Western Times News

Gujarati News

મ્યુનિ. ભવનમાં બારે મહીના પ્રજાના રૂપિયે દિવાળી

File

ગાંધીનગરના આયાતી અધિકારીઓના બેફામ ખર્ચ પ્રજાના કામ માટે આપવામાં આવેલી નાણાંકીય સત્તાનો દુરૂપયોગ કરી ઉચ્ચ અધિકારીએ બંગલા રીનોવેશન માટે કરોડ રૂપિયાના ખર્ચ કર્યા

 

 

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : અમદાવાદ શહેરના ર૦ લાખ કરદાતાના પરસેવાની કમાણીનો ધુમાડો કેવી રીતે થઈ રહયો છે તે જાવા માટે મ્યુનિ. કોર્પોરેશનના દાણીપીઠ કાર્યાલય ની મુલાકાત લેવી જરૂરી છે. શહેરના નાગરીકો સારા રોડ, પીવાલાયક પાણી, સ્ટ્રીટ લાઈટ, શ્રેષ્ઠ પરિવહન સેવા શ્રેષ્ઠ સરકારી શિક્ષણ અને સારવાર જેવી સવલતો માટે વેરા ભરી રહયા છે.

પરંતુ અમદાવાદના ર૦ લાખ કરદાતા કે ૬પ લાખ નાગરીકો માટે પ્રાથમિક સુવિધા સ્પષ્ટ સમાન બની રહી છે. જુનું મુખ્ય કારણ, વેરાના નાણાંનો બેફામ થઈ રહેલ દુર્વવ્ય છે. મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખ તથા ઉચ્ચ અધિકારીઓ પ્રજાના રૂપિયે રાજા-મહારાજા જેવી સાહ્યબી ભોગવી રહયા છે. જેનો સાક્ષાત્કાર મ્યુનિ. કોર્પોરેશનના દાણાપીઠ કાર્યાલય ખાતે થઈ શકે છે.

મ્યુનિ.કમીશ્નર અને મેયર બિરાજમાન થાય છે તે “સી” બ્લોકમાં ૧ર૮ એ.સી. અને ૨૦૦૦ લાઈટો

 

દાણાપીઠ એ-બ્લોક (હેરીટેજ), બી-બ્લોક તથા ડી-બ્લોક ખાતે હયાત એ.સી. મશીનો, વોટર કુલર, વોટર પ્યોરીફાયર તથા રેફ્રિજરેટરની વિગત

મશીનોની વિગત

૧.પ ટન

ર.૦ ટન

  વોટર કુલ

વોટર  પ્યોરીફાયર

  રેફ્રિજરેટર

એ-બ્લોક (હેરીટેજ)

૪ 

ર 

– 

૧ 

બી-બ્લોક

૪૬

ર૭ 

૧૪ 

૧૪ 

ડીબ્લોક

૧ર 

૭ 

– 

જેમાં ઓફીસ દીઠ પાંચ થી સાત એ.સી.મશીનો અને ૩૦ કરતા વધુ લાઈટો “પ્રજાના સેવકો” માટે નાંખવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશનના દાણાપીઠ કાર્યાલય કેમ્પસમાં કુલ ચાર બિલ્ડીંગ છે. જેમાં “એ” બિલ્ડીગ ને હેરીટેજ જાહેર કરવામાં આવ્યું છે. તથા તેનો કોઈ જ વપરાશ થતો નથી. કેમ્પસ ના “બી” બિલ્ડીંગમાં અલગ-અલગ વિભાગની ઓફીસો છે.

જયારે “સી” બ્લોકમાં મ્યુનિ. કમીશ્નર ડે. મ્યુનિ. કમીશ્નર, મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, સબ કમીટી ચેરમેન, પક્ષ નેતા, વિપક્ષ નેતા તથા ભાજપ-કોગ્રેસના કાર્યાલય છે. જયારે “ડી” બ્લોકમાં મધ્યઝોનની ઓફીસ છે. શહેરના મેયર, કમીશ્નર ડે. મ્યુનિ.કમીશ્નરો તથા અન્ય અધિકારી-પદાધિકારીઓ જે “સી” બ્લોકમાં બેલી ને પ્રજાની સેવા કરી રહયા છે.

 

દાણાપીઠ સી-બ્લોક

અનું.નં.

