મ્યુનિ.સ્ટેન્ડીંગ કમિટિમાં અભિનંદનનો મુશળધાર ‘વરસાદ’
માત્ર દસ મીનિટમાં : શાસકોની જેમ વિપક્ષે પણ ‘સબ સલામત’ આલબેલ પોકારી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં બુધવાર મોડી સાંજે ખાબકેલા અઢી ઈંચ વરસાદમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા તથા ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ પણ થયુ હતુ. વરસાદ બંધ થયા બાદ વરસાદી પાણી ઝડપભેર ઓસળી ગયા હતા. જેના કારણે મ્યુનિસિપલ ભાજપમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં પણ ‘ઈજનેરો’ એ લાજ રાખીનો માહોલ જાવા મળ્યો હતો.
તથા પાછલા તમામ ગુના માફ કરીને કમિટિ ચેરમેન અને સભ્યોએ મ્યુનિસિપલ કમિશ્નર અને ઈજનેર અધિકારીઓ પર અભિનંદનનો ‘વરસાદ’ કર્યો હતો. ભાજપના કોર્પોરેટરોએ પ્રથમ વખત સારી કામગીરી જાઈ હોવાથી ‘ઘેલા-ઘેલા’ થયા હોવાના પણ કટાક્ષ થઈ રહ્યા છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર માત્ર બે કલાકમાં જ અઢી ઈંચ વરસાદ થયો હોવા છતાં માત્ર ૧૭ સ્થળે જ વરસાદી પાણી ભરાયા હતા. તેમજ બે સ્થળે રોડ સેટલમેન્ટ થયા હતા. મ્યુનિસિપલ કમિશ્નર અને તમામ હોદ્દદેરોએ કમાન્ડ કંટ્રોલ રૂમમાં બેસીને સતત મોનિટરીંગ કર્યુ હતુ.
જે સ્થળે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જાવા મળી હતી તે સ્થળે કંટ્રોલ રૂમમાં બેસીને જ વધુ પંમ્પ ચાલુક રવા માટે સુવિધા આપવામાં આવી હતી. કંટ્રોલ રૂમમાં વિસ્તાર,પંપ કેપેસિટી, ચાલુ પંપની સંખ્યા તથા નિકાલ થયેલ પાણી સહિતની માહિતી મળતી હતી. જેના કારણે તંત્ર વધુ સજ્જ રહ્યુ હતુ.ે
મ્યુનિસિપલ હેલ્થ તથા સોલીડ વેસ્ટના કર્મચારીઓએ વહેલી સવારથી જ સફાઈ અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી હતી. મ્યુનિસિપલ કમિશ્નરે અંગત રસ લઈને કેચપીટ અને મેનહોલની સફાઈ કરાવી હતી. તેના સારા પરિણામ જાવા મળ્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સીસીઆરએલમાં કેચપીટોને લગતી ફરીયાદો વધારે આવે છે. તો આ મુદ્દે ઈજનેર અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે તથા ફરીયાદ નિવારણ બાદ ફરીયાદીને સફાઈની વિગત સાથે માહિતી આપવા માટે સુચના આપવામાં આવી છે. કોટ વિસ્તારમાં વરસાદ બાદ ડ્રેનેજ લાઈનોની સફાઈ કરવા માટે પણ સુવિધા આપવામાં આવી છે.
વરસાદ બાદ ડ્રેનેજ લાઈનમાં રેતી અને કાદવ જમા થાય છે જેના કારણે પ્રદુષિત પાણીની સમસ્યા થઈ શકે છે. સાવચેતીના પગલારૂપે ડ્રેનેજ લાઈનોની સફાઈ માટે તાકીદ કરવામાં આવી છે. શહેરના મલાવ તળાવ, વ†ાપુર તળાવ,ચાંદલોડીયા તળાવ અને આર.સી.ટેકનિકલ તળાવમાં સ્ટ્રોમ વાટર લાઈન મારફતે પણ વરસાદી પાણી ખાલી થવાની શરૂઆત થઈ છે. આગામી સમયમાં એસટીપી તૈયાર કરવામાં આવશે. મણીનગર એલ.જી.હોસ્પીટલ પાસે ઝઘડીયા બ્રિજ પર રેલીંગ લગાવવામાં આવી છે જે વારંવાર તૂટી જાય છે.
તેથી જવાબદાર વિભાગને દર અઠવાડિયે રેલીંગની ચકાસણી કરવા સુચના આપવામાં આવી છે. બાપુનગર સોનેરીયા બ્લોક પાસે પંમ્પીંગ સ્ટેશન બનાવવા માટે વિચારણા થઈ રહી છે. સદર સ્થળે પંપીંગ સ્ટેશન કાર્યરત થાય તો આસપાસના નાગરીકોને લાભ થશે તેમ તેમણે ે વધુમાં જણાવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે બે કલાકમાં અઢી ઈંચથી ત્રણ ઈંચ વરસાદ થયો હતો. તથા તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની ફરીયાદો બહાર આવી હતી. તેમ છતાં વિપક્ષ કોંગ્રેસ તરફથી આ મુદ્દે કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી. તથા શાસકોની જેમ વિપક્ષે પણ ‘સબ સલામત’ આલબેલ પોકારી હતી. જેના કારણે જ પહેલા રીવ્યુ બેઠકમાં અને ત્યારબાદ સ્ટેન્ડીંગ કમિટિની મીટીંગમાં વરસાદી પાણીના ભરાવા કે રોડ તૂટવા મામલે કોઈ જ ચર્ચા થઈ નહોતી.
મ્યુનિસિપલ ઈજનેર અધિકારીઓએ સારી કામગીરી કરી છે. તે બાબતે કોઈ શંકા નથી. પરંતુ ર૦૧૭ની જેમ આ વરસે પણ અનેક સ્થળે રોડ તૂટ્યા છે. ખાડા-ગાબડાની સંખ્યા વધારે છે. નવો ફલાયઓવર પણ તેમાંથી બાકાત નથી.
તેમ છતાં વિપક્ષે મૌન રહેવાનું પસંદ કર્યુ હતુ. જ્યારે શાસક પક્ષના કોર્પોરેટરોએ વરસાદ થયા પછી લગભગ બાર કલાક બાદ પાણી જાવા મળ્યા નહોતા એવા અભિપ્રાય આપ્યા હતા. તથા તંત્રને શાબાશી પણ આપી હતી. તંત્રએ સારી કામગીરી કરી છે તે તેમની ફરજનો જ એક ભાગ છે તે વરસોથી જે કામ કરવામાં આવ્યા નહોતા. તે ચાલુ વરસે થયા છે પરંતુ તે આગામી વરસોમાં પણ થવા જાઈએ એમ નાગરીકો માની રહ્યા છે.