Western Times News

Gujarati News

મ્યુનિ.ફાયર વિભાગ આધુનિક સાધનોથી સજ્જ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ફાયર વિભાગે નવા અને આધુનિક સાધનો વસાવ્યાં છે. સાંકડી ગલી તથા અન્ય જે સ્થળે મોટા વાહનો ના જઈ શકે તેવા સ્થળે તાત્કાલિક સ્થળે જઈ શકે છે.

મ્યુનિ.ચીફ ફાયર ઓફિસર દસ્તુરનાં જણાવ્યાં મુજબ અંદાજીત રૂ.૩ કરોડના ખર્ચે વિવિધ સુવિધા અને સંપૂર્ણ સિસ્ટમ, જેમાં ૫૦૦૦ લીટર પાણીની ટાંકી, ૫૦૦ લીટર હાઈ પ્રેશર હોઝ, ૪૦૦ લિટર પ્રતિ ૧૦૦ કિ.ગ્રા.પ્રેશરનો પ્રેશરનો પમ્પની ક્ષમતા, ૩૦૦ મીટરના અંતર ૬ઠ૬ ઓલ વ્હીલ ડ્રાઈવ રીમોટ કંટ્રોલથી ઓપરેટર કરી શકાય તેવો રોબોટ, બેટરી ઓપરેટર ગેન્ટ્રી સાથે ૧૦.૫ મીટર એક્સ્ટેન્શન લેડર, જમીનથી ૮ મીટરની ઊંચાઈ સુધી જઈ શકે તેવી ૧૪૪૦ વોટની એલ.ઈ.ડી.ફ્લડ લાઈટની સુવિધા, ધુમાડામાં ફસાયેલી વ્યક્તિ અથવા આગને શોધી શકે તે રીતનું અદભૂત ફોર-કે અને થર્મલ ઈમેઝીંગ કેમેરાથી ઈન્સ્ટોલેશન જેવી હાઈ પ્રેશર વિશિષ્ટ પ્રકારની ક્ષમતા ધરાવતાં શેષનાંગ હાઈપ્રેશર મીસ્ટ ફાયર ટેન્કરનું લોકાર્પણ કરવામાં આવેલ છે.

માત્ર ૩ મિનિટમાં ઓપરેટર કરી શકાય ૨ કિ.મી.ના અંતરે તેમજ ૧૫૦ મીટરની ઊંચાઈ ઉપર જઈ શકે તેવા ડ્રોનને ફાયર સિક્યોરીટી એસોસીએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત ચેપ્ટર દ્વારા ભેટ કરવામાં આવ્યું છે. આ ડ્રોન સિસ્ટમ ઈમારતોમાં થયેલ ધુમાડાને અસરકારક રીતે વેન્ટીલેટ કરી શકે છે. ઈમારતોમાં આગ-ધુમાડો, અને ફસાયેલી વ્યક્તિને શોધી શકે છે જેના કારણે બચાવ અને ફાયર ફાઈટીંગની કામગીરી ઝડપી થઈ શકે છે.આ સાધનોનાં લોકાર્પણ શહેર મેયર બિજલબેન પટેલનાં હસ્તે કરવામાં આવ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.