Western Times News

Gujarati News

યાત્રીઓની સુવિધા માટે કેટલાક ઉલ્લેખનીય ઉપાય કરવામાં આવ્યા : દિપક ઝા

અમદાવાદ: વર્તમાન માં એક બાજુ જ્યાં આખું વિશ્વ કોરોના મહામારી ના વૈશ્વિક સંકટ થી જજુમી રહ્યું છે ત્યાં ભારતીય રેલ દ્વારા આ સમયે યાત્રીઓ ની સુરક્ષિત યાત્રા માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદ મંડળ દ્વારા પણ રેલ્વે સ્ટાફ અને એમના પરિજન તથા યાત્રીઓની સુરક્ષા માટે ઘણા ઉપાયો કરવામાં આવ્યા છે .મંડળ ના ગાંધીધામ, મહેસાણા, પાલનપુર,વિરમગામ, સાબરમતી, અમદાવાદ, સહીત બધી જ ઓફિસ, રિઝર્વેશન સેન્ટર્સ પબ્લિક ડીલિંગ જગ્યાઓ પર હેન્ડ સૅનેટાઇઝિંગ મશીન લગાવામાં આવ્યા છે .

ટિકિટ ચેકીંગ બુથ અને આરક્ષણ કાર્યાલયો પર ટૂ વે સ્પીકર્સ લગાવવામાં આવ્યા છે, કારણ કે ફ્રન્ટ લાઈન સ્ટાફ ને આ સંક્રમણ થી સુરક્ષિત રાખવામાં આવી શકે તથા તેમને ફેશ શિલ્ડ, પ્રિર્વેટિવ કીટ જેવા ૯૫ માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ, સૅનેટાઇઝર વગેરે ઉપલબ્ધ કરાવામાં આવ્યા છે. બધા જ રેલવે સ્ટાફ ને બે રાઉન્ડ માં આયુર્વેદિક અને હોમીઓપેથીક દવાઓ વિતરણ કરવામાં આવી.

ઝા એ જણાવ્યું કે લોકડાઉન ના પેહલા જ દિવસે અમદાવાદ સ્ટેશન પર મોટી સંખ્યા માં યાત્રીઓ ફસાયેલા હતા અને પબ્લિક ટ્રાસન્પોર્ટ બંધ હોવાથી પોતાના ઘરે પહોંચી શકતા ન હતા.સંકટ ના સમય માં મંડળ પ્રશાસન દ્વારા તરત જ ર્નિણય લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંપર્ક કરી એમના ઘર સુધી પહોંચાડવા માટે નિઃશુલ્ક સુવિધા પ્રદાન કરી તથા આ ઓપરેશન ત્યા સુધી ચાલવામાં આવ્યું જ્યાં સુધી અંતિમ યાત્રી સ્ટેશન થી તેના ઘરે પરત ના પહોંચ્યો.

લોકડાઉનમાં કુલીઓ, કોન્ટ્રાક્ટ, લેબર, બેઘર તથા ઝુપડપટ્ટીવાળા વ્યક્તિઓ ને ડીઆરએમ બેનેવેલેન્ટ ફંડ ના માધ્યમ થી અધિકારીઓ અને રેલકર્મિયો ના આર્થિક સહયોગ થી ફંડ એકઠું કરીને પુરા મંડળ પર જરૂરતમંદ લોકોને ૩૨૦૦ રેશનિંગ કીટ નું વિતરણ કરવામાં આવ્યું. આ દરમિયાન ગવર્મેન્ટ અથોરીટી ની સાથે મળીને સ્ટાફ ને કોરોના થી સુરક્ષિત રાખતા એમના સહયોગ થી આવશ્યકતા અનુસાર ૨.૭૫ લાખ ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું જેમાંથી ૧.૭૦ લાખ ફૂડ પેકેટ ડીઆરએમ બેનેવેલેન્ટ ફંડ થી આપવામાં આવ્યા. તેમના અનુસાર આ દરમિયાન નિર્વિધ્ન રૂપે મંડળ થી ૨૬૦ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો નું સંચાલન કરવામાં આવ્યું.

જેનાથી ૩.૮૧ લાખ યાત્રીઓ ને એમના ઘરે પહોંચાડવામાં મદદ મળી તથા મંડળ ને ૨૪.૮૭ કરોડ રૂ ના રાજસ્વ ની પ્રાપ્તિ થઇ હતી એમાંથી સર્વાધિક ૧૪૦ ટ્રેનો અમદાવાદ સ્ટેશન થી રવાના કરવામાં આવી જે આખા ગુજરાત માં દ્વિતીય સ્થાન પર છે. આ નોંધપાત્ર ઉપલબ્ધીઓ માટે ગુજરાત ના માનનીય મુખ્ય મંત્રીજી દ્વારા મંડળ ને પ્રશાસન ને સ્મૃતિ ચિન્હ તથા પ્રમાણ પત્ર આપીને સન્માનિત પણ કર્યા. મંડળ ના રેલ કર્મચારીઓ એ પણ આ દરમિયાન મુસાફરો નો હૃદય પૂર્વક મદદ નું અભિયાન ચલાવ્યું જેમાં મહેસાણા ના મુખ્ય ટિકિટ નિરીક્ષક બળવંતસિંહ રાઠોડે લોકડાઉન દરમ્યાન નિઃ શુલ્ક ફૂડ પેકેટની સુવિધા આપી હતી. જ્યાં મહેસાણાના મુખ્ય ટિકિટ નિરીક્ષક ગોપાલ અને વિરમગામના ભરત ગોહિલે જરૂરીયાતમંદ મુસાફરોને ચપ્પલ આપીને મદદ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.