Western Times News

Gujarati News

મ્યુનિ. મિલ્કતવેરા વિભાગને રેકોર્ડ બ્રેક રૂા. ૧૦૭૩ કરોડની આવક થઈ

નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં મિલ્કતવેરા પેટે રૂા.૧૦૭ર કરોડની આવક થઈ હતી-માર્ચ માસમાં પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.૧પ૦ કરોડની આવક થવાનો અંદાજ છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના અને લોકડાઉનના કારણે જાેવા મળેલી વૈશ્વિક મંદીના સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગે રેકોર્ડ બ્રેક આવક મેળવી છે. મ્યુનિ. મિલ્કતવેરા વિભાગે નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ની આવક કરતા વધુ આવક મેળવી નવો રેકોર્ડ રચ્યો છે. નોંધનીય છે કે નાણાકીય વર્ષની શરૂઆતના બે મહીના લોકડાઉનના કારણે માત્ર રૂા.ત્રણ કરોડની આવક થઈ હતી. ર૬ માર્ચે રૂા.૧૦૭૩.પ૭ કરોડની આવક મિલ્કતવેરા પેટે થઈ છે.

મ્યુનિ. મિલ્કતવેરા વિભાગ દ્વારા વર્ષો જુના લેણાની વસુલાત માટે શરૂ કરવામાં આવેલી સીલીંગ ઝુંબેશ તેમજ નાના-મોટા વેપારીઓને રાહત આપવા ૧પ માર્ચથી અમલી રીબેટ યોજનાના સારા પરીણામ જાેવા મળ્યા છે તેમજ મ્યુનિ. કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડ બ્રેક રૂા.૧૦૭૩ કરોડની આવક મેળવી છે. નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં મિલ્કતવેરા પેટે રૂા.૧૦૭ર કરોડની આવક થઈ હતી

જયારે ર૦૧૮-૧૯માં પ્રોપર્ટી ટેક્ષની આવક રૂા.૯પ૧.૩૧ કરોડ થઈ હતી. માર્ચ મહીનામાં સીલીંગ ઝુંબેશ અને રીબેટ યોજનાના કારણે તંત્રને રૂા.૧૦૦ કરોડની આવક થઈ છે. માર્ચ માસમાં પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.૧પ૦ કરોડની આવક થવાનો અંદાજ છે. જયારે નાણાકીય વર્ષાન્તે કુલ આવક રૂા.૧૧રપ કરોડને આંબી જાય તેવી આશા ઉચ્ચ અધિકારીઓ વ્યકત કરી રહયા છે.

મ્યુનિ. ટેક્ષ વિભાગને મધ્યઝોનમાંથી રૂા.૧પ૮ કરોડ, ઉત્તર ઝોનમાં રૂા.૧૧ર કરોડ, દક્ષિણ ઝોનમાં રૂા.૯૦ કરોડ, પૂર્વઝોનમાં રૂા.૧ર૧ કરોડ, ઉ.પ.ઝોનમાં રૂા.૧૮૦ કરોડ તથા દ.પ. ઝોનમાં રૂા.૧૪૦ કરોડની આવક થઈ છે. મિલ્કતવેરાની જેમ વાહન વ્યવહાર વિભાગે પણ પ્રશંસનીય કામગીરી કરી છે. લોકડાઉનના કારણે વ્હીકલ ટેક્ષની આવક શૂન્ય બરાબર હતી જે વર્ષ પૂર્ણ થતા રૂા.૮પ કરોડ થઈ છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જુના લેણાની વસુલાત માટે સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા માર્ચ મહીનામાં ૧૧૯૯૩ મિલ્કતો સીલ કરવામાં આવી છે. જે પૈકી મધ્યઝોનમાં ૧ર૪૧, ઉતર ઝોનમાં ૧૬૩પ, દક્ષિણ ઝોનમાં ૧ર૭૧, પૂર્વઝોનમાં ૧ર૩ર, પશ્ચિમ ઝોનમાં ૧૭પર, ઉ.પશ્ચિમ ઝોનમાં ર૩૪૦ તેમજ દ.પશ્ચિમ ઝોનમાં રપરર મિલકત સીલ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.