Western Times News

Gujarati News

મ્યુનિ. હેલ્થ ફુડ વિભાગ દ્વારા પાણી સપ્લાયના કોન્ટ્રાકટમાં મહા કૌભાંડ !!

એક જ પાર્ટીએ અલગ અલગ નામથી ત્રણ ટેન્ડર ભરી કોન્ટ્રાકટ મેળવ્યો

પૂર્વ શહેર પ્રભારીના પાડોશીના વર્ષોથી ચાલી રહેલ કોન્ટ્રાકટ

બુધવારે મળનાર હેલ્થ કમિટી સમક્ષ રજુ થયેલી દરખાસ્ત પર સૌની નજર

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ ફુડ વિભાગમાં પાણી, નાસ્તા, લંચ અને ડીનરના ઓર્ડરમાં ભ્રષ્ટાચાર લગભગ કાયમી બની ગયો છે. કોર્પોરેશન દ્વારા આયોજીત વિવિધ પ્રોગ્રામો જેવા કે ફુડ ફોર થોટ કાંકરિયા કાર્નિવલ, ફલાવર શો વિગેરેમાં માત્ર એક જ એજન્સીને વર્ષોથી કામ સોંપવામાં આવી રહયું છે અને બજાર ભાવ કરતા અનેકગણી વધારે રકમ ચુકવાય છે. જેના કારણે ફુડ ફોર થોટ અને ફલાવર શોના પેમેન્ટ તત્કાલિન કમિશનરે રોકી રાખ્યા પણ હતાં તેમ છતાં હેલ્થ ફુડ વિભાગના ઉચ્ચ અધિકારી ડો. ભાવિન જોષી તેમની માનીતી કંપનીને જ ઓર્ડર આપવા તત્પર રહે છે.

અગાઉ ઓફર કોટેશનથી કામ આપતા હતાં જયારે બહુ ઉહાપોહ થયા બાદ હમણાં શોર્ટ ટમ ટેન્ડર જાહેર કર્યા છે. જેમાં ૪ કંપનીઓએ ભાગ લીધો હતો તે પૈકી ૩ કંપની એક જ પરિવારની છે અને તેને ખૂબ જ ઉંચા ભાવે ઓર્ડર આપવામાં આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે આ ઓર્ડર જેને આપવામાં આવ્યો છે તે કલ્પક ગાંધી પૂર્વ મ્યુનિ. પ્રભારી ધર્મેન્દ્ર શાહના જુના પાડોશી પણ છે.મ્યુનિ. હેલ્થ ફુડ વિભાગ દ્વારા તાજેતરમાં મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ કાર્યક્રમોમાં પાણી સપ્લાય માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં કુલ ૪ સંસ્થાઓએ ભાગ લીધો હતો જે પૈકી એક સંસ્થાને અગાઉથી નકકી થયા મુજબ જ ડીસકવોલિફાઈ કરવામાં આવી હતી જેમાં એ કારણ દર્શાવવામાં આવ્યું હતું કે સંસ્થા પાસે હેલ્થ લાયસન્સ નથી.

આ સિવાય જે ત્રણ સંસ્થાઓ બાકી રહી હતી તેમાં કલ્પક ગાંધી એન્ડ સન્સ, ગાંધી કેટેરસ, અને કલ્પમિત સેલ્સ એજન્સીનો સમાવેશ થાય છે. અહીં ચોંકાવનારી બાબત એ છે કે આ ત્રણેય સંસ્થાઓ એક જ પરિવારની છે. તેમજ તેના સરનામાં પણ એક જ સોસાયટીના છે જેમ કે કલ્પમિત સેલ્સ એજન્સી અને ગાંધી કેટેરસનું સરનામું ર૦/ર ચંદ્રપ્રકાશ સોસાયટી અપ્સરા પાછળ કાંકરિયા દર્શાવ્યું છે. જયારે ત્રીજી કંપનીનું સરનામું ૧૯/ર ચંદ્રપ્રકાશ સોસાયટી અપ્સરા સિનેમા પાછળ કાંકરિયા દર્શાવેલ છે. ગાંધી કેટેરસના માલિક તરીકે કલ્પક ગાંધીના પÂત્નનું નામ ચાલી રહયું છે. અહીં એ બાબતનો ઉલ્લેખ કરવો જરૂરી બને છે કે ભાજપના પૂર્વ મ્યુનિ. પ્રભારી ધર્મેન્દ્ર શાહ પણ આ જ સોસાયટીમાં રહેતા હતા અને હાલ તેમનું કાર્યાલય અહીં જ છે.

મ્યુનિ. હેલ્થ ફૂડ વિભાગ દ્વારા પાણી માટે જાહેર કરેલા ટેન્ડરમાં કલ્પક ગાંધી કે જેઓ તમામ ત્રણ સંસ્થા સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે તેમણે ર૦ લીટર પાણીના જગનો ભાવ રૂ.૭૦ થી રૂ.૭૪ સુધી આપ્યા છે જયારે બજારમાં તેનો ભાવ રૂ.૩૦ થી રૂ.પ૦ સુધીનો ચાલી રહયો છે. એવી જ રીતે રપ૦ પાણી બોટલનો ભાવ રૂ.૮ આપ્યો છે જયારે બજારમાં બીસ્લરી જેવી સ્ટાર્ન્ડડ કંપનીનો રપ૦ એમ.એલ. બોટલનો ભાવ રૂ.પ.૮૦ ચાલી રહયો છે. જયારે ૭પ૦ એમ.એલ. હિમાલ્યા મીનરલ બોટલનો ભાવ રૂ.૬પ ભર્યો છે પરંતુ હિમાલ્યા મીનરલ વોટરની એક લીટરની બોટલનો ભાવ રૂ.૬૦ ચાલે છે તેવી જ રીતે તેમણે પ્રસંગોમાં માત્ર આમંત્રિતોને પાણી આપવા માટે વેઈટરનો ભાવ રૂ.૧ર૦૦ લેખે ગણતરી કરી છે જયારે રીયુઝેબલ ગ્લાસનો ભાવ રૂ.૧૦ આપ્યો છે.

અહીં નોંધનીય બાબત એ છે કે બજારમાં આ ગ્લાસનો ભાવ રૂ.પ થી ૧પ ચાલી રહયો છે પરંતુ કોન્ટ્રાકટર જે તે પ્રસંગે આ ગ્લાસનો ઉપયોગ કરી પરત લઈ જશે તેથી માત્ર એકાદ પ્રસંગમાં જ તેને મુડી પરત મળી જશે અને કોર્પોરેશનના ભાગે સરવાળે નુકસાન જ આવશે. કલ્પમિત એજન્સી દ્વારા રીયુઝેબલ ગ્લાસના જે ભાવ આપવામાં આવ્યા છે તે પણ બજાર ભાવ કરતા ઘણા ઉંચા છે. ર૦૧૭-૧૮માં પણ તેમણે રીયુઝેબલ ગ્લાસના ૪૯ પૈસા લેખે ભાવ આપ્યા હતાં જયારે હેલ્થ ફુડ વિભાગ દ્વારા તેના માટે રૂ.૬.પ૦ લેખે ચુકવણી કરવામાં આવી હતી જેના માટે લોકલ ઓડીટ ફંડ વિભાગે પણ રૂ.ર લાખની રીકવરી કાઢી છે. આ ઉપરાંત એજ વર્ષે પાણીના જગમાં પણ રૂ.૯.૮૮ લાખની રીકવરી નીકાળી છે જે માટે હેલ્થફુડ વિભાગ તરફથી હજી સુધી કોઈ જવાબ આપવામાં આવ્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.