Western Times News

Gujarati News

યાત્રી ટ્રેન પછી હવે દેશમાં માલગાડી પણ ચલાવશે પ્રાઇવેટ કંપની!

નવીદિલ્હી, દેશમાં હવે માલગાડીઓ પણ પ્રાઇવેટ કંપની ચલાવશે. સરકાર દેશમાં પ્રાઇવેટ માલગાડીઓ ચલાવવાની યોજના બનાવી રહી છે. સરકાર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બન્યા પછી માલગાડી ચલાવવા માટે પ્રાઇવેટ કંપનીઓને સામેલ કરશે. હાલ દેશમાં ભારતીય રેલવે જ માલગાડી ચલાવે છે. તમને જણાવી દઈએ કે સરકારે ૨૦૨૩ સુધી પ્રાઇવેટ ટ્રેન ચલાવવાનો ર્નિણય કર્યો છે. પ્રાઇવેટ ટ્રેન ચલાવવા માટે ૧૬ કંપનીઓએ રસ દાખવ્યો છે.

સરકાર રેલવે ટ્રાફિકને ઓછો કરવા અને સામાનની સરળતાથી ડિલિવરી માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવી રહી છે. ૮૦ હજાર કરોડથી વધારેના ખર્ચથી ડીએફસીના બે કોરિડોર પ્રથમ ચરણમાં બની રહ્યા છે. વેસ્ટર્ન કોરિડોરનો ૩૫૦ કિલોમીટરનો ભાગ રેલવેએ તૈયાર કરી લીધો છે અને આ ટ્રાયલ પછી વેસ્ટર્ન કોરિડોરના ભાગમાં માલની હેરફેર જલ્દી શરૂ થશે. વેસ્ટર્ન કોરિડોર નોઇડાના દાદરીથી શરૂ થઈને મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ સુધી બની રહ્યો છે. બીજા ચરણમાં ૬ નવા કોરિડોર બનવાના છે. એટલે કે દેશના ચારેય ભાગને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી જોડવાનો છે.

તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે ગુડ્‌સ ગાડીઓની ઝડપ ૧૦૦ કિલોમીટરની પ્રતિ કલાક થશે. જેથી ઝડપથી માલ પહોંચશે. બીજો ફાયદો એ રહેશે કે કમિટમેન્ટ સાથે રેલવે વેપારીઓનો માલ સમયસર ડિલિવરી કરી શકશે. ત્રીજો મોટો ફાયદો એ રહેશે કે નોર્મલ ટ્રેક પર જ્યાં હાલ વધારે ભાર છે. ગુડ્‌સ ટ્રેન હટવાથી નોર્મલ ટ્રેક પર ભાર ઓછો થશે અને તેના પર પેસેન્જર ગાડીઓ સમયસર પોતાના સ્થાને પહોંચી શકશે.

પ્રાઇવેટ ટ્રેનો માટે બોલી લગાવ્યા પહેલા પ્રથમ બેઠકમાં ૧૬ કંપનીઓએ ભાગ લીધો હતો. સૂત્રોના મતે તેમાં બોમ્બાર્ડિયર, કેપ ઇન્ડિયા, આઈ સ્ક્વાયર કેપિટલ, આઇઆરસીટીસી, બીએચઇએલ,સ્ટર લાઇટ, મેઘા, વેદાંતા, ટેટલા ગર,બીઇએમએલ અને આરકે એસોસિયેટ્‌સ સામેલ છે. બીજી મિટિંગ ૧૨ ઓગસ્ટ થવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.