Western Times News

Gujarati News

મ્યુનિ.હેલ્થ સેન્ટરોમાં સરકારી ધોરણે હંગામી ભરતી થશે

File

શાળા-કોલેજા આસપાસ વેચાણ થઈ રહેલ તમાકુના વેપારી સામે ખાસ ઝુબેશ થશેઃઅમૂલભાઈ ભટ્ટ : ગાયનેક-પિડીયાટ્રીશ્યન, લેબ-ટેકનિશ્યન સહિત ૬૮૦ જગ્યા ભરવામાં આવશે

 

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં તબીબી સેવા સાથે સંકળાયેલા સ્ટાફની હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે. તેમજ શાળાઓ આસપાસ વેચાણ થતાં ગુટખા-તમાકુના વેચાણને રોકવા માટે મનપા દ્વારા ખાસ ડ્રાઈવ કરવામાં આવશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન અમૂલભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ૭૪ અર્બન હેલ્થ સેન્ટર તથા સાત કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આરોગ્ય લક્ષી સેવા અપગ્રેડ કરવામાં આવશે. અર્બન હેલ્થ સેન્ટરોમાં મેડીકલ ઓફિસર તથા લેબ ટેકનિશ્યનનો સ્ટાફ રહેશે.

જયારે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં મેડીકલ ઓફિસર તથા લેબ. ટેકનિશ્યનોની ઉપરાંત ગાયનેક, પિડીયાટ્રીશ્યન, એક્ષ-રે ટેકનિશ્યન તથા ક્લાર્ક તથા ઓપરેશન થીયેટર સુપરવાઈઝરની પણ હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે. જેમને રાજ્ય સરકારના ધોરણે પગાર આપવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૬૯૦ જેટલી જગ્યાઓ ભરવામાં આવશે. જેનો તમામ પગાર ખર્ચ સરકાર ઉઠાવશે. રાજ્ય સરકારની ગ્રાંટમાંથી તૈયાર થયેલ સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હોસ્પીટલમાં જેનેરીક દવાનો સ્ટોર્સ શરૂ કરવા માટે સરકારની મંજુરી માંગવામાં આવી છે. શાળા-કોલેજાની આસપાસ ગુટખા કે તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ છે. તેમ છતાં તેનું વેચાણ થઈ રહ્યુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે ઝુબેશ શરૂ કરી છે. આગામી દિવસોમાં શાળાઓની આસપાસના પાર્લરો તથા પાન-ગલ્લાઓમાં ખાસ ડ્રાઈવ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને લગભગ બે વર્ષ પહેલાં કાલુપુર અને સૈજપુર વિસ્તારમાં બોર બનાવ્યા હતા. પરંતુ લાઈટ જાડાણના અભાવે તેનો ઉપયોગ શરૂ થયો નથી.

બંન્ને બોરમાં લાઈટ જાડાણ લેવા માટે મુખ્ય રોડમાં ૬૦૦ મીટરના ખોદકામ કરવા પડે તેમ છે. તેથી ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ લાઈટ જાડાણની કામગીરી કરવામાં આવશે. શહેરના મધ્ય અને ઉત્તર ઝોનમાં જેટીગ અને સુપર-સકર મશીનની જરૂરીયાત વધારે રહી છે.
કોર્પોરેશન પાસે ે‘સ્વચ્છ ભારત મિશન’ નું પુરતુ ભંડોળ છે.

તેથી જરૂરીયાત મુજબ નવા જેટીંગ અને સુપર સકર મશીન ખરીદવામાં આવશે. ઠક્કરનગર વોર્ડમાં રખડતા ઢોરોની ફરીયાદ વધી રહી છે. તંત્ર દ્વારા દૈનિક ૮૦ ઢોર પકડવામાં આવી રહ્યા છે.ે જે અગાઉ કરતા ચાર ગણા વધારે છે તેમ છતાં ફરીયાદનો તાકીદે નિકાલ કરવા જવાબદાર વિભાગને સુચના આપવામાં આવી છે.

જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન ગાયો છોડવામાં આવે એવી શક્યતા નહિવત છે. ગતવરસે ગાયો છોડવામાં આવી નહોતી. ચાલુ વરસે પણ સમય-સંજાગોને આધિન નિર્ણય લેવામાં આવશે. મ્યુનિસિપલ ઈજનેર ખાતામાં ડેપ્યુટી સીટી ઈજનેર હોદ્દાની બે જગ્યા ખાલી છે.

સદર બંન્ને જગ્યા ખાતાકીય પ્રમોશનથી ભરવામાંઅ ાવશે. નારણપુરા વિસ્તારમાં એઈસી પાસે રિઝર્વ પ્લોટમાં ‘ડેબરીઝ’ ખાલી કરવા મુદ્દે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

સદર પ્લોટ ડેબરીઝ માટે જ રીઝર્વ કરવામાં આવ્યો છે. સ્થાનિક રહીશોને તકલીફ ન થાય એ હેતુથી રાત્રે નવ વાગ્યા બાદ વાહનોની અવરજવર બંધ કરવામાં આવશે. તેમજ પ્લોટને વ્યવસ્થિત કવર કરવા માટે સુચના આપી છે. સદર પ્લોટની બાજુમાં થોડા સમય પહેલાં આંગણવાડી બનાવવામાં આવી છે. પ્લોટની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી આંગણવાડીના સ્થાનમાં ફેરફાર કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ર૦ બગીચામાં જીએનએફસીના સ્ટોલ છે. જેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવાથી રીન્યુ કરવામાં આવ્યો છે. જીએનએફસી દ્વારા કાંકરીયા ફ્રન્ટમાં પણ પ્લોટની માંગણી કરવામાં આવી હતી. પરંતુ કાંકરીયા ફ્રન્ટમાં સ્ટોલ માટે જગ્યા આપવામાં આવીઆવતી ન હોવાથી તેમની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.

કાંકરીયા લેઈક પરિસર અને હેરિટેઝ બિલ્ડીંગ પર કાયમી ધોરણે ડેકોરેશન લાઈટસ લગાવવા માટે રજુ કરવામાં આવેલ દરખાસ્ત પરત મોકલવામાં આવી છે. ડકોરેશન લાઈટસ માટે જે સંસ્થાઓ સૌથી ઓછા ભાવ આપ્યા હતા તેના પ્રેઝેન્ટેશનજાવામાં આવ્યા હતા. પરંતુ તે અપેક્ષા મુજબ ન હોવાથી ફરીથી ટેન્ડર જાહેર કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેને વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.