મ્યુ. તંત્ર ગંભીરતાથી પગલાં નહીં ભરે તો “અમદાવાદ” ઝેરી નગરી બનશે

અમદાવાદમાં રાયખડ વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત
અમદાવાદ: એક તરફ અમદાવાદને સ્માર્ટ સીટી બનાવવા રાજ્ય સરકાર તથા મ્યુ.કોર્પાેરેશન સત્તાવાળાઓ લોકોમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. ત્યારે બીજી તરફ અમદાવાદમાં પ્રદુષણનું સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે. પરંતુ સત્તાવાળાઓ તે અંગે હજુ ઉંઘમાં જ હોવાનું જણાય છે. શહેરમાં ઝેરી હવાનું પ્રમાણ ઘટવાને બદલે વધતું જાય છે. જે શહેરના નગરજનો માટે પડકારરૂપ બની રહ્યું છે.
આજે સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર રાયખડ વિસ્તાર છે. જ્યાં એર ક્વોલીટી ઈન્ડેક્ષ ૩૭૭ નોંધાયો છે. હવામાં ઝેરી વાયુ એટલા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે કે બાળકો, શ્વાસ-દમના દર્દીઓ, સગર્ભા મહિલાઓ તથા વૃદ્ધો માટે શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવે છે. શહેરમાં વધી રહેલા બાંધકામો, જેને કારણે રોડા, પથ્થર, ઈંટો તથા રેતીના ઢગલાંને કારણએ પવન વાતા જ હવામાં તેની રજકણો હવાને પ્રદૂષિત કરતી હોય છે. આ ઉપરાંત ઔદ્યોગિક કારખાના, ખાસ કરીને કેમીકલ કારખાનામાંથી બહાર નીકળતાં કાર્બન વાયુમાં પ્રદૂષણ ફેલાવવામાં મોટો ભાગ ભજવે છે.
અમદાવાદમાં વધતાં પ્રદૂષણને અંકુશમાં લાવવા રાજ્ય સરકાર તથા મ્યુ. તંત્ર ગંભીરતાથી સત્વરે પગલાં ભરશે નહીં તો “અમદાવાદ” ઝેરી નગરી બની શકે છે. શહેરમાં આજે પિરાણા, બોપલ, ચાંદખેડા, રખિયાલ, સેટેલાઈટ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર વધારે જાવા મળે છે. પીરાણામાં એર ક્વોલીટી ઈન્ડેક્ષ ૩૩૩, જ્યારે સેટેલાઈટ વિસ્તારનો એર ક્વોલીટી ઈન્ડેક્ષ ૩૧૮ નોંધાયો છે. શહેરના બધાંજ વિસ્તારોમાં એક્યુ આઈ સરેરાશ ૩૦૦થી ઉપર નોંધાયો છે. શહેરીજનો ઝેરી હવાથી બચવા “માસ્ક”નો ઉપયોગ કરી રહ્યાં છે.
ખાનગી દવાખાનાઓ શ્વાસના દર્દીઓ, ઉધરસના દર્દીઓનો છેલ્લાં બે દિવસમાં ૧૫થી ૨૦ ટકા વધારો થયો હોવાનું સૂત્રો જણાવે છે. મ્યુ.કોર્પાેરેશન તંત્ર દ્વારા શહેરમાં સફાઈ થતી હોવાથી, ઠેર-ઠેર ગંદકીના-ક્ચરાના ઢગલાંઓ તથા ઘણા વિસ્તારોમાં સફાઈકામદારો ક્ચરો સળગાવતાં હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.જે ઝેરી હવા માટેનું એક કારણ છે તેમ નગરજનો માની રહ્યાં છે.