Western Times News

Gujarati News

મ.પ્ર.માં ભાજપનાં નેતાની ગૌશાળામાં ગાયોનાં મોત

ભોપાલ, ભોપાલમાં રવિવારે અનેક ગાયોના મોતને લઈ સનસનાટી મચી ગઈ હતી. બૈરસિયા ખાતે ભાજપના મહિલા નેતા ર્નિમલા દેવી શાંડિલ્યની ગૌશાળા ખાતે ગાયોના મોત થયા હતા. ગૌશાળાના કૂવામાંથી રવિવારે ૨૦ ગાયોના મૃતદેહ મળી આવ્યા હતા.

જ્યારે ૭૫ કરતાં પણ વધારે ગાયોના મૃતદેહ અને હાડપિંજર મેદાનમાં વિખરાયેલા મળી આવ્યા હતા. રવિવારના આગલા દિવસે પણ ગૌશાળામાં ૮ ગાયોના મોત થયા હતા અને આ મામલે કોંગ્રેસને ભાજપ પર નિશાન સાધવાની તક મળી ગઈ છે.

ગાયોના મૃત્યુની ખબર ફેલાતાં જ ઘટના સ્થળે લોકોની ભીડ જામવા લાગી હતી અને લોકો ગાયોની સ્થિતિ જાેઈને ભડકી ઉઠ્‌યા હતા. ત્યાર બાદ લોકોએ ગૌશાળાના સંચાલિકા ર્નિમલા દેવીની ફરિયાદ કરી હતી અને તેમના વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો. આ અંગે જાણ થયા બાદ પ્રશાસને તાત્કાલિક આરોપી મહિલા પાસેથી ગૌશાળાનું સંચાલન છીનવીને પોતાના હાથોમાં લઈ લીધું હતું.

આ દરમિયાન લોકોનો વિરોધ અને તણાવ વધી રહ્યા હોવાથી મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હતું. જાણવા મળ્યા મુજબ ર્નિમલા દેવી ૧૮ વર્ષ કરતાં પણ વધારે સમયથી ગૌશાળાનું સંચાલન કરી રહ્યા હતા.

આ ઘટના અંગે જાણકારી મળ્યા બાદ કલેક્ટર અવિનાશ લવાનિયા અને અનેક પ્રશાસનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે લોકોને સમજાવીને તેમનો ગુસ્સો શાંત પાડ્યો હતો. અનેક લોકોના કહેવા પ્રમાણે આ મોત છેલ્લા ૧૫ દિવસોમાં જ થયા છે. પ્રશાસન હવે ગાયોના મૃતદેહની ગણતરી કરાવશે.

રવિવારે સાંજે મિર્ચી બાબા પણ ગૌશાળા પહોંચી ગયા હતા અને તેમણે ૫૦૦ ગાયોના તડપી-તડપીને મોત થયા હોવાનું જણાવ્યું હતું. બાબાએ પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાને રાવણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપની સરકારમાં ભૂખના કારણે ગાયો મરી રહી છે. હવે પ્રદેશની દરેક ગૌશાળાનું નિરીક્ષણ તેઓ પોતે જ કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.