મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષના ઉંચા વ્યાજ માટે કોને “પાસા” થશે ?

સોસાયટી હોદ્દેદારોને કો-ઓર્ડીનેટર બનાવવાનો “કાળો કાયદો” રદ કરવા કોંગી કોર્પાેરેટરની માંગણી
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના વ્યાપને નિયંત્રણમાં લેવા માટે રોજ નવા નિયમો જાહેર કરવામાં આવે છે. તાજેતરમાં ૨૭ વિસ્તારોમાં રાત્રે દસ વાગ્યા બાદ દુકાનો બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
જ્યારે થોડા દિવસ અગાઉ ખાનગી સોસાયટીના ચેરમેન-સેક્રેટરીને કોરોના કો-ઓર્ડીનેટર તરીકેની ફરજીયાત કામગીરી સોંપવામાં આવી છે. જેને કોંગ્રેસ પક્ષ દ્વારા “કાળો કાયદો” જાહેર કરવામાં આવ્યો છે.
જ્યારે મિલકત વેરા પેટે વસૂલ કરવામાં આવતા ઉંચા વ્યાજના કારણે કોર્પાેરેશનના અધિકારીઓને પાસા કરવાના કટાક્ષ પણ વિપક્ષી નેતા દ્વારા કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ગત શુક્રવારે મળેલી માસિક સામાન્ય સામાન્ય સભામાં કોંગી કોર્પાેરેટર જે.ડી.પટેલે મિલ્કતવેરાના વ્યાજમાં રાહત આપવા રજુઆત કરી હતી.
તેમના જણાવ્યા મુજબ કોરોનાના કારણે વિશ્વ આર્થિક મંદીમાં સપડાયું છે. ભારત દેશ પણ મંદીનો સામનો કરી સામનો કરી રહ્યું છે. લોકો નોકરી ગુમાવી રહ્યાં છે તથા બે ટંકના ભોજન માટે પણ તકલીફ થઈ રહી છે તેવા સંજાેગોમાં નાગરીકો પાસેથી ૧૮ ટકા વ્યાજ લેવામાં આવે તે યોગ્ય નથી.
મ્યુનિ.કોર્પાેરેશને વ્યાજમાં ઘટાડો કરવા માટે બે વખત ઠરાવ કરીને રાજ્ય સરકારને મોકલ્યા છે. તેમ છતાં વ્યાજમાં ઘટાડો થયો નથી તેથી જરૂરી લાગે તો ત્રીજી વખત ઠરાવ કરી મોકલવામાં આવે અથવા સર્વદળીય પ્રતિનિધિ મંડળ રૂબરૂ જઈને રજૂઆત કરે તેવી માંગણી તેમણે કરી હતી.
મિલ્કત વેરાના ઉંચા વ્યાજ અંગે કોંગી કોર્પાેરેટરની રજૂઆત કરી રહ્યાં હતાં તે સમયે વિપક્ષી નેતા દિનેશ શર્માએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ઉંચા વ્યાજ વસુલ કરનારને પાસા કરવાનો કાયદો અમલી થયો છે તેથી મ્યુનિ.કોર્પાેરેશનમાં કોને પાસા થશે ? વિપક્ષ નેતાના સદર નિવેદન બાદ સભાગૃહમાં રમુજ ફેલાઈ હતી.
શહેરમાં કોરોનાને નિયંત્રણમમાં લેવા માટે ખાનગી-કોર્પાેરેટ ઓફીસોમાં કો-ઓર્ડીનેટરની નિમણૂંક કરવાનો નિયમ જાહેર કરવામાં આવ્યા બાદ ખાનગી સોસાયટી માટે પણ સદર નિયમ ફરજીયાત કરવામાં આવ્યો છે. કોંગી કોર્પાેરેટર ડી.પટેલે આ નિયમને “કાળો કાયદો” ગણાવી તેને રદ કરવા માંગણી કરી હતી. તેમના જણાવ્યા મુજબ પોલીસ વિભાગ તથા મ્યુનિ.કોર્પાેરેશનની વાત ન માનતા નાગરીકો ચેરમેન-સેક્રેટરીની વાત કેવી રીતે માનશે ?
આ તમામ જવાબદારી મ્યુનિ.કોર્પાેરેશનની છે. મ્યુનિ.અધિકારીઓ તેમની જવાબદારી પૂર્ણ કરી શકતા ન હોવાથી ખાનગી સોસાયટીના હોદ્દેદારો પર દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યાં છે. મોટી ટાઉનશીપમાં રોજ મોટી સંખ્યામાં નાગરીકોની અવર જવર રહેતી હોય છે. શું ચેરમેન-સેક્રેટરી તેમના નોકરી-ધંધા છોડીને તમામના પરીક્ષણ કરશે ?
કોર્પાેરેશનના આ નિયમના કારણે ખાનગી સોસાયટીઓમાં આંતરીક વિખવાદ થવાની પણ શક્યતા રહે છે. તેથી આવા કાયદાને રદ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
![]() |
![]() |
કોંગી કોર્પાેરેટર જે.ડી.પટેલે તૂટેલા રોડ, પ્રદૂષિત પાણી અને ડ્રેનેજ ડીશીલ્ટિંગના મામલે પણ આક્રમક રજૂઆત કરી હતી.
શહેરા તૂટેલા રોડ મામલે ગરબા થાય તે સ્માર્ટ સીટીના શાસકો માટે શરમજનક છે. પૂર્વ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યા વકરી રહી છે. ડ્રેનેજ માટે સી.સી.ટી.વી.થી ડીશીલ્ટિંગના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે તે બાબત જગજાહેર છે તેમ છતાં પગલાં લેવામાં આવતાં નથી. તેમ તેમણે અમદાવાદ શહેરના ૧૯૨ કોર્પાેરેટરો માસિક સામાન્ય સભામાં પ્રજાકીય પ્રશ્નોની રજૂઆત કરી છે
તથા તે અંગે ચિંતન કરે છે પરંતુ તેના કોઈ ઉકેલ પાંચ-પાંચ વર્ષ સુધી આવતાં નથી. કોરોનાકાળમાં ચીકનગુનીયા, ડેન્ગ્યુ, ઝેરી-મેલેરીયાના કેસ છુપાવવામાં આવી રહ્યાં છે. નાગરીકોને “કોરોના”નો ડર બતાવી મચ્છરો અને મચ્છરજન્ય રોગચાળાની સાચી હકીકતથી વાકેફ કરવામાં આવતા નથી. અધિકારીઓ “સહી સલામત”ના દાવા કરી રહ્યાં છે. પરંતુ સાચા આંકડા કોર્પાેરેટરોને પણ આપવામાં આવતા નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.