યમુના એક્સપ્રેસ વે પર ઉભેલા ટ્રકમાં કાર ઘૂસી ગઇ , ૨ના મોત
મથુરા, યૂપીના મથુરાના પોલીસ મહાવન વિસ્તારમાં સોમવારે રાત્રે યમુના એક્સપ્રેસ-વે પર ભીષણ અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ-વે પર માઇલ સ્ટોન-૧૧૯ પાસે ઉભેલા ટ્રમાં પાછળથી કાર ઘૂસી ગઇ હતી. અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યા છે. ગાડીની ગતિ એટલી ઝડપી હતી કે ટક્કર લાગતાં જ ગાડીને ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. તસવીરોમાં જોઇ શકાય છે કે ગાડીના આગળના ભાગનો ભુક્કો વળી ગયો છે.
મૃતકોની ઓળખ ઇટાવા નિવાસી સંયોગ તિવારી (૨૮) પુત્ર યોગેશ તિવારી અને મનીષ (૨૯)ના રૂપમાં થઇ છે. સૂચના મળતાં પહોંચેલી મહાવન પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. મૃતકોના પરિવારજનોને સૂચના આપવામાં આવી છે. ઇન્ચાર્જ ઇન્સપેક્ટર રાજીવ કુમારે જણાવ્યું કે કાર સવાર બંને નોઇડાથી ઇટાવા જઇ રહ્યા હતા. જે ટ્રક વડે કાર ટકરાઇ છે, તેમાં સામાન ભરેલો હતો, ટ્રક ખરાબ થઇ હોવાના લીધે એક્સપ્રેસ હાઇવેના રોડના કિનારે ઉભી હતી.