યંત્ર યુગમાં પણ માટીના વાસણોની માંગ અકબંધ
(પ્રતિનિધિ) પ્રાંતિજ : પ્રકાશ નું પર્વ એટલે દિવાળી અને દિવાળી માં પ્રકાશના હોય તો દિવાળી કહેવાતી નથી ત્યારે દિવાળી માં વપરાતા પરણ્યા આજે પણ યંત્ર યુગમાં પણ અકબંધ સ્થાન ધરાવે છે.
પ્રાંતિજ મા છેલ્લા કેટલાય વર્ષોથી દિવાળી ના પર્વ ને લઇને પરણ્યા બનાવતાં પ્રજાપતિ ગોરધનભાઈ આજે પણ ૭૦ વર્ષે પણ પરણ્યા બનાવે છે અને યંત્ર યુગમાં પણ આ પરણ્યાની એટલી જ માંગ છે ગોરધનકાકા દિવાળી ના પચીસ દિવસ પહેલા પરણ્યા બનાવવાનું ચાલું કરે છે અને દિવાળી પહેલા પહેલા તેવો રોજ ના એક હજાર એટલે કે ૨૫૦૦૦ થી પણ વધારે પરણ્યા બનાવે છે.
ત્યારે આ પરણ્યા બજારમા ૫ રૂપિયા માં બે બજાર માં વેચાણ થાય છે ત્યારે તેવો માટીના ગલ્લા , રમકડા , માટલા વગેરે બનાવે છે અને માટીને વિવિધ આકાર ઓપ આપી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે ત્યારે દિવાળી પર્વ ને લઇને હાલતો પરણ્યા બનાવવાનું કામ જોરસોર થી ચાલી રહ્યું છે અને પ્રજાપતિ ગોરધનકાકા દ્વારા દિવસ ના ૧૦૦૦ થી પણ વધારે પરણ્યા બનાવવામાં આવે છે ત્યારે હાલતો યંત્ર યુગમાં પણ માટીના વાસણોની માંગ પણ યથાવત છે.*