Western Times News

Gujarati News

મ્યુનિ. સ્ટાફ સીલેકશન કમીટીએ રર આસી. કમીશ્નરોને કાયમી કર્યાં

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાતાકીય તેમજ બહારથી રપ આસી. મ્યુનિ. કમિશ્નરોની ભરતી કરવામાં આવી હતી જેમને એક વર્ષ માટે પ્રોબેશન પર રાખવામાં આવ્યા હતા.

આસી. મ્યુનિ. કમિશ્નરોનો પ્રોબેશન સમય પૂર્ણ થયા બાદ પણ તેમને કાયમી નિમણૂંક આપવામાં આવતી નહતી. મ્યુનિ. સ્ટાફ સીલેકશન કમીટીની સોમવારે મળેલી બેઠકમાં રર આસી. કમિશ્નરોને કાયમી નિમણૂંક આપવામાં આવી છે. તદ્‌પરાંત ઈજનેર અને એસ્ટેટ વિભાગના અધિકારીઓને પણ નિયમ મુજબ બઢતી આપવામાં આવી છે.

શહેર મેયર કીરીટભાઈ પરમાર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ ખાતાકીય સરક્યુલરથી ભરતી કરવામાં આવેલા ૧૩ આસી. કમિશ્નર પૈકી ૧૧ને કાયમી નિમણૂંક આપવામાં આવી છે. જયારે જાહેરખબરથી ભરતી કરવામાં આવેલા ૦૯ પૈકી ૦૮ આસી, કમિશ્નરને કાયમી કરવામાં આવ્યા છે. જે ત્રણઆસી.

કમિશ્નરો સામે ખાતાકીય રાહે તપાસ ચાલી રહી છે તે પ્રિથા સુનીલ, નરેન્દ્ર ગમારા અને પ્રયાગ લાંગળીયાના પ્રોબેશન પીરીયડની મુદત લંબાવવામા ંઆવી છે. મીટીંગમાં ડે.એ.ઓ અને ડે. ટી.ડી.ઓ.ની જગ્યા પર ઉમેશ ભટ્ટ, ચંદનસિંહ બિલવાસ, ઘનશ્યામ પટેલ અને હિતેન્દ્ર મકવાણાને બઢતી આપવામાં આવી છે. જયારે ડે. સીટી ઈજનેરની ખાલી પડેલી ૦ર જગ્યા પર જીતેન્દ્ર ડાભી અને અનિલ પ્રજાપતિને બઢતીથી નિમણૂક આપવામાં આવી છે. જયારે એડી. સીટી ઈજનેર વીરેન રાવલના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.