Western Times News

Gujarati News

યાત્રાધામ શામળાજીમાં દર્શન માટે ભકતો ઉમટયા

દીવ-દમણના એડમીનીસ્ટ્રેટર પ્રફુલ પટેલે કાળીયા ઠાકોર સામે શીશ ઝુકાવ્યું 

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ગુરૂ પૂર્ણિમાએ ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું હતું વહેલી સવાર થી જ ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા મંદીર ટ્રસ્ટ તરફથી સરકારી ગાઈડલાઈન અનુસાર દર્શનાર્થીઓ દર્શનનો લાભ લે તેની તકેદારી રાખી હતી

ભક્તોએ ગુરૃ પૂર્ણિમા દિવસે કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્ય બન્યા હતા.જોકે મંદિરના ગેટ સુધી શ્રધ્ધાળુઓની લાંબી લાઇનો લાગી હતી અને કોરાનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયુ ન હતું. દીવ-દમણના એડમીનીસ્ટ્રેટર અને પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલ ગુરુપૂર્ણિમાએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પ્રફુલ પટેલ છેલ્લા ૩૭ વર્ષથી પૂનમે શામળાજી મંદીરમાં બિરાજતાં કાળીયા ઠાકોરના દર્શન કરવા અચૂક આવે છે

આજે અષાઢ સુદ પૂનમ એટલે ગુરૃ પૂર્ણિમા આજના દિવસે દરેક ભક્તો સદગુરૃના ચારણોમાં શિષ નમાવી અને આર્શીવાદ લેતા હોય છે.ત્યારે  યાત્રાધામ શામળાજી મંદિરમાં પણ ગુરૃ પૂર્ણિમા પર્વ ઉજવાયું હતું.વહેલી સવારથી ભક્તો શામળાજી મંદિરે દર્શન માટે ઉમટી પડયા હતા.

શામળાજી મંદિર ટ્રસ્ટીઓ દ્વારા ભક્તોને દર્શનમાં કોઈ તકલીફ ન પડે તેમ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે ગુરૃ પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળીયાનો અભિષેક કરી સોળ ઉપચાર વડે પૂજન કરવામાં આવ્યું હતું.

ભક્તોએ પણ ભગવાન શામળીયા ને પોતાના ગુરૃ માની સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામે સર્વેનું રક્ષણ કરે અને તમામ ભક્તો ની ઉત્તરોઉત્તર પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા.આમ આજે ગુરૃ પૂર્ણિમાની ઉજવણી કરી ભક્તોએ કાળીયા ઠાકોરના દર્શન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.