મ્યૂઝિક પ્રોજેક્ટમાં વ્યસ્ત છે પવનદીપ અને અરુણિતા

મુંબઈ, સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨ની ટ્રોફી જીત્યા બાદ પવનદીપ રાજન હાલ તેના મ્યૂઝિક પ્રોજેક્ટમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે અરુણિતા કાંજીલાલ પણ છે. પવનદીપ રાજન અને અરુણિતાના મ્યૂઝિક સીરિઝનો એક વીડિયો ‘મંજૂર દિલ’ હાલમાં જ રિલીઝ થવાનો છે. બંને સાથે મળીને તેના અપકમિંગ વીડિયોને પ્રમોટ કરી રહ્યા છે. આ દરમિયાન બિગ બોસ ૧૫ પણ વિવાદમાં છે. ત્યારે શું તેઓ બંને બિગ બોસ અને ખતરો કે ખિલાડી જેવા રિયાલિટી શોમાં ભાગ લેશે કે કેમ તે અંગે જવાબ આપ્યો હતો.
એક વેબ પોર્ટલ સાથે વાતચીત કરતાં પવનદીપ અને અરુણિતાએ જણાવ્યું હતું કે, તેમને બિગ બોસ ૧૫ના નામ માત્રથી ડર લાગે છે. ખતરો કે ખિલાડીને લઈને પણ બંનેનું આવુ જ કંઈક માનવું છે. પવનદીપ રાજને કહ્યું હતું કે ‘અમારો પ્રોજેક્ટ ખતમ થયા બાદ બિગ બોસ ૧૫ને ફોલો કરવાનું શરૂ કરીશું. જ્યાં સુધી તેમાં ભાગ લેવાની વાત છે, તે મારાથી થઈ શકશે નહીં’. પવનદીપની જેમ અરુણિતાએ પણ બિગ બોસ ૧૫માં ભાગ લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
ખતરો કે ખિલાડીનો ભાગ બનવાના સવાલ પર અરુણિતા કાંજીલાલે કહ્યું હતું કે ‘હું આવા રિયાલિટી શોમાં ન જઈ શકું. મને પતંગિયાથી પણ ડર લાગે છે’. તો પવનદીપે કહ્યું હતું ‘આ શોમાં તમારા પર વાંદા-મકોડા અને સાપ નાખે છે. તેથી આ શોમાં હું જઈ શકું નહીં’.
પવનદીપ અને અરુણિતાના પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, તેઓ હિમેશ રેશમિયાના આલ્બમ ‘હિમેશ કે દિલ સે’ માટે ત્રણ જેટલા સોન્ગ ગાઈ ચૂક્યા છે. બંનેની જાેડીને ફેન્સ હજી પણ પસંદ કરે છે. ઈન્ડિયન આઈડલ ૧૨ દરમિયાન પણ પવનદીપ અને અરુણિતાના કેમેસ્ટ્રીની ખૂબ ચર્ચા થઈ હતી અને તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની પણ અફવા હતી. જાે કે, બંનેએ તેઓ માત્ર મિત્રો જ હોવાનું કહીને અફવા પર પૂર્ણવિરામ મૂક્યું હતું.SSS