 મશીનની વિગત

 કુલ સંખ્યા

૧.પ ટન એ.સી.મશીન

૧૦૧

ર.૦ ટન એ.સી. મશીન

ર૭

 વોટર કુલર

 ૧૧

 વોટર પ્યોરીફાયર

૧૧

 રેફ્રિજરેટર

૧૬

તેમાં “પ્રજા સેવકો” માટે કુલ ૧ર૮ એ.સી. મશીનો લગાવવામાં આવ્યા છે. જેમાં ૧.પ ટનના ૧૦૧ તથા બે ટનના ર૭ એ.સી.નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય બાબત એ છે કે “સી” બ્લોકમાં ૩ર૦ એચ.પીનો સેન્ટ્રલ એ.સી.પ્લાન્ટ પણ છે. જે તમામ મહાનુભાવો ની ઓફીસમાં સેન્ટ્રલ એ.સી.ની સુવિધા છે. તેમાં છતાં અલગથી ૧.પ ટન અને બે ટનના એ.સી. નાંખવામાં આવ્યા છે. દાણાપીઠ કેમ્પસના “એ” બ્લોકનો વપરાશ બંધ છે. તેમ છતાં તેમાં ૧.પ ટનના ૦૪ અને બે ટનના ૦ર મળી કુલ ૦૬ એ.સી. મશીન છે.

તદ્‌ઉપરાંત એક રેફ્રીજેટર અને એક વોટરપ્યોરી ફાયર પણ “એ” બ્લોકમાં છે. જેનો ઉપયોગ વર્ષમાં બે થી ત્રણ વખત જ થતો હશે “બી” બ્લોકમાં તમામ વિભાગના એચઓડીની ઓફીસો છે.તેમાં કુલ ૭૩ એ.સી. મશીન છે. “બી” બ્લોકના પાંચ માળમાં ૧.પ ટનના ૪૬ તથા બે ટનના ર૭ એ.સી. છે. જયારે ૧૪ વોટરકુલર ૧૪ વોટર પ્યોરી ફાયર અને ૦ર નંગ ફ્રીજ છે. વોટરકુલર અને વોટર પ્યોરી ફાયર જરૂરી છે. પરંતુ પાંચ માળમાં ૭૩ એ.સી. મશીન ને પ્રજાના રૂપિયાનો ધુમાડો જ કહેવામાં આવે છે.

દાણાપીઠ સી-બ્લોક ખાતે હયાત લાઈટોની સંખ્યા (એલઈડી)

માળ

 ૧૫ વોલ્ટ

૧૮ વોલ્ટ

૨૪ વોલ્ટ

૨૬ વોલ્ટ

૩૬ વોલ્ટ (ટ્યુબલાઈટ)

ગ્રાઉન્ડ ફ્લોર

૩૨

૨૭

પહેલો માળ

 ૧૨૭

૨૨

૧૪૮

બીજા માળ

 ૧૬૩

૨૪

૫૯

ત્રીજા માળ

 ૧૪૯

૬૨

૧૦

૧૧

૧૦૧

ચોથો માળ

૪૮

૧૫૦

૧૩૫

પાંચમો માળ

૫૯

 ૧૨૧

૧૩૦

છઠ્ઠો માળ

૫૩

૪૨

૧૭૪

કુલ

 ૬૩૧

૮૬

૩૭૨

૧૧

૭૫૫

પાર્કિગ સેલરમાં ૫૦ નંગ ૧૮ વોલ્ટ એલ.ઈ.ડી.ટ્યુબલાઈટ નાંખવામાં આવી છે.

જયારે મધ્યઝોનની ઝોનલ ઓફીસ સમાન “ડી” બ્લોકમાં કુલ ૧૯ એ.સી. મશીન છે. જેમાં ૧.પ ટન ના ૧ર તથા બે ટનના ૦૭ એ.સી.મશીનનો સમાવેશ થાય છે. “ડી” બ્લોકના પાંચ માળમાં પાંચ વિભાગ છે.  જેમાં ૧૯ એ.સી. છે. નોધનીય બાબત એ છે કે “ડી”બ્લોકમાં પ્રજા માટે વોટર કુલર તથા વોટર પ્યોરી ફાયર મુકવામાં આવ્યા નથી. પરંતુ બાબુઓ માટે ફ્રીજ મુકવામાં આવ્યા છે !

મ્યુનિ.કોર્પોરેશનમાં બિરાજમાન ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઓફીસમાં ઓછામાં ઓછા ત્રણથી પાંચ એ.સી. મશીન છે તેમજ આ મહાનુભાવોને ઘરેથી ઓફીસ આવવા -જવા માટે રૂ.૧પ થી ર૦ લાખની ગાડીઓ પણ પ્રજાના રૂપિયા આપવામાં આવી છે. આ તમામ મહાનુભાવો જે “સી” બ્લોકમાં પ્રજાના કામો માટે બિરાજમાન થાય છે.

