Western Times News

Gujarati News

મ્યુનિ. હોસ્પિટલોમાં નવા બર્ન્સ વોર્ડ બનાવવામાં આવશે

નિકોલની સમસ્યાનો ર-૩ દિવસમાં ઉકેલ આવી જશે ઃ દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ,
શહેરના કોટ વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી કરવા માટે સારંગપુર માધવબાગ ખાતે નવી ઓવર હેડ ટાંકી બનાવવામાં આવશે. નિકોલમાં છેલ્લા ૧પ દિવસથી શિરદર્દ બનેલ ડ્રેનેજ બેકીંગની સમસ્યાનો ટુક સમયમાં ઉકેલ આવશે તેમજ શહેરના એન્ટ્રી ગેટ પીપીપી મોડેલ આધારિત તૈયાર થશે. મ્યુનિ. હોસ્પિટલોમાં નવા બર્ન્સ વોર્ડ તૈયાર કરવામાં આવશે તેમજ સ્મશાનમાં નાગરિકોની સરળતા માટે ક્યુઆર કોડ મુકવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ સ્મશાન ગૃહોમાં મરણની નોંધણીના સર્ટિફિકેટ માટેના ફોર્મ મેળવવા માટે ઊઇ કોડ મૂકવામાં આવ્યા છે. જે કોડ સ્કેન કરતાની સાથે જ ફોર્મ ખુલી જશે. જે ફોર્મની પ્રિન્ટ કઢાવી અને માહિતી ભરી સિવિક સેન્ટર પર અથવા જન્મ- મરણ ઓફિસ ખાતે જમા કરાવી મરણ સર્ટિફિકેટ મેળવી શકાશે. આ સુવિધા મૂકવાના કારણે લોકોને ફોર્મ મેળવવા માટે અથવા તો સબ ઝોનલ ઓફિસ સુધી ધક્કો ખાવો નહીં પડે.

ચેરમેન દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ખાડિયા વિસ્તારમાં પાણીના અપૂરતા પ્રેશર અને પાણીની અછતની સમસ્યાના નિવારણ માટે સારંગપુર ખાતે હયાત પાણીની ટાંકી તોડી માધવબાગ પાસે નવી ટાંકી બનાવવામાં આવશે જેનો લાભ ૬૦ હજાર નાગરિકોને મળશે આ ટાંકી માટે એએસઆઈની પણ પરવાનગી મળી ગઈ છે. શહેરના એરપોર્ટ વિસ્તારમાં આઈકોનીક રોડ તૈયાર કરવામાં આવ્યો છે તેવી જ રીતે શહેરની મુખ્ય એન્ટ્રીઓ પર પીપીપી મોડલ આધારિત એન્ટ્રી ગેટ અને રોડ બનાવવામાં આવશે.

જે કંપની રોડ બનાવશે તેને એડર્વટાઈઝના તમામ હક્ક આપવામાં આવશે. નિકોલમાં છેલ્લા ૧પ દિવસથી ડ્રેનેજ બેકીગની ફરિયાદ જોવા મળતી હતી અને નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા સદર સમસ્યાનું ર-૩ દિવસમાં નિરાકરણ આવી જશે. હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય તે સંજોગોમાં જે-તે હોસ્પિટલ દ્વારા જ માહિતી કોર્પોરેશનને મોકલવામાં આવે છે, જેની નોંધ વિગતોને આધારે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, મૃતકનાં સગાઓએ કોઇ વિગત મોકલવાની રહેતી નથી.

પરંતુ, જેઓનાં મૃત્યુ ઘરે થયા હોય, તેમનાં સગા-સબંધીઓને અત્યાર સુધી મૃત્યુ બાદ મરણની નોંધણી માટે વોર્ડ ઓફિસ ખાતેથી ફોર્મ મેળવીને મરણ નોંધણી કરવા માટે ફરી જવું પડતું હતુ.જે સરળ કરવાનાં હેતુસર કોર્પોરેશન સંચાલીત તમામ સ્મશાન ગૃહોમાં “QR Code” લગાવવામાં આવ્યા છે, જેના આધારે મૃતકનાં સગા-સબંધીઓ ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી વિગતો ભરી, જરૂરી આધાર પુરાવા સાથે જે વોર્ડમાં મૃત્યુ થયું હોય તે વોર્ડની જન્મ મરણ ઓફિસમાં જમા કરાવશે તો મરણની નોંધણી સરળતાથી થઇ શકશે. મૃત્યુ અંગેની નોંધણી ૨૧ દિવસમાં કરવામાં આવે તો જે-તે વોર્ડ ઓફિસ ખાતે થઈ શકશે અને ત્યારબાદ ૨૧ દિવસથી ૧ વર્ષ સુધીમાં નોંધણી કરવા માટે જન્મ મરણની હેડ ઓફિસ ખાતેથી નોંધણી થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.