Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગનો લક્ષ્યાંક લગભગ પૂર્ણ

File

ર૦૧૯-ર૦ના રૂ.૧૦પ૦ કરોડના અંદાજ સામે રૂ.૧૦૪ર કરોડની આવક: રીબેટ યોજના દરમ્યાન રૂ.ર૩૦ કરોડની આવક થઈ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ દ્વારા નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦નો લક્ષ્યાંક લગભગ પૂર્ણ થવા આવ્યો છે. ગત નાણાકીય વર્ષમાં મિલ્કતવેરા વિભાગની રૂ.૯પ૧ કરોડની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી તેથી મ્યુનિ.કમીશ્નરે ર૦૧૯-ર૦માં મિલ્કતવેરા વિભાગને રૂ.૧૦પ૦ કરોડનો લક્ષ્યાંક આપ્યો હતો. જે પૂર્ણ થવા આવ્યો છે. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી દ્વારા રીબેટ યોજનામાં વળતરની સુધી લંબાવવામાં આવી હોવાથી તેનો લાભ પણ પ્રોપર્ટી ટેક્ષ વિભાગને મળી રહયો છે. મિલ્કતવેરાના જુના-નવા લેણાની વસુલાત માટે સીબીંગ ઝુંબેશપર ઓછો ભાર આપીને વસુલાત તરફ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેના સારા પરીણામ તંત્રને મળી રહયા છે.

મ્યુનિ.કોર્પોરેશનના ચોપડે મિલ્કતવેરા પેટે રૂ.૩૭૦૦ કરોડનો લેણા બાકી છે. જેમાં જુની ફોર્મ્યુલાના ૪૩૦ કરોડનો પણ સમાવેશ થાય છે. મિલ્કત વેરાના બાકી લેણાની વસુલાત તંત્ર દ્વારા રીબેટ યોજના અને સીબીંગ ઝુંબેશ એમ બંને નો સહારો લેવામાં આવે છે. ગત નાણાંકીય વર્ષમાં કમીશ્નરે રીબેટ યોજના જાહેર કરવા સ્પષ્ટ ના પાડી હતી

તેથી ટેક્ષ ખાતા દ્વારા સઘન સીબીંગ ઝુંબેશ કરવામાં આવી હતી જેના પરીણામે મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત મિલ્કતવેરા પેટે રૂ.૯પ૧ કરોડની આવક થઈ હતી. જયારે પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂ.૧૭૪.૩૪ કરોડ અને વ્હીકલ ટેક્ષ પેટે રૂ.૯૧.૮૬ કરોડની આવક થઈ હતી. ર૦૧૮-૧૯ના વર્ષમાં મનપાને ટેક્ષ પેટે કુલ રૂ.૧ર૧૭ કરોડની આવક થઈ હતી. જેની સામે ર૦૧૯-ર૦ માં ૧૩ માર્ચ સુધી ટેક્ષ પેટે રૂ.૧૩૦૪ કરોડની આવક થઈ છે. જેમાં મિલ્કતવેરા પેટે રૂ.૧૦૪ર કરોડની આવક થઈ છે. મ્યુનિ.મિલ્કતવેરા વિભાગને ર૦૧૯-ર૦ માં રૂ.૧૦પ૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જે પૂર્ણ કરવામાં માત્ર રૂ.આઠ કરોડ બાકી રહે છે. જે ૧૬ માર્ચ સુધી પૂર્ણ થવાની અપેક્ષા વિભાગના અધિકારીઓને છે.

મ્યુનિ.ટેક્ષ વિભાગે ૧૩ માર્ચ સુધી રૂ.૧૩૦૪ કરોડની આવક મેળવી છે. જેમાં પ્રોફેશનલ ટેક્ષ પેટે ૃરૂ.૧૭૯.૮૩ કરોડ અને વ્હીકલ ટેક્ષ ની રૂ.૮ર.રર કરોડનો પણ સમાવેશ થાય છે. મ્યુનિ. કોર્પોરેશને ગત નાણાકીય વર્ષમાં પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂ.૧૬૬.૦પ કરોડની આવક થઈ હતી. જેની સામે ચાલુ વર્ષમાં રૂ.૧૩.૭૮ કરોડની વધુ આવક થઈ છે. જયારે વ્હીકલ ટેક્ષની આવકમાં ૧૩ માર્ચ સુધી રૂ.પ.૬૩ કરોડનો ઘટાડો થયો છે.

મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટીની મંજૂરી બાદ ૧૬ જાન્યુઆરીથી અમલી ટેક્ષ રીબેટ યોજના દરમ્યાન મિલ્કતવેરા પેટે રૂ.ર૩૦ કરોડની નોધપાત્ર આવક થઈ છે. જેમાં સીબીક સેન્ટરમાં ૧૭પ૭૬ર કરદાતાઓએ રૂ.ર૦૦ કરોડ જયારે ઓનલાઈન રૂ.ર૮ કરોડ જમા કરાવ્યા છે.
મ્યુનિ.મિલ્કતવેરા વિભાગ દ્વારા ર૦૧૯-ર૦ના વર્ષમાં ખૂબ જ ઓછી મિલ્કતોને જ સીલ કરવામાં આવી છે. ટેક્ષ ખાતાએ ર૦ જાન્યુઆરીથી સીબીંગ કાર્યવાહી શરૂ કરી હતી. ૧૩ માર્ચ સુધી ૧ર૩૩૧ મિલ્કતો સીલ કરી છે. મધ્યઝોનમાં પ૮૯, ઉત્તરઝોનમાં ૧૩૬૭, દક્ષિણઝોનમાં ૧૯૦પ, પૂર્વઝોનમાં ૧પ૯૦, પશ્ચિમઝોનમાં ૧૯૩૭, ઉ.પ.ઝોનમાં ર૭૯૭ તથા દ.પ.ઝોનમાં ર૧૪૬ મિલ્કતો સીલ કરવામાં આવી છે.

ર૦૧૮-૧૯માં ૧૩ માર્ચ સુધી મિલ્કતવેરા પેટે રૂ.૮૧૪.૬૦ કરોડની આવક થઈ હતી. જેની સામે ર૦૧૯-ર૦માં ૧૩ માર્ચ સુધી રૂ.૧૦૪ર કોરડની
ધરખમ આવક થઈ છે. જે ગત વર્ષની સરખામણીમાં લગભગ ર૮ ટકા વધારે છે. તેવી જ રીતે પ્રોફેશનલ ટેક્ષની આવકમાં પણ આઠ ટકાનો વધારો જાવા મળ્યો છે. જયારે ટેક્ષની કુલ આવકમાં રર ટકાનો વધારો થયો છે. મ્યુનિ.કમીશ્નરે “ખાલી બંધ” યોજના બંધ કરી છે. અન્યથા મિલ્કતવેરાની આવક રૂ.૧ર૦૦ કરોડને પાર કરી શકે છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.