યાત્રાધામ શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ
ટૂંકા વસ્ત્રો પહેરનાર દર્શનથી વંચીત ન રહે તે માટે ટ્રસ્ટે કરી વૈકલ્પીક વ્યવસ્થા
ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતના મહિલાઓ ફાટેલા જીન્સ પહેરવા પર નિવેદન કરી તેમના સંસ્કાર પર સવાલ ઉઠાવતા સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે મહિલાઓ સોશ્યલ મીડિયા પર મંત્રીના નિવેદનનો વિરોધ નોંધવી રહ્યા છે
ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે
જેમાં ટૂંકા વસ્ત્રો પહેનાર દર્શનાર્થનીઓને શામળાજી વિષ્ણુ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને મંદિર પરિસર અને મંદિર પ્રવેશદ્વાર આગળ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે
મંદિરના નિર્ણયથી અજાણ કોઈ શ્રદ્ધાળુ મહિલા કે પુરુષ દર્શનથી વંચીત ન રહે તે માટે ટ્રસ્ટ દ્વારા કપડાંની સુવિધા ઉભી કરવામાં આવી છે શામળાજી મંદીર ટ્રસ્ટના નિર્ણય થી આગામી સમયમાં વિવાદ ઉભો થાય તો નવાઈ નહી
શુક્રવારથી યાત્રાધામ શામળાજી મંદિરના ટ્રસ્ટીઓએ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ટૂંકા વસ્ત્રો પહેરી આવતા દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ નહિ મળે. આ નિર્ણય સ્ત્રી અને પુરુષો શ્રદ્ધાળુઓને લાગુ કરવામાં આવ્યો છે શામળાજી મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવેલ બોર્ડ પર સૂચના લખાઈ છે
દર્શને આવતા ભાઈઓ તથા બહેનોનો વિનંતી કે, ટૂંકા વસ્ત્રો તથા બરમુડા પહેરીને મંદિરમાં પ્રવેશ કરવુ નહિ. તેમજ માસ્ક પહેરવુ પણ ફરજિયાત છે શોર્ટ કપડાં પહેરી આવેલા દર્શનાર્થીઓ માટે ટ્રસ્ટીઓ વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં પુરુષો માટે ધોતી અને પીતામ્બર તેમજ મહિલાઓ માટે સલવાર જેવા વસ્ત્રો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેથી ટૂંકા વસ્ત્રો પહેરી દર્શનાર્થે પહોચલ શ્રદ્ધાળુઓ દર્શન થી વંચીત ન રહે તેનું ધ્યાન રખાયું છે