મ્યુનિ. સ્કૂલ બોર્ડ અમદાવાદમાં રેકોર્ડબ્રેક ૧૫૬ % એડમિશન
ગુજરાત સરકાર સરકાર પ્રેરિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ની ભવ્ય સફળતાને પરિણામે
રાજય સરકાર પ્રેરિત ૨૧મા કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪માં મ્યુનિ. સ્કૂલ બોર્ડ, અમદાવાદની ૩૯૮ શાળાઓમાં બાલવાટિકા અને ધો.૧માં પ્રવેશ આપવા માટે પ્રવેશોત્સવ દરમ્યાન સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, રાજય સરકારના વરિષ્ડ IAS, IPS અને અન્ય અધિકારીશ્રીઓ,
મહાનગર અમદાવાદના મેયરશ્રી, ડે.મેયરશ્રી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી, શાસક પક્ષના નેતાશ્રી, દંડકશ્રી, મ્યુનિ.કમિશનરશ્રી, સ્કૂલ બોર્ડના ચેરમેનશ્રી તથા વાઇસ ચેરમેનશ્રી, સ્કૂલ બોર્ડ સભ્યશ્રીઓ, સ્કૂલ બોર્ડના અધિકારીશ્રીઓ, કાઉન્સીલરશ્રીઓ, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં ૪૪૯ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ વર્ષે તા.૩૦-૦૬-૨૦૨૩ સુધીમાં ૧૮,૮૦૭ વિદ્યાર્થીઓના એડમિશન થયા હતા, જેની સામે આ વર્ષે તા. ૨૮-૦૬-૨૦૨૪ એટલે આજ સુધીમાં ૨૯,૩૮૩ વિદ્યાર્થીના એડમિશન માત્ર ત્રણ જ દિવસમાં કન્ફોર્મ થયા છે.
એટલે કે ગત્ વર્ષની સરખામણીમાં ૧૫૬ % એડમિશન વધુ થયા છે. આ પ્રક્રિયા તા.૩૧-૦૮-૨૦૨૪ સુધી ચાલશે. અંદાજ મુજબ ૩૫,૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓના એડમિશન થશે.
ખૂબ મોટી સંખ્યામાં પ્રવેશ માટે સાંસદો, ધારાસભ્યો, કાઉન્સિલરોના ભલામણ પત્રો આવી રહ્યા છે. સત્ર શરૂ થયાના ૧૦ દિવસમાં ૨૧૪૬ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી અમદાવાદ મ્યુનિ. શાળામાં એડમિશન લીધા છે.
આ ત્રણ દિવસમાં ૬૦,૦૦૦ કરતા વધુ વાલીઓ ૪૪૯ મ્યુનિ. શાળાઓમાં પ્રવેશોત્સવ દરમ્યાન હાજર રહ્યા. કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કુમાર કરતા કન્યાઓના પ્રવેશ વધુ થયેલ છે, જે કન્યા કેળવણી મહોત્સવની સફળતા સૂચવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એકેડેમિક સ્ટ્રેન્થ ૨.૦, ગુણવત્તાલક્ષી શિક્ષણ, મારી શાળા સ્વચ્છ શાળા, મારી શાળા મારૂ ગૌરવ અને મ્યુનિ. શાળા સૌની શાળાના નારા સાથે ચાલતા સ્કૂલ બોર્ડના બાળકલક્ષી પ્રયાસો અને સરકારી યોજનાઓનો મહત્તમ વાલીઓ લાભ લે તે માટે ઘર-ઘર સુધી પહોંચતા શિક્ષકોના પ્રયાસોથી તમામ મ્યુનિ. શાળાઓમાં બાલવાટિકા અને ધો.૧માં એડમિશન માટે પડાપડી થઇ રહી છે
અને ઘણી શાળાઓ વિદ્યાર્થીઓની વધવાથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને મ્યુનિ. સ્કૂલ બોર્ડે તમામ વાલીઓને ખાત્રી આપીને વિશ્વાસ આપ્યો કે તમામ બાળકોને એડમિશન આપવા માટે જરૂર જણાય તો બે શિફટમાં શાળા ચલાવવામાં આવશે અને શિક્ષકો બાળકોના સારા ઘડવૈયા અને રાહબર બની તેમનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે તેવા પ્રયાસો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજય પુરસ્કૃત નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના, રક્ષાશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ જેવી યોજનાઓનો મોટા પ્રમાણમાં મ્યુનિ.સ્કૂલ બોર્ડ અમદાવાદ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો.
મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સ, સ્માર્ટ સ્કૂલ, જ્ઞાનકુંજ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ-મેથ્સ લેબ, રોબોટિક લેબ, પ્રવૃત્તિલક્ષી શિક્ષણ, જોયફુલ લર્નિંગ, પ્રેકટીકલ શિક્ષણના કારણે તમામ વાલીઓનો એકી અવાજે સૂર નિકળ્યો કે સરકારી શાળામાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે. જેને કારણે વાલીઓએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં પ્રતિસાદ સાથે જણાવ્યું કે
ગુજરાતના મૃદુ,મકકમ અને સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતના લાખો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોની ચિંતા કરી છે. જેના કારણે બાળકો સફળ રીતે પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પ્રવેશ સાથે સફળ અને ગુણવત્તાયુકત શિક્ષણ મેળવી રહ્યા છે. તેથી જ ગુજરાતના બાળકોના ભવિષ્ય ઉજજવળ છે અને ફરી વાલીઓએ ગુજરાત સરકારનો તમામ બાળકોની કાળજી લેવા બદલ આભાર માન્યો છે.