મ્યુનિ. બજેટ બેઠક ઓફલાઈન બોલાવવા કોંગ્રેસની રજુઆત
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરના ડ્રાફટ બજેટને સ્ટેન્ડીંગ કમિટીએ રૂા.પ૭૬ના સુધારા સાથે મજુર કર્યુ છે. તથા આગામી ૧પમી એપ્રિલે બજેટ ચર્ચા માટે ઓનલાઈન બેઠક બોલાવી છે. જેનો વિરોધ કરવા તેમજ ઓફલાઈન બેઠક બોલાવવાની માંગણી સાથે કોંગી કોર્પોરેટરોએ મેયરને આવેદન પત્ર આપ્યુ હતુ.
મ્યુનિસિપલ ચૂંટણી બાદ વિપક્ષી નેતાની ખુરશી માટે કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસની કરૂણતા એ છે કે શાસક પક્ષ તરફથી રજુ કરવામાં આવેલા સુધારા બજેટનો વિરોધ કરનાર પણ કોઈ નેતા કે કોર્પોરેટર આવ્યા નહોતા. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું એકહથ્થુ શાસન ચાલી રહ્યુ છે.
તેમ માનવામાં આવે છે. શાસક પક્ષના સુધારા બજેટ બાદ પ્રણાલી મુજબ વિપક્ષ તરફથી પણ બજેટ રજુ કરવામાં આવે છે. તથા તે અંગે બજેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવે છે. શહેર મેયર કીરીટભાઈ પરમારે ૧પમી એપ્રિલે ઓનલાઈન બજેટ બેઠક બોલાવી છે. તેથી ઈન્ચાર્જ શહેર પ્રમુખની વિનંતી બાદ કોંગ્રેસના ર૪ પૈકી ૧૭ કોર્પોરેટરો ચુંટણી બાદ પ્રથમ વખત મ્યુનિસિપલ ભવન કાર્યાલય ખાતે એકત્રિત થયા હતા. તથા પ્રજાકીય પ્રશ્નોની તંદુરસ્ત ચર્ચા થઈ શકે તે માટે ઓફલાઈન બેઠક માટે રજુઆત કરી હતી.
કોરોના મહામારીના કારણે આરટીપીસીઆર ટેસ્ટ તમજ તમામ ગાઈડલાઈન્સના અમલ માટે કોંગી કોર્પોરેટરોએ ‘અભયવચન’ પણ આપ્યુ હતુ. મેયરને મળનાર પ્રતિનિધિ મંડળમાં પૂર્વ વિપક્ષી નેતા કમળાબેન ચાવડા, ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખ, મકતમપુરા ના કોર્પોરેટર હાજીભાઈ, ચાંદખેડાન્ ાા કોર્પોરેટર રાજશ્રીબેન કેસરી હાજર રહ્યા હતા. જાે કે મેયરને મળ્યા બાદ પણ ચર્ચાનો મુખ્ય વિષય વિપક્ષનું બજેટ કોણ તૈયાર કરશે?
અને કોણ રજુ કરશે? એ રહ્યો હતો. પાર્ટી દ્વારા વિપક્ષી નેતાની નિમણુંક થઈ ન હોવાથી શાસક પક્ષ સામે બજેટ કેવી રીતે રજુ કરવુ? એ અને જાે વિપક્ષ દ્વારા બજેટ રજુ કરવામાં આવે તો બોર્ડમાં ચર્ચાને કોઈ જ અવકાશ રહેતો નથી.