મ્યુનિ.ભવન નવી ટર્મના હોદ્દેદારોથી કાર્યરત થાય એવી શક્યતા
ભાજપના હોદ્દેદારો પ્રજા અને પ્રજાલક્ષી કામોથી ભાગી રહ્યા છેઃ ઈમરાન ખેડાવાલા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આડે ત્રણ મહિના બાકી રહ્યા છે એવા સંજાેગોમાં સતાધારી પાર્ટી દ્વારા મતદારોને રિઝવવાના તમામ પ્રયાસો કરે એ સામાન્ય બાબત છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોેરશનના વર્તમાન શાસકો વર્ષો જૂની પરંપરા તોડીને ચૂંટણી લડવા જઈ રહ્યા છે. મતલબ કે વર્તમાન શાસકોને ચૂંટણી પહેલા પ્રજાકીય કામો કરવામાં તો ઠીક પરંતુ તેની ચર્ચા કરવામાં પણ હવે રસ રહ્યો નથી. જેના કારણે છેલ્લા ૦ર મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા પણ બોલાવતા નથી.
તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય કાર્યાલયના બદલે ઝોનલ ઓફિસમાં જ બેસીને પ્રજાથી દૂર જઈ રહ્યા છે. તેથી પ્રજાકીય કામોની ચર્ચા કરવા અને મ્યુનિસિપલ ભવન ખાતે બેસવાની જવાબદારી નવી ટર્મના હોદ્દદારોના શીરે આવશે એવી ચર્ચા પણ ચાલી રહી છે.
ંમ્યુનિસિપલ કોર્પોરેશનમાંના કાર્યકાળ દરમ્યાન ભાજપ દ્વારા પસંદ કરવામાં આવેલ વર્તમાન હોદ્દેદારોની ટીમને સૌથી નબળી ટીમ માનવામાં આવે છે. ભાજપ દ્વારા નિયુક્ત કરવામાંં આવેલા પાંચ પૈકી એક જ હોદ્દેેદાર તમામ દ્રષ્ટીએ નિપુણ છે. તથા અધિકારીઓ પાસેથી કામ લેવાની આવડત પણ ધરાવે છે. પરંતુ તેમની સતા કાપવામાં આવી છે. વર્તમાન ટોચના કાર્યકાળ દરમ્યાન શહેરના વિકાસની ગાડી ‘રીવર્સ ગીયર’ માં ચાલી રહી છેે. નાગરીકોની સુવિધા વધારવાના બદલે વી.એસ. હોસ્પીટલ જેવી હોસ્પીટલ બંધ કરીને સસ્તી આરોગ્ય-સુવિધા પણ બંધ કરવામા આવી છે.ે રાજકારણમાં આવડતના બદલે જ્ઞાતિ સમીકરણથી હોદ્દા ફાળવવાની પ્રથાના માઠા પરિણામ વર્તમાન ટર્મમાં જાેવા મળ્યા છે.
વર્તમાન ટીમે પદભાર સંભાળ્યો તેની સૌથી તત્ત્કાલીન કમિશ્નર મુકેશકુમારની બદલીનું કર્યુ હતુ. તેમના સ્થાને નિયુક્ત કરાયેલા વિજય નહેરા પર હોદ્દેદારો હાવી થશે એવી ધારણા ભ્રામક સાબિત થઈ હતી. તથા વિજય નહેરા જેટલો સમય કમિશ્નર તરીકે રહ્યા એટલો સમય એકહથ્થુ શાસન કર્યુ હતુ. મ્યુનિસિપલ હોદ્દેદારોની અણઆવડતના કારણે જ રાજય સરકારે વધુ એક વખત મુકેશકુમારને જ કમિશ્નરપદે નિયુક્તિ કરી છેે.
મતલબ કે જેન દૂર કરવા ધમપછાડા કર્યા હતા તેમનુ જ ભાવભીનુ સ્વાગત કરવા મજબુર બન્યા હતા. વર્તમાન ટીમ પાસે મતદારોને રીઝવ્વા માટેે કાંઈ જ નવીન નથી. અઢી વર્ષમાં વિકાસ કે પ્રોજેક્ટ તો ઠીક પ્રાથમિક સુવિધાના કામો પણ પુરા થયા નથી. જેના કારણે જ મ્યુનિસિપલ હોદ્દેદારો પ્રજાથી દુર જઈ રહયા છે. તેમજ પ્રજાકીય કામોની ચર્ચા કરતા ડરી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
જમાલપુરના કોર્પોરેટર ઈમરાન ખેડાવાલાના જણાવ્યા અનુસાર લોકડાઉનના કારણે ત્રણ મહિના સુધી મ્યુનિસિપલ માસિક સામાન્ય સભા પણ મળી નહોતી. પરંતુ અનલોકમાં મેયર ઓનલાઈન મીટીંગ કરી રહ્યા છે. એક સ્થળે પ૦ વ્યક્તિ એકઠી ન થઈ શકે એવા કારણ આપીને ઓનલાઈન મીટીંગ થઈ રહી છે. બંન્ને પક્ષ તરફથી ૧પ -૧પ કોર્પોરેટરોની હાજરી સાથે માસિક સામાન્ય બોલાવી શકાય તેમ છે. ટાગોર હોલમાં બંન્ને પક્ષના થઈ કુલ ૩૦ કોર્પોરેટરોની હાજરી સાથે મીટીગ થાય તો સોશ્યલ ડીસ્ટન્સ પણ જાળવી શકાય તેમ છે. તદુપરાંત પ૦ વ્યક્તિના નિયમન પાલન પણ થશે. કોરોના કાળ દરમ્યાનની નબળી કામગીરી તેમજ પ્રજાલક્ષી કામોમાં થયેલ વિલંબના કારણે હોદ્દેદારોને વિપક્ષનો ડર લાગતો હશે તેમ તેમણેે વધુમા જણાવ્યુ હતુ.
મ્યુનિસિપલ કોગ્રેસ પક્ષના પૂર્વ નેતા અને સીનીયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા અનુસાર છેલ્લા ૦૬ મહિનાથી તંત્ર ઠપ્પ થઈ ગયુ છે. નાગરીકોને ‘કોરોના’ સાથે જીવતા શીખવુ પડશે’ની સલાાહ આપતા શાસકો જ રોનાથી ડરી રહ્યા છે. કોંગ્રેસનો સામનો કરવો ન પડે એ આશયથી મ્યુનિસિપલ ભવનમાં આવતા જ નથી. તેમજ ભાજપના કોર્પોરેટરોનો જ સામનો કરવો ન પડે એ માટેે સ્ટેન્ડીગ કમિટિની બેઠક પણ ઓનલાઈન કરી રહ્યા છે. વર્તમાન હોદ્દેદારો જે રીતે પ્રજાથી દુર ભાગી રહ્યા છે તે જાેતા એમ લાગી રહ્યુ છે કે ચૂટણી બાદ નવા હોદ્દેદારો જ મ્યુનિસિપલ ભવનમાં બિરાજમાન થશે તેમજ પ્રજાની ફરીયાદો સાંભળશે. એવા કટાક્ષ પણ તેમણે કર્યા હતા.