Western Times News

Gujarati News

યશવંત સિંહાએ મોદી અને રાજનાથ પાસે સમર્થન માંગ્યું

નવીદિલ્હી, આવતા મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ ભાજપના ટોચના નેતા લાલકૃષ્ણ અડવાણી,પીએમ નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાસેથી પણ સમર્થન માંગ્યું છે. ૮૪ વર્ષીય યશવંત સિંહા અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય નાણા અને વિદેશ મંત્રી રહી ચૂક્યા છે.

કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળની એનડીએએ ૧૮ જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુને તેના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. યશવંત સિન્હાએ પીએમ મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહનો સંપર્ક કર્યો હતો. તેમણે બંને નેતાઓને તેમની ઉમેદવારીનું સમર્થન કરવા વિનંતી કરી. તેમણે ભાજપના દિગ્ગજ નેતા અને ટોચના નેતા લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ પણ માંગ્યા હતા.

અડવાણી અટલ સરકારમાં નાયબ વડા પ્રધાન હતા અને સિન્હા એ જ સરકારમાં કેન્દ્રીય પ્રધાન હતા. લાંબા સમય સુધી ભાજપમાં રહ્યા બાદ તેમણે પાર્ટી છોડી દીધી હતી. મોદી સરકાર-૧માં તેમના પુત્ર જયંત સિન્હા નાણામંત્રી હતા. જયંત સિન્હા હજુ પણ ભાજપના સાંસદ છે, પરંતુ મોદી સરકાર-૨માં તેમને મંત્રી બનાવવામાં આવ્યા ન હતા.

સિંહાએ ઝારખંડના સીએમ હેમંત સોરેનને પણ ફોન કર્યો હતો. સિંહાએ તેમને યાદ અપાવ્યું કે તેમની પાર્ટી જેએમએમએ સામાન્ય વિપક્ષી ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. સિંહા શુક્રવારે ઝારખંડથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાના હતા, પરંતુ હવે જેએમએમએ સંથાલ આદિવાસી નેતા દ્રૌપદી મુર્મને સમર્થન આપ્યું છે. એ યાદ રહે કે સિન્હા સોમવારે, ૨૭ જૂને તેમનું નામાંકન ભરવાના છે. આ પ્રસંગે વિપક્ષના દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.