ગુજરાતી યુવકે બનાવી ઈ-બાઈક, કિંમત 30000, એવરેજ 55 કિલોમીટર
હાલોલના ઇજનેર યુવકે મોંઘવારી અને પ્રદૂષણને ધ્યાનમાં રાખી ઇ -બાઈક બનાવી
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) કંઈક નવું કરવાની પ્રેરણા અને લોકપયોગી થવાના માનસ થકી માણસ ગમે એવી ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચી શકે છે.આવું જ પંચમહાલ જીલ્લાના હાલોલ શહેરમાં રહેતા એક ઇલેટ્રીકલ ઇજનેરે વડાપ્રધાનના સ્વપ્ન મેક ઇન ઇન્ડિયા,
લોકલ ફોર વોકલની પ્રેરણાથી પ્રભાવિત થઈ તેમજ વધતી જતી મોંઘવારી અને વાહનોથી ફેલાતા પ્રદુષણની ચિંતા કરી એક બેટરી સંચાલિત ઇ- બાઈક બનાવી છે.માત્ર ૧૫ જ દિવસમાં ઈજનેર ર્નિમલ(પ્રકાશ) ગોહિલે કંડમ બાઈક માંથી ઇ બાઈક બનાવી દેવામાં સફળતા મેળવી છે.
હવે ઈજનેર ર્નિમલ મધ્યમ વર્ગને પોષાય એવી બાઈક માર્કેટમાં કોઈ સ્પોન્સર મળે તો લોન્ચિંગ કરવાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યો છે.હાલ દ્વિચક્રી વાહનોનો ઉપયોગ સામાન્ય બન્યો છે ત્યારે ઈજનેર ર્નિમલ(પ્રકાશ) ગોહિલે વધતા જતાં પેટ્રોલના ભાવને ધ્યાનમાં રાખી ખાસ તો મધ્યમ વર્ગની ચિંતા કરી છે.
પંચમહાલના ઔધોગિક અને ઓટોમોબાઇલ હબ ગણાતા હાલોલ માં રહેતા ર્નિમલ(પ્રકાશ)ગોહિલે બીઈ ઇલેટ્રીકલ સુધી અભ્યાસ કર્યા બાદ પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ર્નિમલ (પ્રકાશ) ગોહિલ હાલ હાલોલની ખાનગી કંપનીમાં મેન્ટેનન્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે.પોતાની નોકરી સાથે ઈજનેર ર્નિમલ(પ્રકાશ)ગોહિલને વધતા જતાં પેટ્રોલના ભાવ અને ઈંધણ સંચાલિત વાહનો થકી વધી રહેલું પ્રદુષણ.
આ બને બાબતની ચિંતા થઈ તેઓએ નોકરી બાદના નવરાશની પળોમાં ઇ બાઈક (બેટરી સંચાલિત) બાઈક બનાવવાનું સ્વપ્ન જાેયું અને પૂર્ણ પણ કરી દીધું. સ્વપ્ન પૂર્ણ કરવા ભંગાર માંથી એક બાઇક ખરીદી તેમાં મોટર અને બેટરી ફિટ કરી ઇલેક્ટ્રિક બાઇકનું મોડેલ બનાવ્યું.
જે એક વાર ચાર્જ કરવાથી ૫૫ થી ૬૦ કિમી પ્રતિ કલાક ૪૫ કિમીની ઝડપે ચાલી શકે છે.વળી જેની બેટરી ચાર્જ કરવાનો સમય સાડા ત્રણ કલાક છે અને જેનો ખર્ચ માત્ર ૫ રૂપિયા જ થાય છે. આખી બાઇક બનાવવા માં અંદાજીત ૩૦ હજાર નો જ ખર્ચ થયો છે.
ઈજનેર ર્નિમલ(પ્રકાશ) ગોહિલે પોતે તૈયાર કરેલી ઇ બાઈકમાં હાલ માર્કેટમાં મળતી ઇ બાઈક કરતાં બેટરીમાં થોડી વિશિષ્ટતા હોવાનું જણાવે છે.સામાન્ય રીતે ઇ બાઇકમાં લિથેમાઇન બેટરી ઉપયોગ લેવામાં આવી રહી છે.જેની સામે તેઓએ લિથેમાઇન બેટરી કરતાં એક સ્ટેપ આગળ માનવામાં આવતી લિથેમાઇન ફોસ્ફેટ બેટરીનો ઉપયોગ કર્યો છે.ઈજનેર ર્નિમલના મતે આ બેટરીનું આયુષ્ય અને પરફોર્મન્સ વધુ હોય છે .
વળી આ બેટરીમાં ટેમ્પરેચર સહન કરવાની કેપેસિટી ખૂબ જ હોવાથી બ્લાસ્ટ થવાની શક્યતાઓ રહેતી નથી. જેમાં પણ અન્ય બેટરી ઉપયોગ વિહોણી થયા પછી પૂર્ણ નષ્ટ થતી નથી જેથી પ્રદુષણની માત્રામાં વધારો કરે છે જેની સામે આ બેટરીનું આયુષ્ય પૂર્ણ થયા પછી સંપૂર્ણ નષ્ટ કરી શકાય છે.*