Western Times News

Gujarati News

મ્યુનિ. બોર્ડમાં પ્રિ-મોન્સુન પ્લાન મામલે કોંગ્રેસના આકરા પ્રહારો

File

ભાજપ પક્ષ નેતાએ કરેલા ગંભીર આક્ષેપ સામે કોગ્રેસનું ભેદી મૌન

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે. પરંતુ તેનો કોઈ જ અમલ થતો નથી. ઈજનેર અધિકારીઓ અને કોન્ટ્રાકટરોના મેળાપીપણા હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જાય છે. તથા ભુવા પડે છે. જેના માટે મ્યુનિ. શાસકો જવાબદાર હોવાના આક્ષેપ કોગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.

જયારે કોગ્રેસના કોર્પોરેટરો જે તે કોન્ટ્રાકટરોને ફોન કરી તે ઉઘરાણી કરે છે. અને કામ ન થાય તો બોર્ડમાં રજુઆત કરી રહયા હોવાના આક્ષેપ ભાજપે કર્યા હતા.

મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં વિપક્ષી નેતા દિનેશ શર્માએ પ્રિ-મોન્સુન એકશન પ્લાનની પોલ ખોલતા જણાવ્યું હતું કે એકશન પ્લાનના નામે માત્ર કેચપીટો જ સફાઈ થાય છે. જયારે મેનહોલ અને વરસાદી નાળાની સફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે. ઉત્તરઝોનમાં અનિલ સ્ટાર્ચ થી અવેરેસ્ટ ચાર રસ્તા અને રખીયાલ થી ચામુંડા ચારરસ્તા સુધીના વરસાદી ગરનાળાની બે વર્ષથી સફાઈ કરવામાં આવી નથી. જેના પરિણામે આ વિસ્તાર જળબંબાકાર થઈ જાય છે. અમદાવાદ શહેરનું ક્ષેત્રફળ ૪૬૬ ચો.કી.મી.છે.
જેની સામે ૯પ૦ કિ.મી.ની સ્ટ્રોમ લાઈન છે. જેમાં પણ ડ્રેનેજ લાઈનોના ગેરકાયદેસર જાડાણ છે. મ્યુનિ.શાસકોની બેદરકારીના કારણે અનઅધિકૃત જાડાણ થઈ રહયા હતા. તેમ છતાં પ્રિ-મોન્સુન પ્લાન અંતર્ગત સ્ટ્રોમ લાઈન ના ડીશીલ્ટીંગ કરવામાં આવતા નથી ભૂતકાળમાં જેતે વોર્ડ ના કોર્પોરેટરોને પ્રિ-મોન્સુનની કામગીરી અને ઉપલબ્ધ સાધનોની માહિતી આપવામાં આવી હતી જે બંધ કરવામાં આવી છે. પ્રજા ના ચુંટાયેલા પ્રતિનિધિ માત્ર પ્રેક્ષક બની ને રહી ગયા છે.

મ્યુનિ.શાસકો અને વહીવટીતંત્ર પાસે પાણી ભરાવાના સ્પોટની તમામ વિગતો છે. તેમ છતાંતે અંગે કોઈ નકકર આયોજન થતા નથી. તથા એકશન પ્લાનના નામે કરોડો રૂપિયાનું આંધણ થાય છે. મ્યુનિ.શાસકો સ્માર્ટસીટીના બણગાં ફુંકી રહયા છે. પરંતુ ર૦ ટકા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનો નથી તેમજ અનેક વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર લાઈનો પણ નથી. તે શરમજનક બાબત છે.

રાજય સરકારે ૩૧ મે પછી ખોદકામ ન કરવા માટે પરીપત્ર કર્યા છે. મ્યુનિ. કોર્પોરેશન પણ દર વર્ષે આ મતલબ ની જાહેરાત કરે છે. તેમ છતાં હજી સુધી ઠેર-ઠેર ખોદકામ ચાલી રહયા છે. મ્યુનિ. વહીવટીતંત્ર દ્વારા કોઈપણ કામ સમયસર શરૂ કરવામાં આવતા નથી. દર વર્ષે આ જ પધ્ધતિથી કામ થાય છે. તથા પ્રજાના નાણા વેડફાઈ રહયા છે. પ્રિ-મોન્સુન એકશન પ્લાનના અમલમાં પણ વ્યાપક ગેરરીતિ ચાલી રહી ે. અધિકારીઓ તેમના માનીતા કોન્ટ્રાકટરો પાસેથી કામ શરૂ કરાવે છે.

ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા થાય છે. જેમાં નિયત કોન્ટ્રાકટર ને જ કામ આપવામાં આવે છે. દર વર્ષે આઠ અંડરપાસમાંથી પાણીનો નિકાલ કરવાના કોન્ટ્રાકટર આપવામાં આવે છે તે બાબત જગજાહેર છે. તેમ છતાં અંતિમ દિવસોમાં ટેન્ડર મંજૂર થવાની અપેક્ષાએ કામ શરૂ કરાવવામાં આવે છે. આઠ અંડરપાસ શરૂ કરાવવામાં આવે છે. આઠ અંડરપાસ ના કામ માટે ર૦૧૭માં રૂ.ર૬.પ૯ લાખ નો કોન્ટ્રાકટર આપવામાં આવ્યો હતો. જયારે ર૦૧૯-માં તેના માટે રૂ.૪ર.પ૦ લાખચુકવવામાં આવશે.

નોધનીય બાબત એ છે કે ર૦૧૮ અને ર૦૧૯ માં જે બે સંસ્થાઓને કામ સોપવામાં આવ્યું છે તેના માલિક એક જ છે. વિપક્ષી નેતા ની સદ્દર રજુઆત બાદ ભાજપ નેતા અમીતશાહે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ૧૯ર કોર્પોરેટરોમાંથી એક માત્ર વિપક્ષી નેતા ને જ જે તે કંપની અને ના માલિક કોણ છે ? તેની ખબર હોય છે. તેની સામે વિપક્ષી નેતા એ પણ રજુઆત કરતા જણાવ્યું હતું કે તમે સીંગલ ટેન્ડર અને માનીતા કોન્ટ્રાકટરોને જે કામ આપી રહયા હોવાથી ધ્યાન રાખવાની ફરજ પડી રહી છે.!

મ્યુનિ. બોર્ડની સામાન્ય સભાના ઝીરો અવર્સ દરમ્યાન આક્ષેપ-પ્રતી આક્ષેપો નો પણ દૌર ચાલ્યો હતો. કોગી નેતા દિનેશ શર્મા તેમની રજુઆત કરી રહયા હતા ત્યારે ભાજપના કોપોરેટર બીપીન પટેલ અચાનક ઉભા થઈ ગયા હતા. તથા તમે ઘણા સમયથી ખોટા આક્ષેપ કરી રહયા છો હવે સહન થતું નથી. તેવી રજુઆત કરી હતી જેના જવાબ સહન થતું ન હોય તો દરવાજા ખુલ્લા છે.
બહાર ચાલ્યા જાઓ તેવા કટાક્ષ વિપક્ષી નેતાએ કર્યો હતો. કોગી નેતા રજુઆત કરી રહયા હતા ત્યારે સ્ટેન્ડીંગ ચેરમેન અને પક્ષ નેતા વારંવાર ઉભા થઈ ને દલીલો કરતા હતા. ત્યારે કોગ્રેસના પૂર્વનેતા બદરૂદીન શેખે મેયરને કટાક્ષ કરતા કહ્યું હતું કે બોર્ડ કોણ ચલાવી રહયું છે. તે જ ખબર પડતી નથી.

કોગ્રેસ દ્વારા સીંગલ ટેન્ડર અને માનીતા કોન્ટ્રાકટરો મામલે આક્ષેપો થતા અકળાઈ ઉઠેલ ભાજપ નેતા અમીત શાહે “તમે કોન્ટ્રાકટરો ને પહેલા ફોન કરો છો અને કામ ન થાય ત્યારે બોર્ડમાં રજુઆત કરો છો.” તેવા આક્ષેપ કર્યા હતા. જેને કોર્પોરેશનના ઈતિહાસમાં સૌથી મોટો ગંભીર આક્ષેપ માનવામાં આવી રહયો છે. જા કે, કોગી નેતા અને કોર્પોરેટરોએ અગમ્ય કારણોસર મૌન રહેવાનું પસંદ કર્યું હતું. તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.