દાણાપીઠ સી-બ્લોક ખાતે હયાત લાઈટોની સંખ્યા (એલઈડી)

ગાંધી હોલ સી-બ્લોક

 હીટાચી ડકટેબલ-એ.એચ.યુ. હીટાચી વી.આર.વી.એ.સી.સીસ્ટમ

૮.પ ટનના ૮ નંગ ૩ર અચ.પી.ના  ૧૦ નંગ

 ૬૮ ટન એ.સી. પ્લાન્ટ ૩ર એચ.પી.એ.સી.  પ્લાન્ટ

તે “સી” બ્લોક દિવસભર લાઈટોથી ઝગમગ થાય છે.“સી” બ્લોકના ગ્રાઉન્ડ ફલોરમાં ૪૦ લાઈટો છે. જયારે બેઝમેન્ટમાં ૧૮ વોલ્ટની પ૦ એલઈડી ટયુબલાઈટનો બેફીકર ઉપયોગ થઈ રહયો છે.  પરંતુ બ્લોકના બીજા માળે ર૩૬ નંગ લાઈટો છે. જેમાં ૧પ વોલ્ટની ૧૬૩,૧૮ વોલ્ટની ર૪ તથા ૩૬ વોલ્ટની પ૯ નંગ એલઈડી લાઈટ છે.

.બીજા માળે મ્યુનિ. કમીશ્નર ૦૬ ડે.મ્યુનિ. કમીશ્શ્નર તથા બે અધિકારીઓની ઓફીસ છે. જયારે ત્રીજા માળે કુલ ૩૩૩ નંગ લાઈટો ઝગારા મારી રહી છે.  જેમાં ૧પ વોલ્ટ ની ૧૪૯, ૧૮ વોલ્ટની ૬ર, ર૪ વોલ્ટની ૧૦, ર૬વોલ્ટની ૧૧ તથા ૩૬ વોલ્ટની ૧૦૧ લાઈટોનો સમાવેશ થાય છે. નોધનીય છે કે ત્રીજા માળે મેયર, સ્ટે.ચેરમેન, ડે.મેયર, દંડક, પક્ષનેતા અને સેક્રેટરી ઓફીસ છે. આમ માત્ર ૦૬ ઓફીસમાં ૩૩૩ નંગ લાઈટ અને ઓછામાં ૪૦-૩૦ એ.સી.નો ઉપયોગ ત્રીજા માળે થઈ રહયો છે.

જયારે સેન્ટ્રલી એ.સી. વ્યવસ્થા અલગ છે. “પ્રજાના સેવકો” દ્વારા “પ્રજાના રૂપિયા” નો કેવી રીતે ધુમાડો થાય છે. તે “સી” બ્લોકમાં જાવા મળે છે.  શરમજનક બાબત એ છે કે, ગાંધીનગરથી ડેપ્યુટેશન પર આવેલા અધિકારીઓ પણ બેફામ રીતે અમદાવાદના નાગરીકોના પરસેવાની કમાણી ઉડાવી રહયા છે.

સ્ટાફ-કવાર્ટસ ઘરે ઓર્ડરલી,૧પ લાખની ગાડી, ચાર-ચાર એ.સી. ની ઓફીસ નો સામાન્ય બાબત છે. પરંતુ ઓફીસ થી ઘરે જવાના સમયે ર૦-ર૦ મીનીટ સુધી લીફટને રોકવામાં આવે છે. તદ્‌ઉપરાંત ઘરેથી ઓફીસે આવે તે સમયે પણ વી.વી.આઈ.પી.ની જેમ પાંચ-સાત નાગરીકો વેઈટીંગમાં હોવા છતાં લીફટમાં એકલા જઈ તેમની મહત્વતા સાબિત કરવા નિર્થક પ્રયાસ કરે છે કે અને પ્રજાને પરેશાન કરે છે.

ગાંધીનગરથી મોકલવામાં આવતા અધિકારીઓને સરકાર દ્વારા તમામ સુચનાઓ આપવામાં આવે છે. પરંતુ “પ્રજાના રૂપિયા” નો ધુમાડો ન કરવાની સુચના આપવામાં આવતી નથી જેનો ખોટો લાભ મ્યુનિ.કમીશ્નર કક્ષાના અધિકારી પણ લઈ રહયા છે. મ્યુનિ. શાસકોએ આપેલી નાણાંકીય સત્તા અને કાયદાકીય છટકબારીનો લાભ લઈ મકાન રીનોવેશન માટે કરોડ રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે. તેની પૂર્ણ માહિતી પુરાવા સાથે ટુંક સમયમાં જ જાહેર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.