યશવંત સિંહાએ PM નરેન્દ્ર મોદીની રસી કૂટનીતિની ટીકા કરી
નવીદિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા યશવંત સિંહાએ કોરોના રસીનાં આયોજન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. યશવંત સિંહાએ તેમના સત્તાવાર ટિ્વટર હેન્ડલથી સંયુક્ત રાષ્ટ્રમાં ચર્ચામાં ભારતીય પ્રતિનિધિનાં ભાષણની વીડિયો ક્લિપ ટ્વીટ કરી હતી.
આ વીડિયોમાં ભારતીય પ્રતિનિધિ યુએનમાં “રસી કૂટનીતિ” વિશે વાત કરી રહ્યા છે. દિલ્હી પોલીસ દ્વારા ૧૭ લોકોની ધરપકડ કર્યા પછી વિપક્ષી નેતાઓએ કરેલા અપમાનજનક ટ્વીટ્સમાં આ એક હતું. યશવંત સિંહાએ પીએમ નરેન્દ્ર મોદીની રસી કૂટનીતિની ટીકા કરી છે. યશવંત સિંહા સિવાય કોંગ્રેસનાં રાહુલ ગાંધી અને તૃણમૂલ કોંગ્રેસનાં મોહુઆ મોઇત્રાએ પણ ભારતની રસી નીતિ અંગે મોદી સરકારની આલોચના કરી છે. ૧૬ મેનાં રોજ યશવંત સિંહાએ ટિ્વટર પર એક વીડિયો શેર કર્યો હતો,
જેમાં લખ્યું હતું કે, “૧૦ સેકન્ડનો વીડિયો મોદીને ઉજાગર કરશે. યુએનમાં ભારતનાં પ્રતિનિધિએ સંયુક્ત રાષ્ટ્રને માહિતી આપી છે કે ભારતે તેના લોકો કરતા વિદેશમાં વધુ રસી મોકલી છે. મોદી હવે સાચા અર્થમાં વિશ્વ નેતા છે. ભારતીયોને નરકમાં જવા માટે છોડ્યા. મોદી સરકાર પર કટાક્ષ કરતા યશવંત સિંહાએ પોતાના અન્ય એક ટ્વીટમાં કહ્યુ, ‘કોવિડ-૧૯ ને નિયત્રિત કરવાનો સૌથી સરળ રસ્તો છે કે કેન્દ્ર અને રાજ્યોમાં ભાજપ સરકારો જે કરી રહી છે, તે કરે, આંકડાઓને પણ દબાવે. જાે કોઇ એવોર્ડ હોત તો તેમા યુપીને પહેલો એવોર્ડ મળશે.”
યશવંત સિંહા દ્વારા શેર કરેલી વીડિયો ક્લિપ, માર્ચ ૨૦૨૧ માં યોજાયેલ યુએનજીએની અનૌપચારિક બેઠકની છે. વીડિયો યુએનએનવાયનાં હેન્ડલની એક ટિ્વટ પરથી લેવામાં આવ્યો છે. ક્લિપમાં, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં ડેપ્યુટી પરમેનન્ટ રિપ્રેજન્ટટેટિવનાં નાગરાજ નાયડુ કોરોના સમયગાળામાં દેશનાં યોગદાન વિશે બોલતા નજરે પડે છે.