્તા સંભાળશે તો નાણાંકીય વર્ષના અંતમાં રીબેટ યોજના જાહેર થઈ શકે છે. તેવા સંજાેગોમાં મિલ્કતવેરાની આવક રૂા.૧૨૦૦ કરોડને આંબી શકે છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.