યસ બેંક કેસ સંદર્ભે અંબાણી 30 મી માર્ચે ફરી ઉપસ્થિત થશે

FilesPhoto
મુંબઇ, રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ કેટલાક ચોક્કસ પ્રશ્નોને લઇને વધુ સ્પષ્ટીકરણ કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસેથી વધારે સમયની માંગ કરી છે. અનિલ અંબાણી ગઇકાલે ઇડી સમક્ષ ઉપÂસ્થત થયા હતા. યસ બેંકની લોનના સંદર્ભમાં અનિલ અંબાણીએ કેટલીક માહિતી ઇડી સમક્ષ આપી હતી.
તપાસ સંસ્થાએ ૩૦મી માર્ચના દિવસે ફરીએકવાર ઉપÂસ્થત થવા માટે અનિલ અંબાણીને આદેશ કર્યો છે. અંબાણીને યસ બેંકના સહસ્થાપક રાણા કપૂર સામે મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં તપાસના ભાગરુપે ઇડી દ્વારા બોલાવવામાં આવ્યા હતા. અનિલ અંબાણીએ કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા માટે કહેવામાં આવ્યું હતું જે તપાસમાં મદદરુપ બની શકે છે.
અનિલ અંબાણી બેંક પાસેથી સૌથી વધુ લોન લેનાર પૈકીના એક તરીકે છે. સુત્રોએ કહ્યું છે કે, ઇડીએ ગ્રુપની કામગીરી, ક્રેડિટ મંજુરીના ઉપયોગ સાથે સંબંધિત પ્રશ્નો કર્યા ત્યારે અનિલ અંબાણીએ જવાબો આપ્યા હતા. ખાનગી સેક્ટરની બેંક સાથે સમજૂતિને લઇને પણ પ્રશ્નો કરાયા હતા.
જા કે, રિલાયન્સ ગ્રુપને મોકલવામાં આવેલા ઇ-મેઇલમાં કરવામાં આવેલા પ્રશ્નોના જવાબ મળી શક્યા નથી. મિડિયા નિવેદનમાં રિલાયન્સ ગ્રુપે કહ્યું છે કે, અનિલ અંબાણી રિલાયન્સ ગ્રુપના મામલામાં સ્પષ્ટીકરણ કરવા ઇડીના અધિકારીઓને મળ્યા હતા. સાથે સાથે સંપૂર્ણ નાણાંની ચુકવણી કરવાની તૈયારી પણ દર્શાવી છે.
અનિલ અંબાણીએ તપાસ સંસ્થા સમક્ષ એમ પણ કહ્યું હતું કે, રાણા કપૂર અથવા તો તેમના પÂત્ન અથવા તો તેમની પુત્રી અથવા તો કોઇપણ કંપની સાથે રિલાયન્સ ગ્રુપને કોઇપણ લેવા દેવા નથી. અંબાણીએ ખાતરી આપી હતી કે, રિલાયન્સ ગ્રુપ સંપૂર્ણ ટેકો આપશે અને તપાસમાં સહકાર કરશે.
૧૬મી માર્ચના દિવસે ઇડી દ્વારા તેમની સામે સમન્સ જારી કરવામાં આવ્યું હતું. જા કે, એ દિવસે તેઓ ઉપÂસ્થત રહી શક્યા ન હતા. બીજી બાજુ અન્ય ડિફોલ્ટરોને લઇને પણ ચર્ચા ચાલી રહી છે જેમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયેલ સામે પણ સમન્સ જારી કરાયું છે. એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષચંદ્રાને પણ નવેસરની તારીખ અપાઈ છે. ઇÂન્ડયા બુલ્સના સ્થાપક સમીર ગહેલોતે પુછપરછ મોકૂફ રાખવા માટે વિનંતી કરી છે.