મ્યુનિ. ભાજપ નેતા ગાય ગાયબ કરવા મુદ્દે પોલીસ ફરીયાદ કરશે

File
મ્યુનિસિપલ કમિશ્નરને પોલીસ ફરીયાદમાં રસ ન હોય એવી ચાલી રહેલી ચર્ચા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડામાંથી ગાયો ગાયબ થવાનો વિવાદ વકરી રહ્યો છે. મ્યુનિસિપલ શાસક પક્ષ દ્વારા વિજીલન્સ તપાસની માંગણી કરવામાં આવી હોવા છતાં તેના પરિણામ અને પગલાં પર ઢાંકપિછોડો કરવામાં આવ રહ્યા છે. વિજીલન્સ તપાસના આધારે જવાબદારો સામે પગલાં લેવાની માંગણી થઈ રહી છે. ત્યારે કમિશ્નરને વિજીલન્સ તપાસમાં પણ ભૂલ લાગી રહી છે. તેથી ફેર તપાસ માટે જાહેરાત કરી રહ્યા છે. સામાપક્ષે ભાજપ નેતા અમિત શાહે ફરીયાદી બનવા જાહેરાત કરીને કમિશનરના મનસુબા પર પાણી ફેરવી દીધુ હોવાની ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડામાંથી ગાયો ગાયબ થઈ રહી હોવાની ફરીયાદના આધારે મ્યુનિસિપલ ભાજપ નેતા અમિતભાઈ શાહ દ્વારા વિજીલન્સ તપાસની માંગણી કરી હતી. વિજીલન્સ વિભાગ દ્વરા તપાસ પૂર્ણ કરવામાં આવી છે તથા ઢોરવાડામાંથી ૯૬ ગાયો ગાયબ હોવાના રીપોર્ટ જાહરે થયા છે. તેથી ભાજપ નેતા અમિતભાઈએ કસુરવાર સામે પોલીસ ફરીયાદ કરવા માટે કમિશ્નરને લેખિતમાં જણાવ્યુ હતુ.
પરંતુ અગમ્ય કારણોસર કમિશ્નર ‘ગૌ-માતા’ ના દોષિત સામે કાર્યવાહી કરવા ખચકાઈ રહ્યા છે. તથા વિજીલન્સ અધિકારીઓએ ભૂલ કરી હોય એમ માનીને ફરીથી તપાસ કરવા તૈયારી કરી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નરને વિજીલન્સ વિભાગની તપાસ પર વિશ્વાસ ન હોય તો વિજીલન્સ તપાસ બાદ જે પણ કર્મચારી સામે પગલાં લેવામાં આવ્યા હોય તેની પણ ફેર-તપાસ કરવા માંગણી થઈ રહી છે.
મ્યુનિસિપલ કમિશ્નરના પાંગળા બચાવ અને જવાબ બાદ ભાજપ કોર્પોરેટર અને પક્ષ નેતા અમિતભાઈ આ મુદ્દે ફરીયાદ કરશે. ભૂતકાળમાં ડામર ચોરી અને બોગસ બીલીંગ મામલે રોડ કમિટી ચેરમેન ફરીયાદી બન્યા હતા. તેજ રીતે ભાજપ પક્ષ નેતા ગાયો ગાયબ થવાના મુદ્દે પોલીસ ફરીયાદ કરશે. ઢોરવાડામાં થતી ગેરરીતિ પકડવા માટે સીસીટીવીને કમાન્ડ કંટ્રોલ સાથે જાડવા માટે પણ તેમણે માંગણી કરી હતી.
મ્યુનિસિપલ ઢોરવાડામાં થતી કથિત ગેરરીતિ અંગે જાણકાર સુત્રોએ વધુ માહિતી આપતાં જણાવ્યુ હતુ કે ઢોર પકડવા માટે ઘણા સમયથી ઝોનદીઠ ટીમો તૈયાર કરવામાં આવી છે. તથા ઢોર પકડ્યા બાદ પોલીસ કેસ કરવા માટેનો નિયમ પણ જાહેર કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશ્નરે ઝોનદીઠ પોલીસ ઈન્સપેક્ટર માટે રાજેય સરકાર સમક્ષ માંગણીક રી હતી જેને મંજુરી મળી ગઈ છ.ે તેમ છતાં અગમ્ય કારણોસર ઢોર ત્રાસ અંકુશ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અને ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા વધુ ૦૬ પોલીસ ઇન્સપક્ટર માટે હજુ સુધી માંગણી કરવામાં આવી નથી તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે.