યવતમાલમાં દારૂને બદલે સેનિટાઈઝર પીનારા છનાં મોત
સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા પોલિયોની જગ્યાએ બાળકોને ભૂલથી સેનિટાઈઝર પીવડાવવાનો મામલો સામે આવ્યો હતો
મુંબઈ, મહારાષ્ટ્રમાં કોરોનાના બેકાબૂ સંક્રમણ પર લગામ કસવા માટે લોકડાઉન લાગુ કરાયુ છે.જેના પગલે બીજી દુકાનોની સાથે સાથે દારુની દુકાનો પણ બંધ હોવાથી દારુના બંધાણીઓની હાલત ખરાબ થઈ રહી છે. Maharashtra: Seven people died in Yavatmal‘s Wani after consuming hand sanitiser as the liquor shops were closed. Police say, “Matter is being investigated. All of them were labourers. They consumed hand sanitiser when they couldn’t get alcohol.”
મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં આવેલા એક નાનકડા ગામમાં કેટલાક લોકોએ દારુની જગ્યાએ સેનિટાઈઝર પી લીધુ હતુ અને તેના કારણે ૬ લોકોના મોત થયા છે અને કેટલાકની હાલત નાજુક છે.આ મામલાની તપાસ માટે પણ આદેશ આપવામાં આવ્યા છે.
સેનિટાઈઝર પી લીધા બાદ લોકોની તબિયત બગડવા માંડી ત્યારે તેમને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવાયા હતા.હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૬ લોકોના મોત થયા હતા.જાેકે આ પૈકીના ૩ લોકો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે જ મૃત જાહેર કરાયા હતા. મહારાષ્ટ્રમાં તાજેતરમાં સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા પોલિયોના ડોઝની જગ્યાએ બાળકોને ભૂલથી સેનિટાઈઝર પીવડાવવાનો મામલો પણ સામે આવ્યો હતો.