મ્યૂઝિક સ્ટુડિયોમાં અમિતાભે આરાધ્યા સાથે રેકોર્ડિંગ કર્યું
મુંબઈ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર પ્રેરણાદાયી વિચારો કે મજેદાર વિડીયો શેર કરવા ઉપરાંત અમિતાભ બચ્ચન પોતાના જીવન સાથે જાેડાયેલી અપડેટ આપતા રહે છે.
કોઈવાર સેટ પરથી તો કોઈવાર ઘરેથી તો ક્યારેક ડબિંગ સ્ટુડિયોમાંથી બિગ બી તસવીરો શેર કરતા રહે છે. હાલમાં જ અમિતાભ બચ્ચને રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી બે તસવીરો શેર કરી છે. બિગ બીએ ટિ્વટર અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે,
જેમાં તેઓ પૌત્રી સાથે જાેવા મળે છે. મ્યૂઝિકનું રેકોર્ડિંગ કરી રહેલા અમિતાભ બચ્ચનની સાથે આરાધ્યા ઉપરાંત ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પણ જાેવા મળે છે. ટિ્વટર પર તસવીર શેર કરતાં અમિતાભે લખ્યું, “આવતી કાલની સવારથી સેલિબ્રેશન શરૂ થશે. પરંતુ શેના માટે? આ પણ કાયમની જેમ એક નવો દિવસ અને એક નવું વર્ષ હશે.
મોટી વાત શું છે! એના કરતાં પરિવાર સાથે સંગીતનું નિર્માણ કરવું યોગ્ય છે. બિગ બીએ શેર કરેલી તસવીર જાેતાં લાગી રહ્યું છે કે, આરાધ્યા કોઈ સોન્ગ રેકોર્ડ કરી રહી છે. તેનો ઉત્સાહ વધારવા અને માર્ગદર્શન આપવા માટે મમ્મી-પપ્પા અને દાદા સ્ટુડિયોમાં આવ્યા છે.
દીકરીના ગીતનું રેકોર્ડિંગ જાેઈને ઐશ્વર્યા પણ ખુશ થતી તસવીરમાં દેખાઈ રહી છે. અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર આરાધ્યા સાથેની તસવીર શેર કરી છે. જેમાં આરાધ્યા હેડફોન પહેરીને બેઠેલી જાેવા મળે છે. તસવીર શેર કરતાં અમિતાભ બચ્ચને લખ્યું, “જ્યારે દાદા અને પૌત્રી સ્ટુડિયોમાં માઈક સામે બેસે અને સંગીત રચે.
જણાવી દઈએ કે, આ વર્ષે અમિતાભ બચ્ચન, પૌત્રી આરાધ્યા, દીકરો અભિષેક અને પુત્રવધૂ ઐશ્વર્યા કોરોના સંક્રમિત થયા હતા. સાજા થયા બાદ હવે તેઓ રૂટિન લાઈફ જીવી રહ્યા છે. વર્કફ્રંટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે જાેવા મળશે. આ સિવાય અમિતાભ બચ્ચન પાસે ‘ઝુંડ’ અને રૂમી જાફરીની ફિલ્મ ‘ચેહરે’ પણ છે. હાલ તો અમિતાભ બચ્ચન એ જ જુસ્સા સાથે ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૨મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે.