Western Times News

Gujarati News

મ્યુનિ. શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળામાંથી ૯ હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

Files Photo

કોરોના કાળ અને ખાનગી શાળા સંચાલકોની દાદાગીરીથી ત્રસ્ત વાલીઓ સરકારી શિક્ષણ તરફ વળ્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી ભ્રષ્ટાચાર અને કૌભાંડો ને જાકારો આપ્યા બાદ તેના સારા પરીણામ જાેવા મળી રહયા છે. મ્યુનિ. શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ સારી નામના મેળવી રહયા છે. જયારે ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પણ મ્યુનિ. શાળામાં પ્રવેશ લઈ રહયા છે. છેલ્લ સાત વર્ષ દરમ્યાન ખાનગી શાળામાંથી ૩૮ હજાર કરતા વધુ વિધાર્થીઓએ મ્યુનિ.શાળામાં એડમીશન લીધા છે. ર૦ર૧-રરમાં કોરોના કાળમાં પણ ખાનગી શાળામાંથી ૩૬૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓએ મ્યુનિ. શાળામાં પ્રવેશ મેળવ્યા છે.

મ્યુનિ. સ્કુલબોર્ડમાં વધુ એક વખત શિક્ષણને પ્રાધાન્ય મળી રહયું છે. ખાનગી શાળામાંથી પ્રવેશ લેતા વિધાર્થીઓની સંખ્યા તેની સાબિતી માટે પુરતી છે. મ્યુનિ.શાળાઓમાં વર્ષ ર૦૧૪-૧પમાં ૪૩૯૭, ર૦૧પ-૧૬માં પ૪૮૧, ર૦૧૬-૧૭માં પ૦૦પ, ર૦૧૭-૧૮માં પર૧૯, ર૦૧૮-૧૯માં પ૭૯૧ તથા ર૦૧૯-ર૦ ના વર્ષમાં પર૭ર મળી કુલ ૩૧૧૬પ વિધાર્થીઓએ ખાનગી શાળામાંથી પ્રવેશ લીધો હતો. ર૦ર૦-ર૧માં કોરોના અને લોકડાઉન વચ્ચે પણ ૩૩૩૪ વિધાર્થીઓએ મ્યુનિ.શાળામાં અભ્યાસ કરવા ર્નિણય કર્યો હતો. છેલ્લા બે વર્ષમાં ખાનગીશાળામાંથી ૯ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ મ્યુનિ. શાળામાં શિક્ષણ મેળવવા માટે આવ્યા છે.

વર્ષ ર૦ર૧-રરમાં ધો.રમાં ૪૭૩ ધો.૩ માં ૬પ૦ ધો.૪માં ૬૯૧ ધો.પ માં ૬૦૭, ધો-૬ માં પ૧૭ ધોરણ-૭માં ૪૧૧ અને ધોરણ-૮માં રપ૩ વિધાર્થીઓએ ખાનગીશાળામાંથી પ્રવેશ લીધો છે. આમ ર૦૧૪-૧પ થી ર૦ર૧-રર સુધી ૩૮૧૦૧ વિધાર્થીઓ મ્યુનિ.શાળામાં આવ્યા છે. જેના માટે મ્યુનિ.શાળામાં સુધરી રહેલા શિક્ષણસ્તરના સુધારાનો ફાળો મહત્વનો છે.

મ્યુનિ. સ્કુલબોર્ડના શાસનાધિકારી લબ્ધીરભાઈ દેસાઈના જણાવ્યા મુજબ મ્યુનિ.શાળામાં સ્માર્ટ સર્નીગ પ્રોજેકટ, મોડેલ શાળાઓ, આધુનિક વિજ્ઞાન લેબ, અંગ્રેજી માધ્યમની શાળાઓ, શિક્ષકોના સંતિષ્ઠ પ્રયત્નો જેવા કારણોસર ખાનગીશાળાના વિધાર્થીઓ મ્યુનિસિપલ શાળા તરફ આવી રહયા છે. તદ્દઉપરાંત ખાનગી શાળાની અસહ્ય ફી અને કેટલાક સંચાલકોની દાદાગીરીથી વાલીઓ ત્રસ્ત થઈ ગયા હોવાથી પણ મ્યુનિ. શાળામાં પ્રવેશ તરફ ઘસારો થઈ રહયો છે.

મ્યુનિ.શાળાઓમાં ખાનગી શાળામાંથી વિધાર્થીઓ પ્રવેશ લઈ રહયા છે. સાથે સાથે ધોરણ-૧માં પણ મોટી સંખ્યામાં નવા એડમીશન થઈ રહયા છે. ર૦૧૬-૧૭માં પ્રવેશોત્સવ દરમ્યાન ૧૦૧૦પ, ર૦૧૭-૧૮ માં ૧૦૯૮૦,ર૦૧૮-૧૯ના વર્ષમાં ૧૦૦૩૦, ર૦૧૯-ર૦માં ૯પ૪ર તથા ર૦ર૦-ર૧માં ૧૪૪૩૪ વિધાર્થીઓએ ધો.૧માં પ્રવેશ લીધા છે. આમ, ર૦ર૦-ર૧માં ધોરણ-૧ માં પ્રવેશ લેનાર વિધાર્થીઓની સંખ્યામાં લગભગ ૪૦ ટકાનો વધારો થયો હતો. જાે કે, ર૦૧૬-૧૭ની સરખામણીએ ર૦ર૦-ર૧માં કુલ વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. ર૦૧૬-૧૭માં ૧૪૧ર૬૬ વિધાર્થીઓની સામે ર૦ર૦-ર૧ (૩૧ જુલાઈ)માં વિધાર્થીઓની સંખ્યા ઘટીને ૧,૧પ,ર,૮૦ થઈ હતી.

મ્યુનિસિપલ સ્કુલબોર્ડના નેજા હેઠળ ૪પ૪ શાળાઓ કાર્યરત છે. જેમાં ગુજરાતી માધ્યમની ૩૧પ, અંગ્રેજી માધ્યમની ૩૪, હિન્દી માધ્યમની ૬૪, ઉદુ માધ્યમની ૩૮ તથા મરાઠી માધ્યમની ૦૩ શાળાઓ છે.

મ્યુનિ. સ્કુલબોર્ડમાં ર૦૦પથી ર૦૧૦ સુધીના સમયગાળા દરમ્યાન વ્યાપક ભ્રષ્ટાચાર થયા હતા. જેના પરીણામે તાત્કાલીન શાસનાધિકારીને ડી-ગ્રેડ કરવામાં આવ્યા હતા. જયારે સ્કુલબોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત શાસકપક્ષને અઢી વર્ષ ચેરમેન તથા કમીટી સભ્યો બદલવાની ફરજ પડી હતી. તે અરસામાં ચેરમેન ઠરાવથી થયેલા કામોને હજી સુધી સ્કુલબોર્ડ તરફથી મંજુર કરવામાં આવ્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.