યશ બેંકમાં લોકોના નાણાં સુરક્ષિત : સીતારમન
નવી દિલ્હી: યશ બેંક ડુબી જવાના અહેવાલ વચ્ચે આજે દેશભરમાં ખાતેદારોમાં અફડાતફડી અને દહેશત રહી હતી. મોડેથી યશ બેંકની કટોકટી પર નાણાંમંત્રી નિર્મલા સીતારામને પત્રકાર પરિષદ યોજીને સંકટને દુર કરવા માટેની ખાતરી આપી હતી. સાથે સાથે યશ બેંકના ખાતેદારોને ખાતરી આપી હતી કે, તેમના પૈસા બિલકુલ સુરક્ષિત છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માત્ર ૩૦ દિવસના ગાળામાં જ રી-સ્ટ્રક્ચરિંગ કરી દેવામાં આવશે.
૨૦૦૪માં યશ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. બેંકે સતત એવા લોકોને લોન આપી હતી જ્યાં વધારે જાખમની સ્થિતિ હતી. આના બદલે યશ બેંકે વધારે પ્રમાણમાં વ્યાજની વસુલી કરી હતી. મોડેથી આવી લોન ડિફોલ્ટ થવા લાગી હતી. યશ બેંકે અનિલ અંબાણી, વોડાફોન, સીસીડી, જેવા બિઝનેસમેન લોન આપી હતી. જે મોડેથી ડિફોલ્ટ થયા હતા.
નિર્મલા સીતારામને આજે કહ્યું હતું કે, રિર્ઝવ બેંકની આના પર નજર છે. ૩૦ દિવસમાં બેંકના રી-સ્ટ્રક્ચરિંગ કરી દેવામાં આવશે. રી-રી-સ્ટ્રક્ચરિંગને લઈને રિર્ઝવ બેંકની વેબસાઈટ પર પુરતી માહિતી આપવામાં આવી ચુકી છે. તેમણે કહ્યું હતું કે, બેંક કર્મચારીઓની નોકરી એક વર્ષ સુધી સુરક્ષિત છે. તેમના વેતન પણ એક વર્ષ સુધી સુરક્ષિત છે. જમા રકમ અને અન્ય ચીજાને કોઈ અસર થશે નહીં.
આરબીઆઈ આ અંગેની માહિતી મેળવશે કે યશ બેંકમાં કઈ બાબત ખોટી થઈ છે તેમાં વ્યક્તિગત ભૂમિકાની તપાસ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બેંકે કેટલાક મોટાગ્રુપને લોન આપી હતી જેના કારણે આજે આ હાલત થઈ છે. આરબીઆઈ ૨૦૧૭થી યશ બેંક ઉપર નજર રાખે છે. બેંકમાં ગેરરિતીના સંદર્ભમાં તપાસ સંસ્થાઓને પણ માહિતી છે.
જાખમ ભરેલી લોન અંગે નિર્ણયની માહિતી મળ્યા બાદ રિર્ઝવ બેંકે મેનેજમેન્ટમાં ફેરવાર કરવા અંગે ભાર મુક્યો હતો. રિર્ઝવ બેંકે કહ્યું છે કે, સ્ટ્રૈટિજિક ઈન્વેસ્ટર્સ બેંક ૪૯ ટકાના ઈક્વિટી લગાવશે. રિઝર્વ બેંકનુ કહેવુ છે કે, ત્રણ વર્ષથી પહેલા યશ બેંકમાં પોતાની હિસ્સેદારીને ૨૬ ટકાથી નીચે લાવી શકશે નહીં.
બેંકે લોન આપવામાં ખુબ લાપરવાહી દાખવી હતી. જેના કારણે બેડ લોનની નીચે બેંક દબાઈ ગઈ છે. સપ્ટેમ્બર ૨૦૧૮માં બેંકના નવા સીઈઓની નિમાયા હતા. યશ બેંકના ચેરમેને પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યા હતા. સીબીઆઈ તપાસના ઘેરામાં આવ્યા હતા. સીતારામને કહ્યું હતું કે, યશ બેંકની અંદર લોકોના નાણાં બિલકુલ સુરક્ષિત છે. રિઝર્વ બેંકે દેશની સૌથી મોટી બેંક ઉપર અંકુશ મેળવી લીધો છે. હવે રેસ્ક્યુ પ્લાન ૩૦ દિવસમાં તૈયાર કરાશે.
રિઝર્વ બેંક ઈન્ડિયાએ કઠોર નિયત્રણો લાદી દીધા છે. જેનાભાગરૂપે બેંકના ગ્રાહકો પર ૫૦ હજાર રૂપિયા માસિક ઉપાડ કરવા પર બ્રેક મુક્યો છે. સાથે સાથે યશ બેંકમાં ઓપરેશન ઉપર કઠોર નિયત્રણ લાવ્યા છે. બેંકના ગ્રાહકો પર ૫૦ હજાર રૂપિયા માસિક સુધી ઉપાડ કરવાનો પ્રતિબંધ મુક્યો છે. યશ બેંક અન્ય કોઈપણ પ્રકારની લોન આપી શકશે નહીં અથવા તો રોકાણ પણ કરી શકશે નહીં.