મ્યુનિ.લાઈટખાતા સામે વિજિલન્સ તપાસ કરવાની કમીશ્નરને ફરજ પડી
સ્ટેન્ડીંગ કમીટી સભ્ય જતીન પટેલે ભ્રષ્ટાચારના પુરાવા રજુ કર્યા: બોગસ બીલીંગની માફક લાઈટખાતાના કૌભાંડની ફાઈલ અભેરાઈ ન મુકવામાં આવે તેની તાકીદ કરતા ચેરમેન |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટખાતામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર મુદ્દે સ્ટેન્ડીંગ કમીટીમાં ઉગ્ર રજુઆત બાદ તેની વિજિલન્સ તપાસ સોપવામાં આવી છે. શહેરની સ્ટ્રીટલાઈટોના મેઈન્ટેન્સ તથા એલઈડી ફીટીગ્સ લગાવવા માટે ખાતાના અધિકારીઓ કોઈપણ પ્રકારની મંજૂરી વિના કોન્ટ્રાકટ આપવા હોવાનાઆક્ષેપ ખાતાના અધિકારીઓ સામે થયા છે.
સ્ટેન્ડીગ કમીટી સભ્યએ ભ્રષ્ટાચાર અંગેના પુરાવા કમીશ્નરને સુપ્રત કર્યા છે. જેના પગલે લાઈટખાતાના અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં ભાજપના કોર્પોરેટર જતીનભાઈ પટેલે સ્ટ્રીટલાઈટના મેઈન્ટેન્સમાં ચાલી રહેલી લાલિયાવાડી નો પર્દાફાશ કર્યો હતો. લાઈટખાતા દ્વારા ર૦૧૪ની સાલમાં સીટેલુમ કંપનીને સ્ટ્રીટલાઈટ મેઈન્ટેન્સ માટે કોન્ટ્રાકટ આપ્યો હતો.
ત્યારબાદ ફીટીંગ્સ બદલવામાં આવ્યા હતા. તેથી મેઈન્ટેન્સના ભાવમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. જેના માટે સક્ષમ સભાની મંજૂરી લેવામાં આવી ન હતી. તેવી જ રીતે સીરેલુમ કંપનીએ સન ટ્રેડીગ, શૌલા ઈલેકટ્રીકસ જેવી કંપનીઓને પેટા કોન્ટ્રાકટ આપ્યા હતા જેના માટે પણ મંજૂરી લેવાની દરકાર લેવામાં આવી ન હતી.
મ્યુનિ. લાઈટખાતાએ ૧ લાખ પપ હજાર સોડીયમ ફીટીંગ્સના સ્થાને એલઈડી ફીટીંગ્સ લગાવ્યા છે. જેનો કોન્ટ્રાકટ સીરેલુમ ને જ આપવામાં આવ્યો હતો. ફીટીંગ્સ બદલવા માટે નો કોન્ટ્રાકટ આપવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી ન હતી. સદ્દર કંપનીના કોન્ટ્રાકરની મુદત પૂર્ણ થઈ હોવા છતાં નિયત સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી. તથા ટેન્ડર જાહેર થયા બાદ પણ સીરેલુમ ને જ કોન્ટ્રાકટ મળે તે માટે અન્ય બીડર ને ડીસ્કવોલીફાય કરવામાં આવ્યા છે. આ તમામ મુદ્દે કમીટીમાં રજુઆત થઈ હતી ત્યારબાદ કોંગ્રેસ પક્ષ ના પૂર્વનેતા બદરૂદીન શેખે પણ વિજીલન્સ તપાસની માંગણી કરી હતી.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી સભ્ય જતીનભાઈ પટેલની સચોટ રજૂઆત તથા પુરતા પુરાવા બાદ કમીશ્નર પણ ફીકસમાં મુકાયા હતા. તેથી સીરેલુમ કંપની મામલે આચરવામાં આવેલી ગેરરીતિની તપાસ વિજીલન્સ ખાતાને સોપવા નિર્ણય કરવામાં આવ્યો છે. કમીટી સભ્ય જતીનભાઈ પટેલના જણાવ્યા મુજબ પેટા કોન્ટ્રાકટ, ફીટીંગ્સ બદલવા તથા તેના પણ પેટા કોન્ટ્રકટ, ટેન્ડર, શરતો, જરૂરી બીલ સહીતના પુરાવા જવાબદાર અધિકારીને સોપવામાં આવ્યા છે.
ર૦૧૭ની સાલમાં ઈજનેરખાતાના ભ્રષ્ટાચાર અને બોગસ બીલીંગ કૌભાંડ નો પર્દાફાશ પણ જતીનભાઈ પટેલે જ કર્યો હતો. જેના આધારે એડી.ઈજનેરોને શો-કોઝ નોટીસો આપવામાં આવી હતી તથા બોગસ બીલીંગ મામલે ઈજનેર ખાતાના નાના કર્મચારીઓનો ભોગ લેવાયો હતો.
જયારે ઉચ્ચ અધિકારીને શિરપાવરૂપે પ્રમોશન આપવામાં આવ્યા છે. બોગસ બીલીંગ કૌભાંડ અને રોડમાં હલકી ગુણવત્તાના માલસામાન વપરાશની ફાઈલો દોઢ વર્ષથી અભરાઈએ મુકવામાં આવી છે. મ્યુનિ.કમીશ્નરને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં રસ નથી. તેથી જ સ્ટેન્ડીંગ કમીટીમાં લાઈટખાતાના ભ્રષ્ટાચાર અંગે રજુઆત બાદ ડાયરેટક તપાસની જાહેરાત કરવાના બદલે કોર્પોરેટર પાસેથી પુરાવા માંગવામાં આવ્યા છે.
મ્યુનિ.કમીશ્નર દ્વારા કોર્પોરેટરો એ જ ભ્રષ્ટાચાર કર્યા હોય તેવા પણ અપનાવવામાં આવી રહયા છે. જેના કારણે સત્તાધારી પાર્ટીમાં ભારે રોષ જાવા મળી રહયો છે.