મ્યુનિ. ભાજપના રૂ.૧૬ હજાર કરોડના ખોટા વાયદા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું એકયકી શાસન ચાલી રહ્યું છે. ૧૯૮૬ના વર્ષમાં પ્રથમ વખત સત્તા હાંસલ કર્યા બાદ ભાજપા એ માત્ર એક જ વખત સત્તા ગુમાવી છે. મ્યુનિ. કોર્પોરેશનની છેલ્લા ત્રણ ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. જેના પરિણામે મનપામાંથી વિપક્ષની લગભગ બાદબાકી થઈ છે. જેનો ભરપૂર લાભ સત્તાધારી પક્ષે લીધો છે.
મ્યુનિ. સત્તાધીશો એક હથ્થુ શાસન કરી રહ્યા છે તેથી પ્રજા તરફ તેમની જવાબદારી પણ વધી જાય છે. પરંતુ મનપામાં કાંઈક અલગ જ ચિત્ર જાવા મળ્યું છે. ર૦૦પની ચૂંટણીમાં સત્તાના સૂત્રોના પુનઃ સંભાવ્યા બાદ ભાજપાએ છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન પ્રજાને વચનોની લ્હાણી કરી છે. સિંગાપોર-શાંઘાઈથી શરૂ થયેલ સત્તાની યાત્રા લાઈટ, પાણી, ગટરમાં જ અટવાઈ રહી છે.
શહેરના નાગરિકોને દીવા સ્વપ્ન બતાવનાર સત્તાધીશોએ ‘ધોળે દિવસે તારા’ બતાવ્યા હોવા પણ કટાક્ષ થઈ રહ્યા છે. જેનું મુખ્ય કારણ ખોટા વાયદા અને જાહેરાતો છે. મ્યુનિ. ભાજપા એ છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન બજેટમાં જે વચનો આપ્યા છે તે પૂરા કર્યા નથી, એક અંદાજ મુજબ ભાજપના શાસકોએ ૧૩ વર્ષમાં રૂ.૧૬ હજાર કરોડના ખોટા વાયદા કર્યા છે.
મતલબ કે, શાસકોએ જાહેર કરેલા બજેટમાં રૂ.૧૬ હજાર કરોડના કામો થયા જ નથી ! મ્યુનિ. શાસકો દ્વારા પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા બજેટમાં અને ચૂંટણી સમયે થયેલ વચનો દરમિયાન શહેરનો ભરપૂત વિકાસ થાય છે. જેનાથી પ્રજાજનો અંજાઈ જાય છે. મ્યુનિ. શાસકો દ્વારા પ્રતિ વર્ષે મંજૂર કરવામાં આવતા બજેટોમાં મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છ.
પરંતુ તેનો અમલ થતો નથી. ર૦૦પની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યા બાદ શહેરને સિંગાપોર બનાવવાના દીવા સ્વપંનો પ્રજાને બતાવવામાં આવ્યા હતા. પ્રજાનો ભ્રમ તૂટી જાય તે પહેલાં જ સિંગાપોરનું સ્થાન શાંધાઈને આપવામાં આવ્યું હતું અને બંનેની બાદબાકી થઈ છે. તેથી છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન બજેટમાં કરેલા જાહેરાતો અને વચનોનો જવાબ પ્રજાને આપવો પડે તેવી નોબત આવી શકે છે. કોર્પોરેશનની સામાન્ય પ્રણાલિ મુજબ દર વર્ષે કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવે છે.
જેમાં શાસક પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી મસાલો ઉમેરવામાં આવે છે. જેનું મુખ્ય રૂ.૪૦૦થી ૭૦૦ કરોડ હોય છે. વર્ષોને નાણાકીય પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ પગ ‘જમીન’ પર આવી જાય છે. અને બજેટ રકમ ઘટાડવામાં આવે છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. શાસકો દ્વારા બજેટની રકમમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ પણ થયેલ જાહેરાતોનો અમલ થતો નથી.
મ્યુનિ. ભાજપાએ ર૦૦૬-૦૭ના નાણાકીય વર્ષમાં રૂ.૧૬૭૬.૬૪ કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. જેનું કદ કોંગ્રેસના સમયે મંજૂર થતા બજેટ કરતા ચાર ગણુ વધારે હોવાના દાવા કરવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ હવામાં ઉડતા શાસકોના પગ જમીન પર આવ્યા હતા. તથા બજેટ રિવાઈઝુડ કરી તેનું કદ ઘટાડી રૂ.૧ર૪૯.૭૦ કરોડ કરવામાં આવ્યું હતું.પ રંતુ નાણાકીય વર્ષ પૂર્ણ થયું ત્યારે મંજૂર થયેલ બજેટ સામે રૂ.૧૧૩૯.૮ર કરોડના જ કામો થયા હતા.
