Western Times News

Gujarati News

મ્યુ.કોર્પોરેશનનો નવો વિક્રમઃ રૂ.પાંચની ગેરરીતી માત્ર પાંચ કલાકમાં સાબિત કરી

File

તપાસ માટે આદેશ આપનાર ડે.કમિશ્નરના ઝોનનાં ગેરકાયદેસર બાંધકામો સામે આંખ આડા કાન  પ્રાથમિક સુવિધા માટે વર્ષોર્થી વલખા મારતી પ્રજા ની ફરીયાદનો કોઈ ઉકેલ નહી

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ:ગુજરાતી ભાષામાં જે પણ કહેવતો છે તે તમામ મ્યુનિ કોર્પોરેશન માટે જ હોય તેમ લાગી રહ્યુ છે મ્યુનિ. કોર્પોરેશનમાં બુધવારે બનેલી એક ઘટનાએ “હાથી ગયા પણ પુછડી પકડી રાખવી” યથાર્થ સાબિત કરી છે જેમા માત્ર રૂ. પાંચ ની ગેરરીતીના આક્ષેપનો સાચો સાબિત કરવા માટે ઉચ્ચ અધિકારીને પાચ પાંચ કલાક સુધી દોડાવામાં આવ્યા હતા.


પાચ રૂપિયાની ગેરરીતી સાબિક કરવા તથા તાકીદે કાર્યવાહી કરવામાં આદેશ આપનાર ડે.મ્યુનિ કમીશનરના કાર્યક્ષેત્ર દક્ષિણઝોનમાં રોજ નવા ૫૦ ગેરકાયદેસર બાધકામનો થઈ રહ્યા છે, કોર્પોરેશનની લાખો ચોરસ મીટર જમીન પર ભૂમાફિયાઓ કબજા જમાવીન બેઠા છે તથા નાગરીકો પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે તેમ છતા આ મુદ્દે કાર્યવાહી કરવાની તસદી લેવામા આવતી નથી. નાગરિકોનો પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઝોનમાં નિયમીત હાજરી આપવાના બદેલ આ સાહેબ દાણાપીઠ કાર્યાલય ખાતે વિરાજમાન રહે છે

જ્યારે આસી. મ્યુનિ. કમીશ્રનર કક્ષાના અધિકારી ભૂતકાળની જેમ “વહીવટ” કરી રહ્યા હોવાના ખુલ્લે આમ આક્ષેપ થઈ રહ્યા છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોેરેશન ઈતિહાસમાં સૌથી ઓછા સમયમાં તપાસ પૂર્ણ કરીને કાર્યવાહી કરવાનો નવો વિક્રમ બુધવારે રચાયો છે સાબરમતી રીવરફ્રન્ટ પાર્કીગ ના કોન્ડાક્ટર દ્વિ ચક્રી વાહન માટે રૂ પાચ ના બદલે રૂ ૧૦ લેતા હોવાની કોપોર્રટરે ફરીયાદ કરી હતી જેને તથ્ય માની ને રીવરફ્રન્ટ ડે. મ્યુનિ. કમીશ્નર આર કે મહેતા હરકતમાં આવ્યા હતા તથા આસી. ર્મનેજર કક્ષાના અધિકારીને રૂ પાંચ ની ગેરરીતિ થાય છે કે કેમ ? તેની તપાસ કરવા માટે ભર તડકે ચાર થી પાચ કલાક ઉભા રાખ્યા હતા તથા સાજ સુધીમા તો નોટીસની કાર્યવાહી પણ પૂર્ણ થઈ ગઈ હતી

ડે. મ્યુનિ. કમિશ્નર આર કે મહેતાએ જે પદ્ધતિથી કામગીરી કરી છે તે બિરદાવા લાયક છે પરતુ ઝોનમાં ડ્રેનેજ બેકીંગ તૂટેલા રોડ કેમિકલ યુક્ત પાણી તથા ગેરકાયદેસર બાધકામો મુદ્દે પણ આજ પદ્ધતિથી ૨૪ કલાકમાંજ ઉકેલ લાવે તો ખરા અર્થમાં પ્રજાલક્ષી અધિકારી માનવમાં આવે પરતુ અફસોસ જનક બાબત એ છે કે ઝોનનાનાગરીકો ફરીયાદો કરી કરી ને થાકી ગયા છે જ્યારે સાહેબ ઝોનની ઓફીસમાં હાજર હોતા જ નથી.

દક્ષિણ ઝોનના આતરિક સુત્રોએ જણાવ્યા મુજબ મ્યુનિ કમીશ્નરે તમામ ઝોનના આઈએએસ તથા જીએએસ કક્ષાના અધિકારીઓને બદલી કરીને તે સમયે દક્ષિણ ઝોનના આર કે મહેતાને ની નિમણૂક કરી હતી તે અગાઉ ઝોનમાં આસી. કમીશ્નરે ડે. કમિશ્નરે ચાર્જ સોપવામાં આવ્યો હતો ઝોનમાં અનુભવી અધિકારી આવ્યા હોવાથી ભ્રષ્ટાચાર અને પ્રજાલક્ષી પ્રશ્નોનો તાકીદ ઉકેલ આવશે તેવી અપેક્ષા ચુટાયેલી પાખ અને નાગરિકોને હતી પરતુ તે અપેક્ષા ફળીભૂત થઈ ન હતી કારણકે ઉચ્ચ અધિકારીને ઝોનની ઓફિસમાં બેસીને નાગરીકોની સમસ્યા સાભળવામા રસ નથી

દક્ષિણ ઝોનમાં ગેરકાયદેસર બાધકામોની સમસ્યા સૌથી વધારે છે આસી. કમિશ્રનર પરાગ શાના કાર્યકારમાં ખૂબજ મોટી સંખ્યામા ગેરકાયદેસર બાધકામ થયા હતા તેથી આર કે મહેતા બદલી તથા આ બાધકામો ઉપર રોક આવશે અને ડોમોલીશન પણ થશે તેવી અપેક્ષા રાખવામા આવતી હતી જે ઠગારી નીવડી છે. તેવી જ રીતે નારોલ, દાણીલીમડા, અને બહેરામપુરાની ફેક્ટરીમા કેમિકલ યુક્ત પાણી છોડામા આવી રહ્યા છે તે દિશામા પણ નક્કર કાર્યવાહી થઈ નથી.

ઈસનપુરની ટીપી સ્કિમ  નં ૫૫ અને ૫૬માં ૫૬માં કોપોરશનની લાખો ચોરસ મીટર જમીન પર ભૂમાફિયાઓનો કબજા છે આ જમીન સપાદન કરવા માટે પણ તેમને પણ કોઈ કાર્યવાહી કરી નથી  ઝોનના સોથી મોટા લાભા વોર્ડમાં રોડ રસ્તા રેહેણેજ પીવા લાયક પાણીની સમસ્યા મુદ્દે પણ કામ થયા નથી જે રીતે માત્ર રૂ ૫ની કથીત ગેર રીતીમા માત્ર ૮ કલાકમાં જ કાર્યવાહી પૂર્ણ કરવામા આવી તે જ રીતે નાગરીકોની ફરીયાદ અને સીસીઆરએસ પણ નોધાતી ફરીયાદોનો પણ ૨૪ કલાકમાં ઉકેલ થાય તે જરૂરી છે અન્યથા બુધવારે થયેલી તપાસ અને કાર્યવાહી કોઈના દબાણ વશ અથવા ભેદભાવ યુક્ત કરવામા આવી હોય તેવી ચર્ચા પણ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.