ર૦૦૬-૦૭થી ર૦૦૯-૧૦ના સમયગાળા દરમિયાન યુપીએ સરકારની ગ્રાન્ટ મંજૂર થઈ હોવાથી ‘વિકાસ’ હરણફાળ ભરી હતી. તથા દેશ-વિદેશોમાં ‘સ્ટડી ટુર’ના આયોજન થયા હતા. શહેરીજનોને ‘વિકાસ’ના ભ્રમમાં રાખીને પ્રાથમિક સુવિધાની ‘માયાજાળ’ સંકેલવામાં આવી હતી. જેના પરિણામે પંદર વર્ષ બાદ પણ પાણી, ડ્રેનેજ, આરોગ્ય, લાઈટ, જાહેર પરિવહન, ટ્રાફિક, શિક્ષણ, સ્વચ્છતાના નામે ‘લીવેબલ અમદાવાદ’ ફરીથી ધૂળિયુ બની ગયું છે.
મ્યુનિ. કોર્પોરેશનના બજેટમાં દસ વર્ષ દરમિયાન અનેક મોટી-મોટી જાહેરાતો થઈ છે. પરંતુ તેનો પ૦ ટકા પણ અમલ થયો નથી. મ્યુનિ. શાસકોએ પ્રજાને ‘દીવા સ્વપ્ન’ના બદલે ‘ધોળે દિવસે તારા’ બતાવ્યા હોવાના આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા થાય છે. મહ્દઅંશે સાચા લાગી રહ્યા છે. મ્યુનિ. કોંગ્રેસ નેતા દિનેશ શર્મા અને પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ ભાજપાએ ર૦૦૮-૦૯ના વર્ષમાં ઈસનપુર અને સૈજપુર તળાવના વિકાસ માટે રૂ.૧૧.૪પ કરોડ ફાળવ્યા હતા.
ઈસનપુર સહિતના તળાવો હજુ સુધી યથાવત સ્થિતીમાંમાં છે. તેમ છતાં ૨૦૨૦-૨૧ના ડ્રાફ્ટ બજેટમાં કમિશ્નરે તળાવ ડેવલોપમેન્ટની કેસેટ વગાડી છે. જાકે, આ વખતે તળાવ ડેવલોપમેન્ટ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય પર આધાર રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે સાબરમતી પાવર હાઉસથી એરપોર્ટને જાડતો રિવર બ્રિજ બનાવવા માટે રૂ.દસ કોરડ ફાળવ્યા હતા. જેની ફાઈલ અભરાઈએ મૂકવામાં આવી છે.
સાબરમતી નદી શુદ્ધિકરણ માટે પણ છેલ્લાં પાંચ વર્ષમાં બજેટ ફળવાતાં રહ્યાં છે. પણ શુદ્ધિકરણના નામે શૂન્ય છે. મ્યુનિ.શાસકોએ ૨૦૦૫થી ૨૦૧૯ સુધી મૂવિંગ ટાવર, નાઈટ સફારી, લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમનો વિકાસ, પૂર્વ વિસ્તારમાં એક હજાર બેડની હોસ્પિટલ, શાહીબાગ અન્ડરપાસમાં વધારાની પાંખ, ચીમનબાઈ પટેલ બ્રિજમાં વધારાની પાંખ, લાલ દરવાજા ટર્મિનસ ડેવલોપમેન્ટ, ઓનલાઈન ક્વોલિટી મીટર, નહેરુનગર થ્રી લેયર, જલારામ મંદિર પાસે થ્રી લેયર ફ્લાય ઓવર, પાંજરાપોળ-સીએન. વિદ્યાલય ફ્લાય ઓવર, સિટી પીકનિક પોઈન્ટ, વીજળીઘરથી કાલુપુર એલિવેટેડ કોરીડોર, ડિઝાઈન સેલની રચના, પાંચ ફૂટ ઓવર બ્રિજ સહિતની અનેક જાહેરાતો ભાજપના બજેટમાં થઈ હતી,
પરંતુ તે પૂર્ણ નથી ભાજપાએ મંજૂર કરેલ બજેટ પૈકી અંદાજે રૂ.૧૬ હજાર કરોડના કામો હજુ સુધી થયા જ નથી. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું મ્યુનિ. કોર્પોરેશનમાં સતત ત્રણ ટર્મથી એક હથ્થુ શાસન કરનાર પાર્ટીને માત્ર વાયદા અને વચનોમાં જ રસ છે.
શહેરના નાગરિકો હજુ સુધી તૂટેલા રોડ, વરસાદી પાણીનો ભરાવો, અંધારપટ, રોગચાળો, પ્રદૂષિત પાણી, ગટરના પાણી ઉભરાવવા જેવી સમસ્યાઓ સામે લડી રહ્યા છે. જે અંગે નક્કર કાર્યવાહી ૧૯૮૬થી ર૦૧૭ સુધી થઈ નથી. છેલ્લા ૩૦ વર્ષમાં કોંગ્રેસના ફાળે માત્ર પાંચ વર્ષ જ આવ્યા છે જ્યારે ભાજપાના ફાળ રપ વર્ષ નું શાસન આવ્યું છે. જે પૈકી માત્ર તેર વર્ષમાં જ રૂ.૧૬ હજાર કરોડના ખોટા વાયદા થયા છે. ૨૦૦૬માં સિંગાપોરથી શરૂ થયેલ વિકાસયાત્રા વાયા શાંઘાઈ ૨૦૨૦માં પુનઃ અમદાવાદ પરત ફરી છે. તથા તેને ન્યુ અમદાવાદ નામ આપવામાં આવ્યું છે.